Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીન સાથે સરહદ વિવાદ પર બ્રાઝિલમાં વિદેશમંત્રી જયશંકરનું મોટું નિવેદન

વિદેશમંત્રી એસ. જયશંકરે (S. Jaishankar) રવિવારે અમેરીકાના બ્રાઝિલમાં (Brazil) ચીનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અત્યારે આ કોઈ છૂપી વાત નથી, અમે ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. 1990ના દાયકામાં ચીન સાથે અમારી સમજૂતી થઈ હતી જેમાં અમે બંન્ને દેશોમાંથી કોઈ પણ દેશ પ્રતિબંધિત વિસ્તારોમાં સૈનિકો તૈનાત નહીં કરે અને કરારનું ઉલ્લંઘન નહીં કરે. ચીને તેનું પાલન નહી કરતા અમારા સં
ચીન સાથે સરહદ વિવાદ પર બ્રાઝિલમાં વિદેશમંત્રી જયશંકરનું મોટું નિવેદન
વિદેશમંત્રી એસ. જયશંકરે (S. Jaishankar) રવિવારે અમેરીકાના બ્રાઝિલમાં (Brazil) ચીનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અત્યારે આ કોઈ છૂપી વાત નથી, અમે ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. 1990ના દાયકામાં ચીન સાથે અમારી સમજૂતી થઈ હતી જેમાં અમે બંન્ને દેશોમાંથી કોઈ પણ દેશ પ્રતિબંધિત વિસ્તારોમાં સૈનિકો તૈનાત નહીં કરે અને કરારનું ઉલ્લંઘન નહીં કરે. ચીને તેનું પાલન નહી કરતા અમારા સંબંધોમાં સતત ઉતારચડાવ ચાલે છે.
સાઓ પાઉલોમાં (Sao Paulo) વિદેશમંત્રી ડૉ.એસ જયશંકરે (S. Jaishankar) કહ્યું કે, અમે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યાં છીએ અને દેશમાં આશાવાદી વાતાવરણ સ્થપાયું છે. આ એક એવું ભારત છે. જે હવે સક્ષમ છે. અમે યૂક્રેન-રશિયા યુદ્ધ દરમિયાન એક સંગઠિત પ્રયાસના માધ્યમથી મોટી સંખ્યામાં લોકોને ત્યાંથી બહાર લાવ્યા.
તેમણે સાઓ પાઉલોમાં (Sao Paulo) ભારતીય સમુદાયના લોકોની મુલાકાત કરી. અહીંથી તેઓ પરાગ્વે અને અર્જેન્ટીના પણ જશે. આ દરમિયાન તેમણે કહ્યું કે, અમારી પાસે 1990ના દશકામાં ચીન સાથે સમજૂતી છે. જે સરહદી વિસ્તાકરમાં મોટાપાયે સૈનિકો તૈનાત કરવા પર રોક લગાવે છે. તેમણે તેનું ઉલ્લંઘન કર્યું છે. તમે જાણો છો કે ગલવાન ઘાટીમાં શું થયું હતું. તે સમસ્યાનું સમાધાન નહોતું કરવામાં આવ્યું.
બંન્ને દેશોની (India China) હાલની સરહદી સ્થિતિ પર તેમણે જણાવ્યું કે, સંબંધ એકતરફી હોવો જોઈએ નહી. તેને જાળવી રાખવા માટે પરસ્પર સમ્માન હોવું જોઈએ. તેઓ અમારા પાડોશી છે. દરેક પોતાના પાડોશી સાથે હળીમળીને રહેવા ઈચ્છે છે. અંગત જીવનમાં અને દેશ તરીકે પણ, પરંતુ દરેક ઉચીત શરતો પર સાથે જ આગળ વધી શકે છે. મારે તમારું અને તમારે મારું સમ્માન કરવું જોઈએ. સંબંધો બેતરફી હોય છે. કોઈ પણ સ્થાયી સંબંધ એકતરફી હોય શકે નહી. અમારે પરસ્પર સમ્માન અને સંવેદનશીલતાની જરૂર છે અને હવે તે કોઈ રહસ્ય નથી કે અમે ખુબ કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ.
જ્યશંકરે બ્રાઝિલ અને ભારત વચ્ચે એક અસરકારક સેતુબંધની જેમ કામ કરવા માટે ભારતીય સમુદાયોનો આભાર માન્યો. તેમણે કહ્યું, ભારત-બ્રાઝિસ સંબંધ સારી ભાવના, મહાન સદ્ભાવ અને વધતો સહયોગ દર્શાવે છે. એક અસરકારક સેતુબંધ તરીકે સેવા કરવા માટે ભારતીય સમુદાયનો આભાર.
Advertisement
Tags :
Advertisement

.