આસામમાં પૂરનું તાંડવ, PI અને કોન્સ્ટેબલનું તણાઈ જવાથી મોત
આસામમાં અવિરત વરસાદના કારણે પૂરની સ્થિતિ વિકટ છે. પૂરના કારણે ઘરો પાણીમાં ડૂબી ગયા છે, અહીં ચારેબાજુએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પૂરથી વન્ય પ્રાણીઓ પણ પરેશાન થયા છે. આસામના 28 જિલ્લાઓમાં આ વર્ષે પૂરથી લાખોની સંખ્યામાં લોકો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 65 લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂરના કારણે આસામમાં અનેક મકાનો ધરાશાયી થયા છે, રસ્તાઓ પાણીમàª
આસામમાં અવિરત વરસાદના કારણે પૂરની સ્થિતિ વિકટ છે. પૂરના કારણે ઘરો પાણીમાં ડૂબી ગયા છે, અહીં ચારેબાજુએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પૂરથી વન્ય પ્રાણીઓ પણ પરેશાન થયા છે. આસામના 28 જિલ્લાઓમાં આ વર્ષે પૂરથી લાખોની સંખ્યામાં લોકો ખરાબ રીતે પ્રભાવિત થયા છે.
રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 65 લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂરના કારણે આસામમાં અનેક મકાનો ધરાશાયી થયા છે, રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર-ઠેર પૂરના જોરદાર પ્રવાહમાં લોકો ડૂબી જવાના અહેવાલો મળી રહ્યા છે. નવીનતમ અકસ્માતમાં, રવિવારે મોડી રાત્રે નાગાંવ જિલ્લાના કામપુર વિસ્તારમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને એક પોલીસ અધિકારી તણાઈ જવાથી તેમના મોત થયા હતા.
Advertisement
મળી રહેલી માહિતી અનુસાર, અકસ્માત બાદ કોન્સ્ટેબલનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે ગુમ થયેલા પોલીસ અધિકારીની શોધ હજુ ચાલુ છે. દરમિયાન, આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ તાજેતરની પૂરની સ્થિતિની સમીક્ષા કરવા સોમવારે ડેપ્યુટી કમિશનર (DCs) અને સબ-ડિવિઝનલ ઓફિસર્સ (સિવિલ) - SDO સાથે બેઠક યોજીને આપત્તિની તૈયારીની જાણકારી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, આસામમાં રવિવારે પૂર સંબંધિત ઘટનાઓને કારણે કુલ 10 લોકો ગુમ થયા હતા. કચર જિલ્લામાં રવિવારે ભૂસ્ખલનને કારણે ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે પૂરમાં છ લોકોના મોત થયા હતા. મહત્વનું છે કે, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, આસામમાં હાલમાં 33 જિલ્લાના 5,137 ગામોના 42,28,157 લોકો ગંભીર પૂરની ઝપટમાં છે. દરમિયાન, હવામાન વિભાગે રાજ્યના ત્રણ જિલ્લાઓ માટે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં આગામી 24 કલાકમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.