ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આસામમાં પૂરનો પ્રકોપ, સાતના મોત અને બે લાખ કરતા વધારે લોકો પ્રભાવિત

વર્તમાન સમયે દેશના અનેક વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે. તો બીજી તરપ એવો વિસ્તાર પણ છે કે જયાં પૂરે તબાહી મચાવી છે. ઉત્તર પૂર્વના રાજ્ય આસામની અંદર પૂરના કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે. અનેક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે. તો આ તબાહીના કારણે કેટલાક લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. અનેક જગ્યાઓ પર રેલવેના પાટા ધોવાઇ ગયા છે અને કેટલીક જગ્યા પર ભૂ સ્ખલન પણ થયું છે. ટ્રેનો અને વાà
06:30 PM May 17, 2022 IST | Vipul Pandya
વર્તમાન સમયે દેશના અનેક વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે. તો બીજી તરપ એવો વિસ્તાર પણ છે કે જયાં પૂરે તબાહી મચાવી છે. ઉત્તર પૂર્વના રાજ્ય આસામની અંદર પૂરના કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે. અનેક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે. તો આ તબાહીના કારણે કેટલાક લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. અનેક જગ્યાઓ પર રેલવેના પાટા ધોવાઇ ગયા છે અને કેટલીક જગ્યા પર ભૂ સ્ખલન પણ થયું છે. ટ્રેનો અને વાહનો પાણીમાં ડૂબ્યા હોય તેવી તસવીરો પણ સામે આવી છે.
આસામના કચર જિલ્લામાં પૂર અને ભૂસ્ખલનને કારણે વધુ બે મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 7 થયો છે. આસામના  24 જિલ્લામાં અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકો પૂરના કારણે પ્રભાવિત થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ આસામના કચર જિલ્લામાં બે લોકોના મોત થયા હતા, જ્યારે અગાઉ દિમા હસાઓ (4) અને લખીમપુર (1) જિલ્લામાં ભૂસ્ખલનથી પાંચ લોકોના મોત થયા હતા.અધિકારીઓના જણાવ્યા અનુસાર કચર જિલ્લામાં પૂર અને ભૂસ્ખલનના કારણે 6 લોકો લાપતા છે. 
24 જિલ્લાના 811 ગામો પ્રભાવિત
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ બુલેટિનમાં જણાવાયું છે કે 24 જિલ્લાના 811 ગામોમાં 2,02,385 લોકો પ્રભાવિત થયા છે અને લગભગ 6,540 ઘરોને આંશિક અથવા સંપૂર્ણ નુકસાન થયું છે. 33,300 થી વધુ લોકોએ 72 રાહત શિબિરોમાં આશ્રય લીધો છે, જ્યારે જિલ્લા વહીવટીતંત્રે 27 રાહત વિતરણ કેન્દ્રો ખોલ્યા છે.
સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં કચર, દિમા હસાઓ, હોજાઈ, ચરાઈડિયો, દરંગ, ધેમાજી, ડિબ્રુગઢ, બજલી, બક્સા, વિશ્વનાથ અને લખીમપુર છે. ઉત્તરપૂર્વ ફ્રન્ટિયર રેલ્વે (NFR)ના દિમા-હસાઓ જિલ્લા હેઠળના પહાડી વિભાગમાં પરિસ્થિતિ ગંભીર હતી. કારણ કે પર્વતીય વિસ્તારમાં વરસાદ ચાલુ છે, જેનાથી લુમડિંગ-બદરપુર સિંગલ લાઇન રેલ્વે માર્ગને અસર થઈ છે. આસામમાં લુમડિંગ-બદરપુર વિભાગ ત્રિપુરા, મિઝોરમ, મણિપુર અને આસામના દક્ષિણ ભાગને દેશના બાકીના ભાગો સાથે જોડતો એકમાત્ર માર્ગ છે. આ રેલ લિંક છેલ્લા ચાર દિવસથી બંધ છે, જેના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે.
Tags :
AssamassamfloodGujaratFirstPre-Monsoon
Next Article