Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અગ્નિપથના વિરોધના નામે આગજની, પથ્થરમારો અને તોડફોડ, જુઓ વિરોધના વાયરલ વિડીયો

કેન્દ્ર સરકારની સેનામાં ભરતીની નવી યોજના 'અગ્નિપથ' સામે દેશભરમાં વિરોધ ઉગ્ર બની રહ્યો છે. બિહાર અને પછી ઉત્તર પ્રદેશથી ફેલાયેલી આગ દેશના બીજા અનેક રાજ્યોમાં પહોંચી ગઈ છે. સેનામાં જોડાવાની ઈચ્છા ધરાવતા સેંકડો ઉમેદવારોએ બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને તેલંગાણા, પશ્ચિમ બંગાળ સહિતના ઘણા રાજ્યોમાં તોડફોડ અને આગજની પણ કરી છે. ખાસ કરીને પ્રદર્શકારીો દ્વારા અનેક ટ્રેનો અને બસો સળગાવ
અગ્નિપથના વિરોધના નામે આગજની  પથ્થરમારો અને તોડફોડ  જુઓ વિરોધના વાયરલ વિડીયો
કેન્દ્ર સરકારની સેનામાં ભરતીની નવી યોજના 'અગ્નિપથ' સામે દેશભરમાં વિરોધ ઉગ્ર બની રહ્યો છે. બિહાર અને પછી ઉત્તર પ્રદેશથી ફેલાયેલી આગ દેશના બીજા અનેક રાજ્યોમાં પહોંચી ગઈ છે. સેનામાં જોડાવાની ઈચ્છા ધરાવતા સેંકડો ઉમેદવારોએ બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને તેલંગાણા, પશ્ચિમ બંગાળ સહિતના ઘણા રાજ્યોમાં તોડફોડ અને આગજની પણ કરી છે. ખાસ કરીને પ્રદર્શકારીો દ્વારા અનેક ટ્રેનો અને બસો સળગાવવામાં આવી છે. 
પોલીસ ચોકીને આગ લગાડવામાં આવી રહી છે. ટ્રેનોને આગ લગાડવામાં આવી રહી છે. રસ્તાઓ પર પથ્થરમારો થઈ રહ્યો છે. આ વિરોધની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી રહી છે. અહીં ડેપ્યુટી સીએમ રેણુ દેવી અને બિહારના ભાજપ પ્રમુખના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આખો દિવસ ઉપદ્રવના સમાચાર આવી રહ્યા હતા. વિરોધની આગ ધીરે ધીરે દિલ્હી, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને ઉત્તરાખંડ સુધી પહોંચી ગઈ છે. રાજકીય પક્ષો પણ હવે ખુલ્લેઆમ અગ્નિપથ યોજનાનો વિરોધ કરવા લાગ્યા છે.
આ બધાની વચ્ચે વિરોધ પ્રદર્શનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કોઇક વિડીયોમાં ટ્રોનો સળગતી જોવા મળે છે, ક્યાંક પથ્થરમાારો થઇ રહ્યો છે, ક્યાંક બસો સળગી રહી છે તો વળી ક્યાંક તોડફોડ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડયા પર આ સ્કીમને લઇને એક બાજુ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી બાજુ વિરોધ પ્રદર્શન કરતા યુવાનનોની આવી હિંસા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.
Advertisement

કવિ અને ગીતકાર આલોક શ્રીવાસ્તવે સળગતી ટ્રેનનો વિડીયો શેર કર્યો છે. આ ઘટના બિહારના લખીસરાયની છે. ટ્વિટમાં આલોકે લખ્યું- પોતાને શિક્ષિત હોવાનો દાવો કરતા યુવાનો, જરા વિચારો! જો તમે પણ પથ્થરબાજો અને ઝંડાધારીઓની માફક પોતાનો જ દેશ સળગાવવા લાગશો તો તેમનામાં અને તમારામાં શું ફરક રહેશે? આ જે વસ્તુઓ તમે સળગાવી રહ્યા છો તે આપણી જ પરસેવાની કમાણી છે.

નવીદ હમીદ નામના યુઝરે બલિયાનો વિડીયો શેર કર્યો છે. જેમાં ઉપદ્રવીઓ સ્ટેશનની અંદર તોડફોડ કરતા જોવા મળે છે. વિડીયો શેર કરતા લખ્યું યોગીજી, તમે કહ્યુ હતું કે ઉપદ્રવીઓ વિરુદ્ધ એવી કાર્યવાહી થવી જોઈએ, કે અસામાજિક વિચારધારા ધરાવતા તમામ તત્વો માટે એક ઉદાહરણ બની જાય, અને કોઈ વાતાવરણને ખલેલ પહોંચાડવાનું વિચારી પણ ન શકે. આશા છે કે તમે યુપીમાં અગ્નિપથ વિરોધી બદમાશો દ્વારા રાષ્ટ્રીય સંપત્તિના વિનાશ, આગચંપી અંગે નિર્ણય લેશો.
Advertisement

મુકેશ સિંહે પ્રદર્શનકારીઓ વચ્ચે ફસાયેલી બસમાં રડતા બાળકોનો વિડીયો શેર કર્યો છે. તેમણે લખ્યું- અગ્નિવીરો આ બાળકનો શું વાંક છે? દરભંગામાં જ્યારે સ્કૂલ વાન અગ્નિવીરો વચ્ચે ફસાઈ ગઈ, ત્યારે બાળકો ડરથી રડવા લાગ્યા.

પ્રદર્શનકારીઓએ બિહારના ડેપ્યુટી સીએમ રેણુ દેવીના ઘરને પણ નિશાન બનાવ્યું હતું. બેતિયામાં તેમના ઘર પર થયેલા હુમલા અંગે તેમના પુત્રએ કહ્યું- અમને ઘણું નુકસાન થયું છે. રેણુ દેવી પટનામાં છે.
Advertisement

પ્રદર્શનકારીઓનો વિડીયો શેર કરતી વખતે પંકજ ઝા નામના યુઝરે લખ્યું- બિહારના મધેપુરામાં બીજેપી ઓફિસ પર 500 ઉપદ્રવીઓએ હુમલો કર્યો.

ટ્વિટર પર અલીગઢના જટારી પોલીસ સ્ટેશનનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે અહીં પોલીસ સ્ટેશનની ઇમારત અને પોલીસ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.
Tags :
Advertisement

.