RSSની દશેરા રેલીમાં પહેલીવાર મુખ્ય મહેમાન બનશે આ મહિલા
રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘ(Rashtriya Swayam sevakSangh)ની સ્થાપના થઈ ત્યારથી દર વર્ષે સંઘ નાગપુર (Nagpur)ના રેશમબાગ મેદાનમાં દશેરા (Dussehra)પર કાર્યક્રમોનું આયોજન કરે છે. આ કાર્યક્રમમાં દર વર્ષે કોઈને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવે છે. વર્ષ 1925 થી દર વર્ષે આ કાર્યક્રમમાં કોઈને કોઈ પુરુષ મુખ્ય મહેમાન હાજરી આપે છે. પરંતુ આ વર્ષે સંઘે તેની પ્રથા બદલી છે. તેથી, દશેરા પર યોજાનાર કાર્યક્રમ માટે સંઘે બે વખત મà
રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘ(Rashtriya Swayam sevakSangh)ની સ્થાપના થઈ ત્યારથી દર વર્ષે સંઘ નાગપુર (Nagpur)ના રેશમબાગ મેદાનમાં દશેરા (Dussehra)પર કાર્યક્રમોનું આયોજન કરે છે. આ કાર્યક્રમમાં દર વર્ષે કોઈને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવે છે. વર્ષ 1925 થી દર વર્ષે આ કાર્યક્રમમાં કોઈને કોઈ પુરુષ મુખ્ય મહેમાન હાજરી આપે છે. પરંતુ આ વર્ષે સંઘે તેની પ્રથા બદલી છે. તેથી, દશેરા પર યોજાનાર કાર્યક્રમ માટે સંઘે બે વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા સંતોષ યાદવને આમંત્રણ આપ્યું છે.
રાષ્ટ્ર સેવિકા સમિતિની સ્થાપના કરી હતી
જો કે, વર્ષ 1936માં સંઘે તેની મહિલા વિંગ રાષ્ટ્ર સેવિકા સમિતિની સ્થાપના કરી હતી. એ વખતે લક્ષ્મીબાઈ કેલકરને બોલાવવામાં આવ્યા. પરંતુ અત્યાર સુધી કોઈ મહિલા RSSના દશેરા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી નથી.
5 ઓક્ટોબરે નાગપુરના રેશમબાગ મેદાનમાં યોજાશે
RSSનો આ કાર્યક્રમ 5 ઓક્ટોબરે નાગપુરના રેશમબાગ મેદાનમાં યોજાશે. જ્યાં સંઘ પ્રમુખ મોહન ભાગવત પહેલા શસ્ત્ર પૂજન કરશે. ત્યારબાદ સંઘના સ્વયંસેવકો શારીરિક ક્ષમતાનું પ્રદર્શન કરશે. મુખ્ય મહેમાન સંતોષ યાદવ સ્વયંસેવકો અને સામાન્ય જનતાને સંબોધશે. આ પછી સરસંઘચાલક મોહન ભાગવતનું ભાષણ થશે.
નોંધનીય છે કે સ્વૈચ્છિક સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કેશવ બલરામ હેડગેવાર દ્વારા કરવામાં આવી હતી. આરએસએસની સ્થાપના 27 સપ્ટેમ્બર 1925ના રોજ વિજયાદશમીના દિવસે કરવામાં આવી હતી. 2025માં આ સંસ્થા 100 વર્ષની થઈ જશે. સંઘના પ્રથમ સરસંઘચાલક હેડગેવારે પોતાના ઘરે એક પરિસંવાદમાં સંઘની રચનાની યોજના બનાવી હતી. આ બેઠકમાં હેડગેવારની સાથે વિશ્વનાથ કેલકર, ભાઈજી કાવરે, અન્ના સાહને, બાલાજી હુદ્દર, બાપુરાવ ભેડી વગેરે હાજર હતા. સંઘનું નામ શું હશે, પ્રવૃત્તિઓ શું હશે, બધું જ સમયાંતરે ક્રમશઃ નક્કી કરવામાં આવ્યું
Advertisement