Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપના સંકલ્પ પત્ર અંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહી આ વાત, જાણો

ગુજરાત ચૂંટણીને (Gujarat Election 2022)લઇને ભાજપે લોકો પાસે અભિપ્રાય મેળવીને પોતાનું સંકલ્પ પત્ર (Resolution letter)  ચૂંટણી ઢંઢેરો તૈયાર કરીને જાહેર કરી દીધું છે. આજે ગાંધીનગર (Gandhinagar)કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સંકલ્પ પત્ર જાહેર કરાયું છે. જેમાં ભાજપે યુવા રોજગારી પર વધારે પ્રધાન્ય આપ્યુàª
ભાજપના સંકલ્પ પત્ર અંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહી આ વાત  જાણો
ગુજરાત ચૂંટણીને (Gujarat Election 2022)લઇને ભાજપે લોકો પાસે અભિપ્રાય મેળવીને પોતાનું સંકલ્પ પત્ર (Resolution letter)  ચૂંટણી ઢંઢેરો તૈયાર કરીને જાહેર કરી દીધું છે. આજે ગાંધીનગર (Gandhinagar)કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સંકલ્પ પત્ર જાહેર કરાયું છે. જેમાં ભાજપે યુવા રોજગારી પર વધારે પ્રધાન્ય આપ્યું છે.  ત્યારે આ મામલે પૂર્વ મુખ્યમંત્રીશ્રી  વિજય રૂપાણી( vijayrupani) અને ઋષિકેશ પટેલનું(Rishikesh Patel)નિવેદન સામે આવ્યું છે.
સંકલ્પ પત્ર 5 વર્ષમાં આ દિશામાં કામ કરવા માટે છે : વિજય રૂપાણી
સંકલ્પ પત્રને લઇને પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે અમારું સંકલ્પ પત્ર ભવિષ્યના ગુજરાત અને ગુજરાતીઓ માટે છે. ભાજપ જે બોલે છે એ કરે છે અને જે કરે છે એ જ બોલીએ છીએ. વધુમાં વિજય રૂપાણીએ ઉમેર્યું કે આ સંકલ્પ પત્ર આગામી 5 વર્ષમાં આ દિશામાં કામ કરવા માટે છે. જેમાં "ગરીબો, ખેડૂતો, ગામડા, યુવાઓ અને ઉદ્યોગ અને વેપારીઓનો માટે સમાવેશ કરાયેલો છે. ભવિષ્યમાં સારામાં સારું શિક્ષણ મળે એ માટે વિગતો આવરી હોવાંનું વિજય રૂપાણીએ અંતમાં ઉમેર્યું હતું.
ગુજરાત સરકાર મહત્તમ વિકાસ માટે કટિબદ્ધ : ઋષિકેશ પટેલ
બીજી બાજુ ભાજપ સંકલ્પ પત્રને લઈને ઋષિકેશ પટેલએ મહેસાણા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ઋષિકેશ પટેલએ સંકલ્પ પત્રમાં ખેતી રોજગારી અને શિક્ષણ અંગેની માહિતી આપી કહ્યું હતું કે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ભાજપ પોતાનું વિઝન મુકતી હોય છે. આગામી 5 વર્ષમાં ભાજપ શું કામ કરશે એનો સંકલ્પ છે. સંકલ્પથી પણ વધુ કઈ સારૂ થાય તો એ તો કરવું જ છે તેમ ઋષિકેશ પટેલએ ઉમેર્યું હતું. વધુમાં ગુજરાત સરકાર મહત્તમ વિકાસ કરવા માટે કટિબદ્ધ છે અને ગુજરાતની વિદેશની સાથે સરખામણી થાય તેવો પણ સંકલ્પ કરવામાં આવ્યો છે. તેમ ઋષિકેશ પટેલે એક નિવેદનમાં કહ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.