ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિદેશમંત્રી એસ. જયશંકરે SCO Councilની 21મી બેઠકનું કર્યુ પ્રતિનિધિત્વ

સરકારના વડાઓની SCO કાઉન્સિલની 21મી બેઠક પહેલી નવેમ્બરના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાઈ હતી જેનુ પ્રતિનિધિત્વ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કર્યું હતું. આ બેઠકમાં SCO સભ્ય દેશો, નિરીક્ષક દેશો, SCOના મહાસચિવ, SCO પ્રાદેશિક આતંકવાદ વિરોધી સંરચના, તુર્કમેનિસ્તાનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને અન્ય આમંત્રિત મહાનુભાવોએ હાજરી આપી હતી.બેઠકને સંબોધતા વિદેશમંત્રીએ EAMના SCO પ્રદેશ સાથે
12:51 PM Nov 02, 2022 IST | Vipul Pandya
સરકારના વડાઓની SCO કાઉન્સિલની 21મી બેઠક પહેલી નવેમ્બરના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાઈ હતી જેનુ પ્રતિનિધિત્વ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કર્યું હતું. આ બેઠકમાં SCO સભ્ય દેશો, નિરીક્ષક દેશો, SCOના મહાસચિવ, SCO પ્રાદેશિક આતંકવાદ વિરોધી સંરચના, તુર્કમેનિસ્તાનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને અન્ય આમંત્રિત મહાનુભાવોએ હાજરી આપી હતી.
બેઠકને સંબોધતા વિદેશમંત્રીએ EAMના SCO પ્રદેશ સાથે ભારતના મજબૂત સાંસ્કૃતિક અને ઐતિહાસિક જોડાણો વિશે વાત કરી સાથે ખોરાક અને ઉર્જા સુરક્ષા, આબોહવા પરિવર્તન, વેપાર અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં બહુપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે ભારતની મક્કમ પ્રતિબદ્ધતા વિશે જણાવ્યુ. તેમણે 20 ઓક્ટોબર 2022ના રોજ વડાપ્રધાન મોદી દ્વારા વૈશ્વિક મિશન 'લાઇફ'ની શરૂઆત અને ખાદ્ય અને ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેની સુસંગતતા વિશે પણ વાત કરી હતી.

વિદેશ મંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું કે બિઝનેસ કેવી રીતે વધારવો
વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું કે, SCO સભ્યો સાથે અમારો કુલ વેપાર માત્ર 141 બિલિયન ડોલર છે, જેમાં અનેકગણો વધારો થવાની સંભાવના છે. કોઈ પણ એકાધિકાર વગરનો બજાર પ્રવેશ આપણા પરસ્પર લાભ માટે છે. 
અન્ય એક ટ્વીટમાં, વિદેશ મંત્રીએ કહ્યું કે ચાબહાર પોર્ટ અને આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર કનેક્ટિવિટી સુધારવામાં મદદ કરી શકે છે અને આ ક્ષેત્રમાં આર્થિક સંભાવનાઓને અનલૉક કરી શકે છે. તેમણે કહ્યું કે કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સે સભ્ય દેશોની સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરવું જોઈએ.
બેઠકનો મુખ્ય એજન્ડા વ્યાપાર અને આર્થિક હિતો પર કેન્દ્રિત હતો
સરકારના વડાઓની SCO કાઉન્સિલની બેઠક દર વર્ષે યોજાય છે. બેઠકનો મુખ્ય એજન્ડા વ્યાપાર અને આર્થિક હિતો પર કેન્દ્રિત રહે છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની વાર્ષિક સમિટ આ વર્ષે 15 અને 16 સપ્ટેમ્બરના રોજ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે અલગ-અલગ મુલાકાત કરી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રવાસે ગયા હતા.
Tags :
21stmeetingForeignMinisterGujaratFirstSCOCouncil
Next Article