Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગ્રેડ પે સહિતની માંગણીઓને લઈને વનરક્ષકો મેદાને, મુખ્યમંત્રીને આવેદન

રાજ્ય સરકારે હાલમાં જ પોલીસ કર્મચારીઓને વેતન વધારો સહિતનો લાભ આપ્યો હતો. જોકે, વન કર્મચારીઓની વર્ષો જૂની પગાર, બઢતી, ભરતી સહિતની પડતર માંગણીઓ સંદર્ભે આશ્વસન બાદ કોઈ નિરાકરણ નહિ લવાતા 29મીથી રાજ્યવ્યાપી હડતાલની ઘોષણા કરાઈ છે. ગુજરાત રાજ્ય વન કર્મચારી મહા મંડળ દ્વારા અગાઉ ગ્રેડ પે, બઢતી અને ભરતી રેસિયો સહિતના વર્ષો જુના પડતર પ્રશ્નોને લઈ રાજ્ય સરકારમાં રજુઆત કરાઈ હતી.રાજ્ય સરકારે
ગ્રેડ પે સહિતની માંગણીઓને   લઈને  વનરક્ષકો મેદાને  મુખ્યમંત્રીને આવેદન
રાજ્ય સરકારે હાલમાં જ પોલીસ કર્મચારીઓને વેતન વધારો સહિતનો લાભ આપ્યો હતો. જોકે, વન કર્મચારીઓની વર્ષો જૂની પગાર, બઢતી, ભરતી સહિતની પડતર માંગણીઓ સંદર્ભે આશ્વસન બાદ કોઈ નિરાકરણ નહિ લવાતા 29મીથી રાજ્યવ્યાપી હડતાલની ઘોષણા કરાઈ છે. ગુજરાત રાજ્ય વન કર્મચારી મહા મંડળ દ્વારા અગાઉ ગ્રેડ પે, બઢતી અને ભરતી રેસિયો સહિતના વર્ષો જુના પડતર પ્રશ્નોને લઈ રાજ્ય સરકારમાં રજુઆત કરાઈ હતી.
રાજ્ય સરકારે વન વિભાગના વનરક્ષક અને વનપાલના વર્ષો જુના પડતર પ્રશ્નો નિવારવાની ખાતરી આપી હતી. જોકે તેનું નિરાકરણ નહિ આવતા અગાઉની જાહેરાત મુજબ 28 ઓગસ્ટથી રાજ્યભરના વન કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર જવા મક્કમ બન્યા છે.
ભરૂચ જિલ્લામાં પણ વનપાલ અને વનરક્ષક તરીકે ફરજ બજાવતા 500 થી વધુ કર્મચારીઓએ આજે મંગળવારે નાયબ વન સંરક્ષકની કચેરી ખાતે ભેગા થઈ ડી.એફ.સી. અને એ.સી.એફ. ને મુખ્યમંત્રીને સંબોધતુ આવેદન પત્ર પાઠવ્યું હતું.
જેમાં ભરૂચ જિલ્લાના પણ તમામ વન કર્મચારીઓ રાજ્યના કર્મચારીઓ સાથે 29 ઓગસ્ટથી અચોકસ મુદતની હડતાલ ઉપર ઉતરી તમામ કામગીરીથી અળગા રહેશે તેવી જાહેરાત કરી છે.
Advertisement
Tags :
Advertisement

.