Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટુ વ્હિલર ચલાવતી વખતે જો શ્વાન પાછળ પડે તો અપનાવો આ ટ્રિક, આપોઆપ જતા રહેશે દૂર

ભારતની વસ્તીનો મોટો ભાગ બાઇક કે પછી સ્કૂટર જેવા ટુ વ્હિલર પર મુસાફરી કરે છે. જો તમે પણ આવા ટુ વ્હિલર પર મુસાફરી કરો છો, તો તમને એક યા બીજા સમયે એવો અનુભવ થયો જ હશે કે વ્હિકલ ચલાવતી વખતે, જો તમે કોઈ એવી જગ્યાએથી પસાર થાવ જ્યાં શ્વાન બેઠા હોય, તો તેઓ તમારી સામે ભસવા લાગે છે અને બાઇકનો પીછો કરે છે. આવી સ્થિતિ ઘણી ખતરનાક બની શકે છે. આવામાં જો સવારનો પોતાના પર કાબૂ ન રહે તો અકસ્માત થઈ શકે છે. આ àª
ટુ વ્હિલર ચલાવતી વખતે જો શ્વાન પાછળ પડે તો અપનાવો આ ટ્રિક  આપોઆપ જતા રહેશે દૂર
ભારતની વસ્તીનો મોટો ભાગ બાઇક કે પછી સ્કૂટર જેવા ટુ વ્હિલર પર મુસાફરી કરે છે. જો તમે પણ આવા ટુ વ્હિલર પર મુસાફરી કરો છો, તો તમને એક યા બીજા સમયે એવો અનુભવ થયો જ હશે કે વ્હિકલ ચલાવતી વખતે, જો તમે કોઈ એવી જગ્યાએથી પસાર થાવ જ્યાં શ્વાન બેઠા હોય, તો તેઓ તમારી સામે ભસવા લાગે છે અને બાઇકનો પીછો કરે છે. આવી સ્થિતિ ઘણી ખતરનાક બની શકે છે. આવામાં જો સવારનો પોતાના પર કાબૂ ન રહે તો અકસ્માત થઈ શકે છે. આ સાથે શ્વાન પણ કરડી શકે છે. જો તમે ક્યારેય આવી સ્થિતિમાં ફસાઈ ગયા હોવ અને આવી કોઈ ટ્રિક જાણવા માગો છો, જેથી તમારી બાઇક પર રહેલો શ્વાન ભસશે કે પીછો ન કરે, તો આ લેખ તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

કૂતરાઓને બાઇકનો પીછો કરતા અને ભસતા અટકાવવાની યુક્તિ
શ્વાનને બાઇકનો પીછો કરતા અને ભસતા રોકવા માટે તમે મનોવૈજ્ઞાનિક યુક્તિ અપનાવી શકો છો. વાસ્તવમાં તમે નોંધ્યું હશે કે જ્યારે તમે હાઇ સ્પીડમાં બાઇક ચલાવો છો, ત્યારે જ શ્વાન તમારા પર ભસતા હોય છે અને બાઇકનો પીછો કરે છે. જ્યારે પણ તમે તે જ રસ્તા પર ધીમી ગતિએ બાઇક પર નીકળ્યા હોવ, ત્યારે શ્વાનતમારો પીછો નથી કરતા અને ન તો શ્વાન તમારા પર ભસતા હોય છે. એટલે કે, જો તમે શ્વાનને જોઈને તમારી બાઇક કે સ્કૂટર ધીમું કરો અને પછી ધીમે ધીમે ત્યાંથી નીકળી જાઓ, તો કૂતરાઓ ભસશે નહીં કે તમારી બાઇકનો પીછો કરશે નહીં.
આ  સિવાય જો  તમે બાઇક કે સ્કૂટર થોડીક વાર માટે  રોકી શકો છો.શ્વાન આપોઆપ ત્યાંથી દૂર થઇ જશે. તમારે માત્ર એ વાતનું ધ્યાન રાખવું પડશે કે જ્યારે શ્વાન ભસતા હોય ત્યારે તમે ગભરાશો નહીં અને મોટરસાઇકલને ખૂબ ઝડપથી ચલાવશો નહીં. જો તમે આમ કરો છો તો આ અકસ્માત થવાની શક્યતા વધી જાય છે.
Advertisement
Tags :
Advertisement

.