Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પહેલા પાકિસ્તાનની કરી ધોલાઈ, હવે ICC Ranking માં છવાઈ ગઈ રિચા ઘોષ

ભારતીય મહિલા વિકેટકીપર બેટર રિચા ઘોષ છવાઈ ગઈ છે. ICC T20 વિશ્વકપ 2023માં તેનુ બેટ શાનદાર ચાલ્યુ છે. ભારતીય ટીમનુ અભિયાન ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામેની મેચથી શરુ થયુ હતુ.આ સાથે જ રિચાએ પણ ધમાલ મચાવવાનુ અભિયાન શરુ કરી દીધુ હતુ. પાકિસ્તાન સામે શાનદાર ઈનીંગ રિચાએ રમી હતી. આ ઉપરાંત ઈંગ્લેન્ડ સામે પણ તેની ઈનીંગ લડાયક રહી હતી. હવે તેના પ્રદર્શને તેને ICC રેન્કિંગમાં ફાયદો કરાવ્યો છે. રિચા ઘોષ હ
03:28 PM Feb 21, 2023 IST | Vipul Pandya
ભારતીય મહિલા વિકેટકીપર બેટર રિચા ઘોષ છવાઈ ગઈ છે. ICC T20 વિશ્વકપ 2023માં તેનુ બેટ શાનદાર ચાલ્યુ છે. ભારતીય ટીમનુ અભિયાન ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામેની મેચથી શરુ થયુ હતુ.આ સાથે જ રિચાએ પણ ધમાલ મચાવવાનુ અભિયાન શરુ કરી દીધુ હતુ. પાકિસ્તાન સામે શાનદાર ઈનીંગ રિચાએ રમી હતી. આ ઉપરાંત ઈંગ્લેન્ડ સામે પણ તેની ઈનીંગ લડાયક રહી હતી. હવે તેના પ્રદર્શને તેને ICC રેન્કિંગમાં ફાયદો કરાવ્યો છે.
 
રિચા ઘોષ હવે ICCની મહિલા T20 બેટર રેકિંગમાં તે હવે ટોપ 20 માં પહોંચી ગઈ છે. ભારતીય બેટર રિચા સાથે હવે રેણુકા સિંહ પણ ચમકી છે. તે સતત પ્રભાવિત બોલિંગ કરી રહી છે અને જેનો લાભ હવે તેને રેન્કિંગમાં મળ્યો છે. તેનો રેન્કિંગ પણ સુધર્યો છે.
ઘોષે 16 સ્થાન કુદાવ્યા
આઈસીસીએ મંગળવારે મહિલા ટી20 રેન્કિંગ અપડેટ કર્યુ હતુ. જેમાં રિચા ઘોષનુ સ્થાન ટોપ 20માં જોવા મળ્યુ છે. રિચાએ બેટર રેકિંગમાં 16 સ્થાનનો કુદકો લગાવીને રેન્કિંગમાં સુધારો દર્શાવ્યો છે. રિચા પ્રથમવાર ટોપ 20ની યાદીમાં સ્થાન મેળવી શકી છે. આ ફળ મહિલા વિશ્વકપમા તેનુ પ્રદર્શનને લઈ મળ્યુ છે.

ઈન્ડિઝ સામે 41 અને ઈંગ્લેન્ડ સામે 47 રનની અણનમ ઈનીંગ રમી હતી
રિચાએ ભારતને પાકિસ્તાન સામે 5 ચોગ્ગા ફટકારીને 20 બોલનો સામનો કરીને 31 રનની તોફાની રમત રમી હતી. ભારત માટે તેણે અંતમાં શાનદાર અણનમ રમત દર્શાવીને ટીમને એક ઓવર પહેલા જ જીત અપાવી હતી. આ સિવાય તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 41 અને ઈંગ્લેન્ડ સામે 47 રનની અણનમ ઈનીંગ રમી હતી.
શ્રીલંકા સામે 56 રન બનાવ્યા બાદ બે સ્થાન ઉપર છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે
બાંગ્લાદેશ સામે અણનમ 48 રન બનાવનાર ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગ એક સ્થાનના ફાયદા સાથે ચોથા સ્થાને છે. ન્યૂઝીલેન્ડની પૂર્વ કેપ્ટન સુઝી બેટ્સ બાંગ્લાદેશ સામે અણનમ 81 અને શ્રીલંકા સામે 56 રન બનાવ્યા બાદ બે સ્થાન ઉપર છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે.
રેણુકા ઠાકુરે ઈંગ્લેન્ડ સામે 15 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી
ભારતની નવી બોલર રેણુકા ઠાકુરે ઈંગ્લેન્ડ સામે 15 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી અને તે બોલિંગ રેન્કિંગમાં કારકિર્દીના સર્વશ્રેષ્ઠ પાંચમા સ્થાને પહોંચવા માટે સાત સ્થાનનો ફાયદો ઉઠાવી હતી. ન્યૂઝીલેન્ડની લિયા તુહુહુ ચાર મેચમાં આઠ વિકેટ સાથે પ્રથમ વખત 700 રેટિંગ પોઈન્ટ પર પહોંચ્યા બાદ ત્રણ સ્થાનના ફાયદા સાથે સાતમા સ્થાને પહોંચી ગઈ છે.
આપણ  વાંચો-શાનદાર પ્રદર્શન છતાં ખરાબ થઈ જશે આ 3 ખેલાડીઓ કરિયર!ટીમ ઈન્ડિયા નહીં મળે જગ્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CricketCricketTeamGujaratFirstICCRankingIndianWomen'sRenukaSinghRenukaSinghThakurRichaGhosh
Next Article