Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચશ્માંના નિશાનને દૂર કરવા આજથી જ અપનાવો આ ઉપાયો

આજની બદલાતી જીવનશૈલી અને ખાવાની બદલતી ટેવ પણ આપણી આંખોને અસર કરે છે. આજે તમે જોશો તો નાની ઉંમરે બાળકોની આંખો નબળી પડી જાય છે, અને તેમને ચશ્માં  પહેરવાની જરૂર પડે છે. ચશ્માંનો સતત ઉપયોગ કરવાથી આંખો પર ચશ્માના નિશાન થઈ જાય છે. પરંતુ સમય જતા આ નિશાન તમારા ચહેરાની ચમક છીનવી લે છે. ત્યારે તમારે  ચહેરાના નિશાનને અવગણવું જોઈએ નહીં. ચશ્માંના નિશાનને નાબૂદ કરવા માટે આ ઘરેલું ઉપાયની મદદથી તàª
ચશ્માંના નિશાનને દૂર કરવા આજથી જ અપનાવો આ ઉપાયો
આજની બદલાતી જીવનશૈલી અને ખાવાની બદલતી ટેવ પણ આપણી આંખોને અસર કરે છે. આજે તમે જોશો તો નાની ઉંમરે બાળકોની આંખો નબળી પડી જાય છે, અને તેમને ચશ્માં  પહેરવાની જરૂર પડે છે. ચશ્માંનો સતત ઉપયોગ કરવાથી આંખો પર ચશ્માના નિશાન થઈ જાય છે. પરંતુ સમય જતા આ નિશાન તમારા ચહેરાની ચમક છીનવી લે છે. 
ત્યારે તમારે  ચહેરાના નિશાનને અવગણવું જોઈએ નહીં. ચશ્માંના નિશાનને નાબૂદ કરવા માટે આ ઘરેલું ઉપાયની મદદથી તમે આ નિશાનોથી છુટકારો મેળવી શકો છો. તો ચાલો અહીં અમે તમને ડાઘ દૂર કરવાના ઘરેલું ઉપાય જાણીએ.
બટેટા 
 સામાન્ય  રીતે  બટાટા ત્વચા પરના ડાઘોને દૂર કરવામાં  મદદરૂપ થતાં  હોય છે. બટાટાના રસમાં બ્લીચિંગની  અસર  જોવા મળતી હોય છે તેથી તેનો ઉપયોગ ત્વચા પર ખીલના ડાઘથી છુટકારો મેળવવા માટે થાય છે.
ગુલાબનું જળ :
તમે ચશ્માથી છૂટકારો મેળવવા માટે ગુલાબજળનો ઉપયોગ પણ કરી શકો છો,ગુલાબજળમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે,જેના કારણે તે ત્વચા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
મધનો ઉપયોગ કરો:

મધમાં એન્ટી-એલર્જિક,એન્ટીઓકિસડન્ટ ગુણ હોય છે જે ત્વચા પરના કોઈપણ ડાઘને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક છે. પહેલા એક ચમચી મધ અને એક ચમચી દૂધ લો.બંનેને બરાબર મિક્ષ કરી લો.આ મિશ્રણને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો.આ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. થોડા દિવસોમાં જ તમારા ચેહરા પરના ડાઘ દૂર થઈ જશે.
બદામના તેલથી માલિશ કરો:
બદામના તેલમાં વિટામિન સી જોવા મળે છે,તેથી ચહેરાના ફોલ્લીઓ દૂર કરવામાં બદામનું તેલ ખૂબ અસરકારક છે.આ તેલને ડાઘવાળા વિસ્તારમાં દરરોજ લગાવવું.ચશ્માને કારણે થતા ડાઘોને દૂર કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.
Advertisement
Tags :
Advertisement

.