Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નર્મદા નદીમાં સતત પાણી છોડવામાં આવતા માછીમારો અને ખેડૂતો પાયમાલ

સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થતા પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવ્યો છે જેના કારણે ભરૂચ નજીક નર્મદા નદીમાં સ્થિતિનું નિર્માણ થયું છે. કાંઠા વિસ્તારના કેટલાય મકાનોમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકોની હાલત પણ કફોડી બની ગઈ છે. નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવતા માછીમારોએ માછીમારીની રોજગારી હોવાના આક્ષેપ સાથે વર્તનની માંગ કરી રહ્યા છે.સરદાર સà
10:27 AM Aug 24, 2022 IST | Vipul Pandya
સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થતા પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવ્યો છે જેના કારણે ભરૂચ નજીક નર્મદા નદીમાં સ્થિતિનું નિર્માણ થયું છે. કાંઠા વિસ્તારના કેટલાય મકાનોમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકોની હાલત પણ કફોડી બની ગઈ છે. નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવતા માછીમારોએ માછીમારીની રોજગારી હોવાના આક્ષેપ સાથે વર્તનની માંગ કરી રહ્યા છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે જેના પગલે ૨૩ દરવાજામાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે જેના પગલે ભરૂચ નજીક નર્મદા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદા નદીના પાણી અનેક ખેતરોમાં પણ ફરી વળ્યા છે. જેના કારણે ખેડૂતો ફરી એકવાર પાયમાલ થયા છે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવતા ભરૂચના ફુરજા બંદરેથી બહુચરાજી નર્મદા માતાના મંદિરના ઓવારા સુધીના કાંઠા વિસ્તારોના મકાનોમાં નદીના પાણી ફરી વળ્યા છે . 
મકાનમાં રહેતા લોકોને પણ ભારે હાલાકી ભોગવવા સાથે ઘરવખરીને નુકસાન થઈ રહ્યું છે પ દિવસથી નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ યથાવત રહેતા માછીમારોની માછીમારી પણ છીનવાઈ ગઈ છે અને બેરોજગાર બની ગયેલા માછીમારોએ વળતરની માંગ સાથે સરકારને લેખિત પત્ર લખ્યો છે નર્મદા નદીમાં ચોમાસાની સિઝનમાં જ ડેમ સત્તાધિશો દ્વારા લાખો ક્યુસેક પાણી છોડી દેવાના કારણે લોકોની હાલત કફોડી બની રહી છે. બારેમાસ નર્મદા નદીમાં ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવે તો ચોમાસાની ઋતુમાં ડેમમાં ગમે એટલું પાણી આવે તો પણ એક સાથે લાખો ક્યુસેક પાણી છોડવાની નોબત ન આવે તેમ માછીમારોએ જણાવ્યું હતું.

નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ સતત અવિરત પણે વહેતો જોવા મળી રહ્યો છે જેના પગલે કાંઠા વિસ્તારના કેટલાય લોકોનું સ્થળાંતર પણ કરાયું છે પરંતુ કાંઠા વિસ્તારના કેટલાય મકાનોમાં પાણી હોવા છતાં કેટલાય લોકો ઘરમાં જ તથા અન્ય સ્થળે રાતવાસો કરવા માટે મજબૂર બન્યા છે. નર્મદા નદીમાં સતત પાણી છોડાઈ રહ્યું હોવાના કારણે કાંઠા વિસ્તારના લોકોને બની ગઈ છે ખેડૂતોથી માંડી માછીમારો અને કાંઠા વિસ્તારના લોકોની હાલત અત્યંત દયનીય બની રહી છે નર્મદા નદીમાં સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવવાના કારણે કાંઠા વિસ્તારોના મકાનોમાં પાણી ફરી વળ્યા છે જેના પગલે કેટલાય લોકો સુરક્ષિત સ્થળે ખસી પણ ગયા છે.

Tags :
devastatedFishermenandfarmersGujaratFirst
Next Article