Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

થપ્પડ વિવાદ બાદ હવે સ્મિથ-રોક પર એકેડમીએ શરૂ કરી ઔપચારિક તપાસ

ઓસ્કર સ્ટેજ પર વિલ સ્મિથ અને ક્રિસ રોકની સમગ્ર ઘટનાએ દુનિયાભરના લોકોનું ધઅયાન પોતાની તરફ ખેંચ્યું છે. 94મા ઓસ્કારમાં સ્ટેજ પર વિલ સ્મિથે કોમેડિયન ક્રિસ રોકને થપ્પડ મારી દીધો હતો. જેના એક દિવસ પછી, વિલ સ્મિથે જાહેરમાં તેની માફી માંગી છે. સ્મિથે ઈન્સ્ટાગ્રામ પર માફી પત્ર શેર કરતા કહ્યું કે, તે શરમ અનુભવે છે અને તેમનું વર્તન અસ્વીકાર્ય અને અક્ષમ્ય હતું.જોકે, તેમણે સ્ટેજ પર ઉભા રહીને à
થપ્પડ વિવાદ બાદ હવે સ્મિથ રોક પર એકેડમીએ શરૂ કરી ઔપચારિક તપાસ
ઓસ્કર સ્ટેજ પર વિલ સ્મિથ અને ક્રિસ રોકની સમગ્ર ઘટનાએ દુનિયાભરના લોકોનું ધઅયાન પોતાની તરફ ખેંચ્યું છે. 94મા ઓસ્કારમાં સ્ટેજ પર વિલ સ્મિથે કોમેડિયન ક્રિસ રોકને થપ્પડ મારી દીધો હતો. જેના એક દિવસ પછી, વિલ સ્મિથે જાહેરમાં તેની માફી માંગી છે. સ્મિથે ઈન્સ્ટાગ્રામ પર માફી પત્ર શેર કરતા કહ્યું કે, તે શરમ અનુભવે છે અને તેમનું વર્તન અસ્વીકાર્ય અને અક્ષમ્ય હતું.
જોકે, તેમણે સ્ટેજ પર ઉભા રહીને બધાની સામે આ વર્તન બદલ માફી માંગી હતી. પરંતુ હવે તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા વિશ્વભરમાં હાજર તેના ચાહકોની માફી માંગી છે. વિલ સ્મિથે પોતાની પોસ્ટમાં લખ્યું - 'કોઈપણ પ્રકારની હિંસા ઝેરી અને વિનાશક છે. ગઈકાલે રાત્રે એકેડેમી એવોર્ડ્સમાં મારું વર્તન અસ્વીકાર્ય હતું અને અહીં કોઈ બહાનું કામ કરશે નહીં. મારા મતે, જોક્સ અમારા કામનો એક ભાગ છે, પરંતુ જેડા (વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથ)ની મેડિકલ કન્ડિશન પર મજાક કરવી મારા માટે ખૂબ જ વધારે હતુ, હું તે સહન ન કરી શક્યો અને ભાવનાત્મક રીતે પ્રતિક્રિયા આપી દીધી. 'હું જાહેરમાં માફી માંગવા માંગુ છું, ક્રિસ. મેં મારી મર્યાદા ઓળંગી અને હું ખોટો હતો. હું શરમ અનુભવું છું અને મારી એક્શન એવી વ્યક્તિની નથી જે હું બનવા માંગુ છું. પ્રેમ અને દયાથી ભરેલી આ દુનિયામાં હિંસાનું કોઈ સ્થાન નથી. હું એકેડેમી, શોના નિર્માતાઓ, કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ લોકો અને શો જોઈ રહેલા વિશ્વભરના લોકોની પણ માફી માંગવા માંગુ છું. હું વિલિયમ્સ પરિવાર અને મારા કિંગ રિચાર્ડ પરિવારની પણ માફી માંગવા માંગુ છું. મને ખૂબ જ દુઃખ છે કે મારા વર્તનથી અદ્ભુત પ્રવાસ પર ડાઘ પડી ગયો છે." સ્મિથે અંતમાં લખ્યું, "હું અત્યારે મારા પોતાના પર કામ કરી રહ્યો છું." 
Advertisement

દરમિયાન, એકેડેમી ઑફ મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાયન્સે રવિવારે રાત્રે વિલની આ એક્શન પર નિંદા કરી અને ક્રિસને થપ્પડ મારવાની તપાસ શરૂ કરી. એપી ન્યૂઝ એજન્સી અનુસાર, ફિલ્મ એકેડમીએ એક નિવેદનમાં લખ્યું: "એકેડમી ગઈકાલે રાતના શોમાં સ્મિથના કાર્યની નિંદા કરે છે. અમે સત્તાવાર રીતે આ ઘટનાની ઔપચારિક સમીક્ષા શરૂ કરી દીધી છે અને અમે અમારા ઉપનિયમો, આચાર અને આચરણના નિયમો અને કેલિફોર્નિયાના કાયદા અનુસાર આગળની કાર્યવાહી અને પરિણામોની તપાસ કરીશું.
Tags :
Advertisement

.