Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પૌત્રને ફટકો મારનારા ઈસમોને ઠપકો આપનારી વૃદ્ધા પર પાંચ ઇસમોએ હથિયારો વડે હુમલો કર્યો

મોરબીમાં ગઈકાલે અસામાજિક તત્વોના આતંકની ઘટના મોરબીના વજેપર વિસ્તારમાંથી સામે આવી છે. જેમાં પૌત્રને ફડાકા મારતાં ઇસમોને ઠપકો આપતાં  દાદી પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં વૃદ્ધાને માથાના ભાગે લોખંડના પાઇપના ઘા મારી તેમજ છરા તલવાર વડે હુમલો કરાતા વૃદ્ધા ની જમણા હાથની આંગળી કપાઈ ગઇ હતી. જેથી વૃદ્ધા ને હાલ મહિલાને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટ ખાનગી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

વૃદ્ધાએ ઠપકો આપ્યો
આ બનાવની વિગતવાર માહિતી મુજબ, મોરબીના વજેપર શેરી નં-23 સરદાર બંગલા પાસે રહેતા ચંદુભાઇ બાબુભાઇ થરેસા નામના યુવકના પાડોશમાં રહેતા તેમના ફઈ ગકાળિબેન વેલજીભાઇ ચૌહાણ ગત રોજ સાંજે પાંચ વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા. ત્યારે વૃદ્ધાના મોટા દીકરા હર્ષદભાઇના પુત્ર ખોડા(ઉ.વ.13)ને કરસન કોળી નામના ઈસમે ફડાકા મારેલ હતા. જેથી વૃદ્ધાએ મોરબીના વજેપર શેરી નં-15માં રહેતા કરશનભાઇ લખમણભાઇ કોળી, ગીરીશ નારણભાઇ સતવારા, મોરબીના ત્રાજપર ગામ ખાતે રહેતા દશરથ કોળી તથા અન્ય અજાણ્યા શખ્સોને ઝાપટુ કેમ મારી તેમ કહી ઠપકો આપ્યો હતો.
ઉશ્કેરાયેલા શખ્સોએ હુમલો કર્યો
જેથી ઈસમોએ ઉશ્કેરાઈ જઈ હથીયાર સાથે વૃદ્ધાના ઘરે વૃદ્ધા સાથે ઝગડો કરી ભૂંડી ગાળો બોલી લોખંડના પાઇપથી વૃદ્ધને માથાના ભાગે ઘા મારી માથામાં ગંભી૨ ઇજા કરી તેમજ ઘરમાં જઇ ટી.વી તથા કબાટ તથા ફળીયામાં પડેલ મોટર સાઇકલને પાઇપના ઘા મારી નુકસાન કરી તેમજ ગીરીશભાઇ નારણભાઇ સથવારાએ તેના હાથમા રહેલ છરા વડે વૃદ્ધા પર હુમલો કરતા વૃદ્ધાએ સ્વ બચાવમાં હાથ આડો નાખતા જમણા હાથની ટચલી આંગળી કપાઈ ગઇ હતી તેમજ દશરથ કોળી નામના આરોપીએ તેના હાથમા રહેલ તલવાર વડે ઘરમા રહેલી ટીવી,કબાટ તથા મોટર સાઇકલને નુકસાન કરેલ તથા તેની સાથે રહેલ બે અજાણ્યા માણસોએ ભુંડી ગાળો બોલી તેમજ બધા ભેગા મળી ગાળો બોલી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા.
પોલીસ ફરિયાદ નોંધાઈ
જયારે બનાવમાં વૃદ્ધા ગંભીર રીતે ઘવાતા પ્રાથમિક સારવાર માટે  મોરબી સરકારી હોસ્પીટલ ખસેડાયા હતા, જ્યાં ડોકટરે તેમની પ્રાથમિક સારવાર કરી રાજકોટ રીફર કરતા તેમને સારવાર માટે ગોકુલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા છે. તેમજ સમગ્ર મામલે ચંદુભાઇ બાબુભાઇ થરેસા દ્વારા ચાર ઈસમો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે તેમજ પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.