Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને હળવો વરસાદ થઈ રહ્યો છે, જ્યારે દેશના બાકીના ભાગોમાં તે ટૂંક સમયમાં પહોંચે તેવી શક્યતા છે. દક્ષિણના રાજ્યો બાદ હવે ઉત્તર ભારતના રાજ્યોમાં ચોમાસું વધી રહ્યું છે. બિહારની સાથે ઉત્તર પ્રદેશમાં પણ ચોમાસાએ દસ્તક આપી છે. જોકે, સમગ્ર ઉત્તર પ્રદેશના લોકોએ ચોમાસાના વરસાદ માટે લગભગ એક અઠવાડિયા સુધી રાહ જોવી પડી શકે છે. વળી બીજી તરફ ગુજરાતમàª
02:40 AM Jun 28, 2022 IST | Vipul Pandya
દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને હળવો વરસાદ થઈ રહ્યો છે, જ્યારે દેશના બાકીના ભાગોમાં તે ટૂંક સમયમાં પહોંચે તેવી શક્યતા છે. દક્ષિણના રાજ્યો બાદ હવે ઉત્તર ભારતના રાજ્યોમાં ચોમાસું વધી રહ્યું છે. બિહારની સાથે ઉત્તર પ્રદેશમાં પણ ચોમાસાએ દસ્તક આપી છે. જોકે, સમગ્ર ઉત્તર પ્રદેશના લોકોએ ચોમાસાના વરસાદ માટે લગભગ એક અઠવાડિયા સુધી રાહ જોવી પડી શકે છે. વળી બીજી તરફ ગુજરાતમાં રવિવારે વરસાદ પડ્યા બાદ સોમવારે ગરમી અને બફારામાં લોકો રહેવા મજબૂર બન્યા હતા. 
દેશમાં હવે ચોમાસાની ઋતુની શરૂઆત થઇ ગઇ છે. વળી ગુજરાતમાં પણ વરસાદે આગમન કરી દીધું છે. સોમવારે સવારે 6 વાગ્યા સુધી ગુજરાતમાં લગભગ અઢી ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જે સાત ટકાથી વધુ છે. 251 તાલુકાઓમાંથી બે તાલુકાઓમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો નથી અને છમાં એક ટીપું પણ પડ્યું નથી. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ સ્થિતિ કઇંક આવી જ છે. રવિવારે અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો હતો, ત્યારે ગાંધીનગરમાં થોડો વરસાદ પડ્યા બાદ બંધ થતા ગરમી અને બફારામાં વધારો થયો છે. જોકે, આજે લોકોને આ બફારાથી રાહત મળી શકે છે. આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 
રાજ્યના કુલ 251 તાલુકાઓ પૈકી વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 327 મીમી અને સુરતના કામરેજમાં 275 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે 136 તાલુકાઓમાં 50 મીમીથી ઓછો વરસાદ નોંધાયો છે. 82 તાલુકાઓમાં 51 થી વધુ અને 125 મીમીથી ઓછો વરસાદ નોંધાયો છે. 25 તાલુકાઓમાં 126 મીમીથી વધુ અને 250 મીમીથી ઓછો વરસાદ નોંધાયો છે. સોમવારે સવારે 6 વાગ્યા સુધી રાજ્યના કુલ 42 તાલુકાઓમાં 100 મીમી કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. આમાંના મોટાભાગના તાલુકાઓ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છે.
MID અનુસાર, ફરી એકવાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે. હવે તે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશ થઈને દિલ્હી-એનસીઆર પહોંચશે. અગાઉ હવામાન વિભાગે 27મીએ દિલ્હીમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી, પરંતુ હવે ચોમાસાની નવી તારીખ મળી છે. આ અંતર્ગત ચોમાસું 30 જૂને દિલ્હી-NCR પહોંચશે. રાહતની વાત એ છે કે દિલ્હી-NCRમાં આજે પ્રી-મોન્સુન વરસાદ પડી શકે છે. જેના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળશે.
આ પણ વાંચો - રાજ્યમાં વીજળીના કડાકા સાથે મેઘો મહેરબાન, પહેલા જ વરસાદે સ્થાનિક તંત્રની ખોલી પોલ
Tags :
GujaratGujaratFirstheavyrainMonsoonRain
Next Article