Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઘુડખર અભયારણ્યમાં મીઠાના ઉત્પાદનની કામગીરીને વન વિભાગે અટકાવી, 77 લાખનો મુદ્દામાલ કબ્જે

વન વિભાગ દ્વારા  આડેસર પાસેના રણ વિસ્તારમાં મીઠાના  ઉત્પાદન માટે ચાલતી કામગીરીને અટકાવી સાધન સામગ્રી સાથે રૂપિયા 77 લાખ 89 હજારનો મુદામાલ કબ્જે કરાયો છે, અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાખો એકર જમીન ધરાવતા કચ્છના નાના રણમાં જંગલી ગધેડાના બચાવ માટે ઘુડખર અભયારણ્ય અમલમાં છે, છતાં ઘણા વર્ષોથી પ્રતિબંધિત સ્થળે બેરોકટોક મીઠાના અગરો બની ગયા છે. મીઠું પકવવા અંદાજિત 20 ફૂટ મà«
ઘુડખર અભયારણ્યમાં મીઠાના ઉત્પાદનની કામગીરીને વન વિભાગે અટકાવી  77 લાખનો મુદ્દામાલ કબ્જે
વન વિભાગ દ્વારા  આડેસર પાસેના રણ વિસ્તારમાં મીઠાના  ઉત્પાદન માટે ચાલતી કામગીરીને અટકાવી સાધન સામગ્રી સાથે રૂપિયા 77 લાખ 89 હજારનો મુદામાલ કબ્જે કરાયો છે, અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાખો એકર જમીન ધરાવતા કચ્છના નાના રણમાં જંગલી ગધેડાના બચાવ માટે ઘુડખર અભયારણ્ય અમલમાં છે, છતાં ઘણા વર્ષોથી પ્રતિબંધિત સ્થળે બેરોકટોક મીઠાના અગરો બની ગયા છે. મીઠું પકવવા અંદાજિત 20 ફૂટ મોટા પાળાઓ ખડકાઈ ગયા છે. જ્યાં એકથી દોઢ ફૂટ પહોળી પાઇપ લાઈન મારફતે 25-25 કિલોમીટરના અંતરેથી ખારું પાણી ખેંચી ઠલવાઇ રહ્યું છે. આ પ્રકારના તો અસંખ્ય એકમો ધમધમી રહ્યા છે, જેને દૂર કરવા સંબધિત તંત્ર માટે મુશ્કેલ અને અશક્ય છે.
કચ્છના નાના રણ વિસ્તારમાં મીઠા અગરોનો પગપેસારો પ્રતિવર્ષ વધી રહ્યો છે.  ઘુડખર અભયારણ્ય બચાવ અંતર્ગત અમુક લોકો દ્વારા અંગત હિત માટે વિરોધ પણ કરવામાં આવતો રહ્યો છે. જ્યાં તાજેતરમાં આજ પ્રકારના વિરોધ દરમિયાન કાનમેર નજીકના રણ વિસ્તારમાં બન્ને જૂથના લોકો હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. જોકે સદભાગ્યે આ કિસ્સામાં કોઈજ અનિચ્છનીય ઘટના બની ન હતી. પરંતુ વર્ષોથી ચાલતી દબાણ પ્રવૃતિ સામે ઘટનાના ત્રણ દિવસ બાદ વન વિભાગ દ્વારા અચાનક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ 

નખત્રાણા લખપત ધોરીમાર્ગ પરના ઉગેડી ગામ નજીક અકસ્માતની ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
 
Advertisement
Tags :
Advertisement

.