Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મોત

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું શનિવારે રાત્રે માર્ગ અકસ્માતમાં મોત થયું છે. ઓસ્ટ્રેલિયન પોલીસના જણાવ્યા અનુસાર સાયમન્ડ્સ કારમાં એકલા  મુસાફરી કરી રહ્યા હતા અમે  શનિવારે મોડી રાત્રે ટાઉન્સવિલેમાં તેની કાર રોડ પરથી પલટી ગઈ હતી. અકસ્માત બાદ નાજુક હાલતમાં તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન તેનું મોત થયું છે. સ્થાનિક પોલીસના જણાવà
03:01 AM May 15, 2022 IST | Vipul Pandya
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું શનિવારે રાત્રે માર્ગ અકસ્માતમાં મોત થયું છે. ઓસ્ટ્રેલિયન પોલીસના જણાવ્યા અનુસાર સાયમન્ડ્સ કારમાં એકલા  મુસાફરી કરી રહ્યા હતા અમે  શનિવારે મોડી રાત્રે ટાઉન્સવિલેમાં તેની કાર રોડ પરથી પલટી ગઈ હતી. અકસ્માત બાદ નાજુક હાલતમાં તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન તેનું મોત થયું છે. 
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર,  સાયમન્ડ્સની કાર એલિસ રિવર બ્રિજ પાસે, હર્વે રેન્જ રોડ પર રાત્રે 11 વાગ્યા પછી આગળ વધી રહી હતી. રોડ પરથી નીકળ્યા બાદ કાર અસંતુલિત થઈ ગઈ અને અકસ્માત થયો. ઇમરજન્સી સેવાઓએ 46 વર્ષીય સાયમન્ડ્સને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જો કે તે તેની ઇજાઓને કારણે મૃત્યુ પામ્યો હતો. ફોરેન્સિક ક્રેશ યુનિટ અકસ્માતની તપાસ કરી રહ્યું છે.
એન્ડ્ર્યુ સાયમન્ડ્સ 1998 થી 2009 સુધી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો હિસ્સો હતો. આ દરમિયાન સ્ટીવ વો અને બાદમાં રિકી પોન્ટિંગની કપ્તાની હેઠળની કાંગારૂ ટીમને અજેય માનવામાં આવી હતી. સાયમન્ડ્સે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 26 ટેસ્ટ, 198 ODI અને 14 T20I રમી છે. તેના નામે ટેસ્ટમાં 1462, વનડેમાં 5088 રન અને ટી20માં 337 રન છે. તેણે ત્રણેય ફોર્મેટમાં 165 વિકેટ લીધી છે. તે પોતાની આક્રમક શૈલી અને મેદાન પર ઉત્તમ ફિલ્ડિંગ માટે જાણીતો હતો.
ત્રણ ICC ટાઇટલ જીત્યા
એન્ડ્ર્યુ સાયમન્ડ્સ ઓસ્ટ્રેલિયાની ODI ટીમના દિગ્ગજ ખેલાડી હતા. 2003માં ODI વર્લ્ડ કપ, 2006માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને 2007માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો. પ્રથમ વખત ODI વર્લ્ડ કપમાં તક મળતા આ ખેલાડીએ પાકિસ્તાન સામે છઠ્ઠા નંબર પર 143 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગ્સ પછી, તે આગામી છ વર્ષ માટે ટીમનો સૌથી ભરોસાપાત્ર ઓલરાઉન્ડર બન્યો.
એન્ડ્ર્યુ સાયમન્ડ્સ 2008માં IPLમાં  ડેક્કન ચાર્જર્સની તેમનો હિસ્સો હતા. આ ટીમ માટે તેણે એડમ ગિલક્રિસ્ટના નેતૃત્વમાં 2009માં આઈપીએલનો ખિતાબ પણ જીત્યો હતો. 2009ની IPL ફાઇનલમાં તેણે 21 બોલમાં 33 રન બનાવ્યા હતા. આ સિવાય બે વિકેટ પણ લીધી હતી.
IPLમાં સદી ફટકારી
સાયમન્ડ્સે આઈપીએલની 39 મેચોમાં 36ની એવરેજથી 974 રન બનાવ્યા છે. જેમાં તેણે એક સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. આ સાથે જ તેણે 30 ઇનિંગ્સમાં 20 વિકેટ પણ લીધી છે. સાયમન્ડ્સ ઝડપી બોલિંગ કરતા હતા અને મધ્યમ ગતિએ સ્પિન કરતા હતા.
Tags :
AndrewSymondsAndrewSymondsdiesCarAccidentCricketFormerAustraliancricketerGujaratFirstIPLODITest
Next Article