Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોલીસની વધશે તાકત, દેશમાં પ્રથમવાર ગુજરાત પોલીસ કરશે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ

ગુજરાત પોલીસ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતે અને નાગરિકોને સુરક્ષા આપવાની દીશામાં આગળ વધતી દેખાઇ રહી છે. ઘણી વખત આપણે જોઇ ચુક્યા છીએ કે પોલીસ કર્મચારી તો ક્યારેકે સામાન્ય માણસની ગેરવર્તણૂકના કિસ્સાઓ બને છે આવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, પરંતુ હવે પોલીસ આવા કિસ્સાઓ પર લગામ કસવા માટે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવા જઇ રહી છે.ગુજરાત પોલીસને હવે તેની ત્રીજી આંખ મળી ગઇ છે. જીહા, હàª
પોલીસની વધશે તાકત  દેશમાં પ્રથમવાર ગુજરાત પોલીસ કરશે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ
ગુજરાત પોલીસ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતે અને નાગરિકોને સુરક્ષા આપવાની દીશામાં આગળ વધતી દેખાઇ રહી છે. ઘણી વખત આપણે જોઇ ચુક્યા છીએ કે પોલીસ કર્મચારી તો ક્યારેકે સામાન્ય માણસની ગેરવર્તણૂકના કિસ્સાઓ બને છે આવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, પરંતુ હવે પોલીસ આવા કિસ્સાઓ પર લગામ કસવા માટે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવા જઇ રહી છે.
ગુજરાત પોલીસને હવે તેની ત્રીજી આંખ મળી ગઇ છે. જીહા, હવે પોલીસ સાથે કોઇ ગેરવર્તણૂક અથવા પોલીસ દ્વારા થતી ગેરવર્તણૂકને આ ત્રીજી આંખ જોઇ શકશે. સાથે જ પોલીસ વિભાગની કામગીરીને વધુ પારદર્શક બનાવવા માટે પોલીસ કર્મચારી બોડી કેમેરા લગાવશે. દેશમાં પ્રથમવાર ગુજરાત પોલીસ આ પ્રકારના કેમેરાનો ઉપયોગ કરશે. મળી રહેલી માહિતી અનુસાર, રાજ્ય સરકારે 10 હજાર બોડી વોર્ન કેમેરાની ખરીદી કરી છે. જેમાંથી 300 બોડી વોર્ન કેમેરા રાજકોટ પોલીસને ફાળવાયા છે. આ બોડી વોર્ન કેમેરાની ખાસ વાત કરીએ તો તેમા 8થી 10 કલાકનું રેકોર્ડિંગ કરી શકાય છે. આ કેમેરામાં 15થી 20 મીટર સુધીના દ્રશ્યો પણ કેદ થઇ શકે છે. ખાસ કરીને રાજ્યમાં ટ્રાફિક શાખાના કર્મચારીઓને બોડી વોર્ન કેમેરા મળવાના છે. 

ગુજરાત પોલીસ હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ક્રાઇમને નહીંવત કરવાનો પ્રયત્ન કરતી જોવા મળશે. ઘણીવાર બનતું હોય છે કે, પોલીસ અને નાગરિકો વચ્ચે કોઇ બાબતે ઘર્ષણ થઇ જતું હોય છે હવે આવું થશે ત્યારે પોલીસને મળેલા બોડી વોર્ન કેમેરાની મદદથી તે જાણી શકાશે કે સાચુ કોણ છે અને ખોટું કોણ છે. અમેરિકાની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિદેશની માફક પબ્લીક અને પોલીસ વચ્ચે સુમેળ ભર્યા સબંધો સચવાઈ રહે તે માટે ખાસ આ બોડી વ્રન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. 

Advertisement
Tags :
Advertisement

.