રણજી ટ્રોફીના ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું, 9 બેટ્સમેનોએ કર્યો એકસાથે કર્યો ચમત્કાર
રણજી ટ્રોફી 2021-22ની ક્વાર્ટર ફાઈનલ મેચો બેંગ્લોરમાં રમાઈ રહી છે. આમાંથી એક મેચ બંગાળ અને ઝારખંડની ટીમ વચ્ચે રમાઈ રહી છે. બંગાળની ટીમે રણજી ટ્રોફીનો ઈતિહાસ તોડી નાખ્યો છે. બંગાળની ટીમ માટે જે પણ બેટ્સમેન મેદાન પર આવ્યો તેણે ટીમ માટે ઓછામાં ઓછા 50 રન બનાવ્યા. એક-બે નહીં પરંતુ 9 બેટ્સમેનોએ આવું કર્યું છે અને ટીમનો સ્કોર 770ને પાર કરી ગયો છે.રણજી ટ્રોફીના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે, જ્યા
રણજી ટ્રોફી 2021-22ની ક્વાર્ટર ફાઈનલ મેચો બેંગ્લોરમાં રમાઈ રહી છે. આમાંથી એક મેચ બંગાળ અને ઝારખંડની ટીમ વચ્ચે રમાઈ રહી છે. બંગાળની ટીમે રણજી ટ્રોફીનો ઈતિહાસ તોડી નાખ્યો છે. બંગાળની ટીમ માટે જે પણ બેટ્સમેન મેદાન પર આવ્યો તેણે ટીમ માટે ઓછામાં ઓછા 50 રન બનાવ્યા. એક-બે નહીં પરંતુ 9 બેટ્સમેનોએ આવું કર્યું છે અને ટીમનો સ્કોર 770ને પાર કરી ગયો છે.
રણજી ટ્રોફીના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે, જ્યારે કોઈ એક ટીમના 9 બેટ્સમેનોએ 50 કે તેથી વધુ રન બનાવ્યા હોય. બંગાળની ટીમે ઝારખંડ સામે 218.4 ઓવરની બેટિંગ કરી અને કુલ 773 રન બનાવ્યા. બંગાળની માત્ર 7 વિકેટ પડી હતી અને ટીમે દાવ ડિકલેર કરી દીધો હતો. આ રીતે તે પોતાનામાં એક રેકોર્ડ બની ગયો છે કે ટોચના 9 બેટ્સમેનોએ ફર્સ્ટ ક્લાસ મેચમાં ઓછામાં ઓછા 50 રન બનાવ્યા હતા.
બંગાળ તરફથી અભિષેક રમને 61, કેપ્ટન અભિમન્યુ ઇશ્વરન 65, સુદીપ ઘરમીએ 186, અનુસ્તુપ મજુમદાર 117, મનોજ તિવારીએ 73, વિકેટકીપર અભિષેક પોરેલે 68, શાહબાઝ અહેમદ 78, સયાન મોંડલે 53 અને આકાશ દીપે 53 રન બનાવ્યા હતા. આકાશે માત્ર 18 બોલમાં 8 સિક્સરની મદદથી 53 રન બનાવ્યા જે પોતાનામાં એક મોટી વાત છે. ટીમો આટલો મોટો સ્કોર બનાવે છે કારણ કે જો રણજી ટ્રોફીમાં મેચ ડ્રો થાય છે, તો જે ટીમ પ્રથમ દાવમાં વધુ રન બનાવે છે તેને આગળ રમવાની તક મળે છે. બંગાળની ટીમે પણ આવું જ કર્યું અને 770થી વધુ રન બનાવ્યા.
Advertisement