Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આઝાદી બાદ પહેલીવાર દેશમાં ચલણી નોટો પરની તસવીર બદલાશે, આ વિભૂતિઓના ફોટા મૂકવા વિચારણા

RBI ચલણી નોટોમાં મોટો બદવાવ કરવા જઇ રહી છે. હવે નવી નોટો પર મહાત્મા ગાંધીની સાથે આ રાષ્ટ્રીય વિભૂતિઓના ફોટાં હોઇ શકે છે. RBI હવે ચલણી નોટોમાં મોટા ફેરફારો પર વિચાર કરી રહી છે, નવી નોટ પર રવીન્દ્રનાથ ટાગોર અને અબ્દુલ કલામના ફોટા જોઈ શકાશે. દેશના ચલણ પર હવે ટૂંક સમયમાં રવીન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામનો ફોટો જોઈ શકશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને નાણા મંત્રાલય તેના ફેરફાર પર વિચાર ક
આઝાદી બાદ પહેલીવાર દેશમાં ચલણી નોટો પરની તસવીર બદલાશે  આ વિભૂતિઓના ફોટા મૂકવા વિચારણા
RBI ચલણી નોટોમાં મોટો બદવાવ કરવા જઇ રહી છે. હવે નવી નોટો પર મહાત્મા ગાંધીની સાથે આ રાષ્ટ્રીય વિભૂતિઓના ફોટાં હોઇ શકે છે. RBI હવે ચલણી નોટોમાં મોટા ફેરફારો પર વિચાર કરી રહી છે, નવી નોટ પર રવીન્દ્રનાથ ટાગોર અને અબ્દુલ કલામના ફોટા જોઈ શકાશે. દેશના ચલણ પર હવે ટૂંક સમયમાં રવીન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામનો ફોટો જોઈ શકશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને નાણા મંત્રાલય તેના ફેરફાર પર વિચાર કરી રહ્યા છે. હજુ સુધી આ મુદ્દે કોઇ અધિકારિક નિર્ણય લેવામાં આવ્યો નથી. જો કે તે માટેની પૂર્વ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેમાં ભારતીય રાષ્ટ્રગાનના રચિયતા કવિવર રવિન્દ્રનાથ ટાગોર છે. જ્યારે દેશના 'મિસાઇલ મેન ' તરીકે ઓળખાતા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ આ બંન્ને વિભૂતિઓનો સમાવેશ થાય છે.    
ભારતીય ચલણ પર ફોટાં
આઝાદી બાદ પહેલીવાર દેશમાં રિઝર્વ બેંક (RBI) પ્રથમ વખત નોટ પર ફોટો બદલવાનું વિચારી રહી છે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે રવીન્દ્રનાથ ટાગોર અને ડૉ. એપીજે અબ્દુલ કલામ (ડૉ. એપીજે અબ્દુલ કલામ)ના ફોટાને ભારતીય ચલણ પર મૂકવામાં આવશે. અત્યાર સુધી નોટો પર માત્ર મહાત્મા ગાંધીનો જ ફોટો જ જોવા મળતો હતો, પરંતુ હવે મહાત્મા ગાંધીની સાથે રવીન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામનો પણ નોટો પર જોઈ શકાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય રિઝર્વ બેંક કેટલીક  સિરિઝની નોટો પર ટાગોર અને કલામના ફોટાનો ઉપયોગ કરવા પર વિચાર કરી રહી છે. મુજબ નાણા મંત્રાલય અને આરબીઆઈ આ અંગે ટૂંક સમયમાં પગલાં લઈ શકે છે. આ પહેલીવાર છે જ્યારે આરબીઆઈ નોટ પર મહાત્મા ગાંધી સિવાયની પ્રખ્યાત હસ્તીઓના ફોટાનો ઉપયોગ કરવા પર વિચાર કરી રહી છે.
આઇઆઇટીના પ્રોફેસર દિલીપ શાહાનીને સેમ્પલ મોકલવામાં આવ્યા 
મિડિયા અહેવાલ મુજબ, નાણા મંત્રાલય અને આરબીઆઈ હેઠળના સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા વતી મહાત્મા ગાંધી, ટાગોર અને કલામના વોટરમાર્કવાળા ફોટોગ્રાફ્સના સેમ્પલના બે અલગ-અલગ સેટ આઈઆઈટી દિલ્હીના પ્રોફેસર દિલીપ ટી શાહાનીને મોકલવામાં આવ્યા છે. પ્રોફેસર શાહાનીને બેમાંથી એક સેટ પસંદ કરીને સરકાર સમક્ષ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉચ્ચ સ્તરીય બેઠકમાં તેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. 
યુએસ ડોલરમાં પણ અલગ-અલગ તસવીરો 
આ સિવાય અમેરિકા અને જર્મનીની કરન્સીમાં એલગ એગલ દેશનેતાઓના ફોટાં જોવા મળે છે.  આનાથી નોટોના કાળાબજાર પર રોક લગાવી શકાય આ પૂર્વે પણ મોડી સરકારે ડિમોન્ટાઇઝેશન કરીને 500 અને 1000 રુપિયાની ચલણી નોટો તાત્કાલિક ધોરણે બંધ કરી હતી.  અમેરિકી ડોલરમાં આજે પણ જ્યોર્જ વોશિંગ્ટન, બેન્જામિન ફ્રેન્કલિન, થોમસ જેફરસન, એન્ડ્ર્યુ જેક્સન, એલેક્ઝાન્ડર હેમિલ્ટન અને અબ્રાહમ લિંકન સહિત 19મી સદીના કેટલાક રાષ્ટ્રપતિઓની અલગ-અલગ તસવીરો જોવાં મળે છે.
Advertisement
Tags :
Advertisement

.