Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આઝાદી બાદ પહેલી વાર ભારતને મળશે 8 ચિત્તા, MPના જંગલમાં છોડશે

આઝાદીના 75 વર્ષ બાદ ભારતના જંગલોમાં ચિત્તા વિહરતા જોવા મળશે. ભારતમાં 1947ની સાલમાં છેલ્લા જીવિત ચિત્તાનું મોત થયું હતું તે પછી ભારતના જંગલમાં ચિત્તાનું કોઈ અસ્તિત્વ રહ્યું નહોતું પરંતુ હવે આઝાદીના 75 વર્ષ બાદ નજારો બદલાઈ રહ્યો છે. સાઉથ આફ્રિકાએ ભારતને 8 ચિત્તા આપવાની તૈયારી દેખાડી હોવાથી હવે આગામી 17 સપ્ટેમ્બરે, પ્રધાનમંત્રી મોદી તેમના જન્મદિવસે મધ્યપ્રદેશના કુનો પાલપુર અભયારણ્àª
આઝાદી બાદ પહેલી વાર ભારતને મળશે 8 ચિત્તા  mpના જંગલમાં છોડશે

આઝાદીના 75 વર્ષ બાદ ભારતના જંગલોમાં ચિત્તા વિહરતા જોવા મળશે. ભારતમાં 1947ની સાલમાં છેલ્લા જીવિત ચિત્તાનું મોત થયું હતું તે પછી ભારતના જંગલમાં ચિત્તાનું કોઈ અસ્તિત્વ રહ્યું નહોતું પરંતુ હવે આઝાદીના 75 વર્ષ બાદ નજારો બદલાઈ રહ્યો છે. સાઉથ આફ્રિકાએ ભારતને 8 ચિત્તા આપવાની તૈયારી દેખાડી હોવાથી હવે આગામી 17 સપ્ટેમ્બરે, પ્રધાનમંત્રી મોદી તેમના જન્મદિવસે મધ્યપ્રદેશના કુનો પાલપુર અભયારણ્યમાં 8 આફ્રિકી ચિત્તાને છોડશે. આ માટે મધ્યપ્રદેશ સરકારે તૈયારી પૂરી કરી લીધી છે. 

Advertisement



17 સપ્ટેમ્બરનો દિવસ રાજ્ય માટે ઐતિહાસિક- સીએમ 
ચિત્તાને જંગલમાં છોડવાની તૈયારીના ભાગરુપે અને પીએમ મોદીની મુલાકાત પહેલા રવિવારે સીએમ શિવરાજસિંહ ચોહાણ અને કેન્દ્રીય ફોરેસ્ટ મિનિસ્ટર ભુપેન્દર યાદવ કુનો અભયારણ્ય પહોંચ્યાં હતા અને ત્યાંની પરિસ્થિતિની સમિક્ષા કરી હતી. આ પ્રસંગે સીએમ ચોહાણે કહ્યું કે 17 સપ્ટેમ્બરનો દિવસ રાજ્ય માટે ઐતિહાસિક રહેવાનો છે. ફક્ત ભારતમાંથી જ નહીં પરંતુ એશિયા ખંડમાંથી નામશેષ થયેલા ચિત્તા ફરી વાર પીએમ મોદીની હાજરીમાં અહીં આવી રહ્યાં છે. આફ્રિકી દેશ નામ્બિયાથી 4 નર અને 4 માદા ચિત્તા લાવવામાં આવી રહ્યાં છે અને તેને કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવશે આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આખો રિલોકેશનનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. 




વર્લ્ડમાં પહેલા પ્રકારનો પ્રયોગ 
કેન્દ્રીય ફોરેસ્ટ મિનિસ્ટર ભુપેન્દર યાદવે કહ્યું કે 17 સપ્ટેમ્બરે ચિત્તા દેશમાં પાછા આવી રહ્યાં છે. વર્લ્ડમાં આ પહેલા એવા પ્રકારનો પ્રોજેક્ટ છે જેમાં જંગલી ચિત્તાને બહારથી લાવીને અહીં છોડવામાં આવી રહ્યાં છે. આ પ્રોજેક્ટ 5 વર્ષ ચાલશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી આ પ્રસંગને શોભાવશે. 

Advertisement


17 સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ
ઉલ્લેખનીય છે કે 17 સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ છે અને આ દિવસે તેઓ ભારતને ચિત્તાની ભેટ આપશે. 
Tags :
Advertisement

.