Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં એડમિટ

કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ અને UPA પ્રમુખ સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સોનિયા ગાંધીને શ્વાસ સંબંધીત સંક્રમણ થતા તાત્કાલિક હોસ્પિલમાં ખસેડવામાં આવ્ચા છે. જે અંગે કોંગ્રેસ નેતા વેણુ ગોપાલે જાણકારી આપતા કહ્યું છે કે UPA અધ્યક્ષ સોનિયા ગાંધીને શ્વાસ લેવામાં તકલીફ થતા દિલ્હી સ્થિત સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ
કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી દિલ્હીની  સર ગંગારામ હોસ્પિટલમાં એડમિટ
કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ અને UPA પ્રમુખ સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સોનિયા ગાંધીને શ્વાસ સંબંધીત સંક્રમણ થતા તાત્કાલિક હોસ્પિલમાં ખસેડવામાં આવ્ચા છે. જે અંગે કોંગ્રેસ નેતા વેણુ ગોપાલે જાણકારી આપતા કહ્યું છે કે UPA અધ્યક્ષ સોનિયા ગાંધીને શ્વાસ લેવામાં તકલીફ થતા દિલ્હી સ્થિત સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલા તેમને જૂન મહિનામાં પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સોનિયા ગાંધી દિલ્હીની હોસ્પિટલમાં એડમિટ 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રુટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં ભરતી કરાયા છે. આ સમયે સોનિયા ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી પણ વાડ્રા પણ સાથે હતા. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સોનિયા ગાંધીને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, તેમજ તેમની તબિયત મંગળવારથી ખરાબ હોવાની વિગતો છે જેના કારણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં ભારત જોડો યાત્રાને પ્રવેશ કરાવી અધૂરી મુકીને દિલ્હી પરત ફર્યા હતા.

Advertisement

Advertisement

આ અગાઉ જૂનમાં કરાયા હતા ભર્તી

સોનિયા ગાંધીની તબિયત ખરાબ થતા કોંગ્રેસની ચાલી રહેલ ભારત જોડો યાત્રા આજે સવારે બાગપતના મવીકલાથી ફરી શરુ થઈ હતી. જેમાં રાહુલ ગાંધી સામેલ થયા હતા પણ પ્રિયંકા ગાંધી યાત્રામાં જોવા મળ્યા ન હતા. સોનિયા ગાંધી તેમની તબિયતને લઈને અવાર નવાર ચેકઅપ કરાવતા રહે છે. ત્યારે જૂન મહિનામાં જ તેમને હોસ્પિટલાઈઝ કરાયા હતા. જે અગાઉ પણ સોનિયા ગાંધીને બે વાર કોરોના થયો હતો.પ્રિયંકા ગાંધી પોતાની માતા સોનિયા ગાંધીની દેખરેખ કરી રહ્યા છે, જેના કારણે પ્રિયંકા ગાંધી ભારત જોડો યાત્રામાં નહી જોડાય ત્યારે છેલ્લે તેઓ તેમના ભાઈ રાહુલ સાથે યૂપી ભારત જોડો યાત્રામાં જોવા મળ્યા હતા.

Advertisement

Tags :
Advertisement

.