G-20ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા વિદેશી ડેલિગેટ્સ, ભુજ એરપોર્ટ પર કરાયુ ઉષ્માભર્યુ સ્વાગત
ધોરડોના સફેદ રણ ખાતે યોજાનારી પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં ભાગ લેવા માટે જી-૨૦ સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિશ્રીઓ તેમજ સહભાગીઓ ભુજ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે પધારેલા પ્રતિનિધિશ્રીઓનું કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ પ્રસ્તુતિ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પનઘટ ગૃપ દ્વારા જોડિયા પાવા, ઘડો ઘàª
11:09 AM Feb 07, 2023 IST
|
Vipul Pandya
ધોરડોના સફેદ રણ ખાતે યોજાનારી પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં ભાગ લેવા માટે જી-૨૦ સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિશ્રીઓ તેમજ સહભાગીઓ ભુજ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે પધારેલા પ્રતિનિધિશ્રીઓનું કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ પ્રસ્તુતિ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પનઘટ ગૃપ દ્વારા જોડિયા પાવા, ઘડો ઘમેલો, સંતાર, મંજીરા, ખંજરી વગેરે કચ્છી લોકવાદ્યો સાથે કચ્છી લોક સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા લોકનૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
પ્રતિનિધિશ્રીઓએ પણ આ પળે કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તૃતિઓને ઉત્સાહભેર માણી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતના કચ્છના સફેદ રણની ધરતી ૭ થી ૯ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન G20 દેશોના પર્યટન ક્ષેત્રના પ્રતિનિધિશ્રીઓના મંડળની સાક્ષી બનશે.
પર્યટન મંત્રાલય દ્વારા યોજાઇ રહેલી G20 ના નેજા હેઠળ પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહની બેઠક કચ્છના ધોરડોમાં યોજાવા જઈ રહી છે. આ પ્રસંગે કેન્દ્રીય પ્રવાસન મંત્રી શ્રી જી.કિશન રેડ્ડી, કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમ રુપાલા પણ ડેલિગેશન સાથે પધાર્યા હતા.
ભુજ એરપોર્ટ ખાતે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પારૂલબેન કારા, ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, ત્રિકમભાઈ છાંગા, ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, અગ્રણી શ્રી વલમજીભાઈ હુંબલ, શિતલભાઈ શાહ, જિલ્લા કલેકટરશ્રી દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા સહિત અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ વગેરેએ ઉપસ્થિત રહીને પ્રતિનિધિશ્રીઓનું સ્વાગત કર્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article