Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાલારામાં આવેલા રામદેવ સેવાશ્રમમાં પ્રથમ નોરતે માનસિક દિવ્યાંગો પણ ગરબે ઘૂમ્યા

નવરાત્રી(Navratri)નાં પ્રારંભે માનવજ્યોત સંસ્થા ભુજ (Bhuj)સંચાલિતશ્રી રામદેવ સેવાશ્રમ પાલારા (Ramdev Sewashram Palara)ખાતે કચ્છનાં માનસિક દિવ્યાંગો પણ રાસ  ગરબામાં જોડાઇ નવરાત્રી મહોત્સવ મનાવી રહ્યા છે. આશ્રમ સ્થળે દરરોજ સાંજે 5 થી 7 ભુજ શહેરનાં જુદા જુદા વિસ્તારોનાં વિવિધ મહિલા મંડળો અહીં પધારી આશ્રમનાં માનસિક દિવ્યાંગ ભાઇ બહેનોને રાસ ગરબા રમાડે છે. બહેનો પોતાની સાથે આ માનસિક દિવ્યાંગ ભાઇ બહેનોને
પાલારામાં આવેલા રામદેવ સેવાશ્રમમાં પ્રથમ નોરતે માનસિક દિવ્યાંગો પણ ગરબે ઘૂમ્યા
નવરાત્રી(Navratri)નાં પ્રારંભે માનવજ્યોત સંસ્થા ભુજ (Bhuj)સંચાલિતશ્રી રામદેવ સેવાશ્રમ પાલારા (Ramdev Sewashram Palara)ખાતે કચ્છનાં માનસિક દિવ્યાંગો પણ રાસ  ગરબામાં જોડાઇ નવરાત્રી મહોત્સવ મનાવી રહ્યા છે. આશ્રમ સ્થળે દરરોજ સાંજે 5 થી 7 ભુજ શહેરનાં જુદા જુદા વિસ્તારોનાં વિવિધ મહિલા મંડળો અહીં પધારી આશ્રમનાં માનસિક દિવ્યાંગ ભાઇ બહેનોને રાસ ગરબા રમાડે છે. બહેનો પોતાની સાથે આ માનસિક દિવ્યાંગ ભાઇ બહેનોને જોડે રમાડે છે. જેથી આ માનસિક દિવ્યાંગો પણ હોંશે હોંશે રાસ ગરબા રમે છે.
પ્રથમ દિવસે ભુજ શહેરનાં ભાનુશાલીનગર પાછળ આવેલ શ્રી રઘુવંશીનગર મહિલા મંડળનાં 30 બહેનો માલાબેન જોશી, સરલાબેન ગોસ્વામી, કંચનબેન ગોરની આગેવાની હેઠળ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા - કચ્છ સ્થળે રાસ  ગરબાની રમઝટ જમાવી હતી. રબારી સમાજનાં મહિલાઓ પોતાના અસલ પહેરવેશમાં રાસ ગરબામાં જોડાયા હતા અને માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું. 
નવરાત્રીનાં નવ દિવસ સાંજે 5 થી 7 ભુજ શહેરનાં વિવિધ મહિલા મંડળો શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે નવરાત્રી મહોત્સવમાં જોડાશે. 
આ નવરાત્રીની વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, આનંદ રાયસોની, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, વાલજી કોલી, કલ્પનાબેન લાલને સહકાર આપ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.