Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અગ્નિપથ યોજનાની આગ આખા દેશમાં ફેલાઈ, 11 રાજ્યોમાં હિંસક પ્રદર્શન, 4ના મોત

અગ્નિપથ યોજનાની આગ આખા દેશમાં ફેલાઈ ગઈ છે. યુપી-બિહાર અને હરિયાણાથી લઈને તેલંગાણા સુધી હિંસક પ્રદર્શન ચાલુ છે. સ્થિતિ ચિંતાજનક બની છે. દેશભરમાં લગભગ 200 ટ્રેનોને અસર થઇ છે. ઘણી જગ્યાએ ટ્રેનોને આગ ચાંપવામાં આવી છે. સાથે જ તેલંગાણા અને બિહારમાં હિંસક પ્રદર્શનમાં બે લોકોના મોત થયા હતા. આ દરમિયાન આર્મી અને એરફોર્સ દ્વારા એક મોટું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. આર્મી સ્ટાફે કહ્યું છે ક
10:02 AM Jun 17, 2022 IST | Vipul Pandya
અગ્નિપથ યોજનાની આગ આખા દેશમાં ફેલાઈ ગઈ છે. યુપી-બિહાર અને હરિયાણાથી લઈને તેલંગાણા સુધી હિંસક પ્રદર્શન ચાલુ છે. સ્થિતિ ચિંતાજનક બની છે. દેશભરમાં લગભગ 200 ટ્રેનોને અસર થઇ છે. ઘણી જગ્યાએ ટ્રેનોને આગ ચાંપવામાં આવી છે. સાથે જ તેલંગાણા અને બિહારમાં હિંસક પ્રદર્શનમાં બે લોકોના મોત થયા હતા. આ દરમિયાન આર્મી અને એરફોર્સ દ્વારા એક મોટું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. આર્મી સ્ટાફે કહ્યું છે કે જો બે દિવસમાં અગ્નિવીરોની ભરતી માટે નોટિફિકેશન જારી કરવામાં આવશે તો 24 જૂનથી એરફોર્સમાં ભરતી પ્રક્રિયા શરૂ થશે.
વિદ્યાર્થીઓના હિંસક વિરોધને કારણે દેશભરમાં 200 ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે. રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં 35 ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે 13 ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે.
આર્મી ભરતી ટૂંક સમયમાં શરૂ થશે - આર્મી ચીફ
અગ્નિપથ યોજના પર આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું છે કે સરકારે 2022 માટે વય મર્યાદા 21 થી વધારીને 23 વર્ષ કરી છે. આનાથી યુવાનોને ફાયદો થશે, જેઓ બે વર્ષથી સેનામાં ભરતીની તૈયારી કરી રહ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયાનું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અમે યુવાનોને આ તકનો લાભ લેવા અપીલ કરીએ છીએ, એમ તેમણે જણાવ્યું હતું.

બિહારના નાયબ મુખ્યમંત્રીના ઘર પર ટોળાનો હુમલો
અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ બિહારના ઉપમુખ્યમંત્રી રેણુ દેવીના બેતિયામાં આવેલા ઘર પર હુમલો કર્યો હતો. તેમના પુત્રએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે બેતિયામાં તેમના નિવાસસ્થાન પર હુમલો કરવામાં આવ્યો. ઘરને નોંધપાત્ર નુકસાન થયું છે. રેણુ દેવી હાલ પટનામાં છે.
લખીસરાયમાં એકનું મોત
બિહારના લખીસરાયમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. સ્થાનિક મીડિયા અનુસાર, વિક્રમશિલા એક્સપ્રેસમાં આગ લાગવા દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું. મૃતક ટ્રેનમાં હાજર હતો. અને તે આગની લપેટમાં આવી ગયો, જેના કારણે તેનું મૃત્યુ થયું. 
અલીગઢઃ પ્રદર્શનકારીઓએ પીએસીના જવાનોની મારપીટ કરી. અલીગઢ ટપ્પલ વિસ્તારમાં યમુના એક્સપ્રેસવે ઇન્ટરચેન્જ ખાતે અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ PAC કર્મચારીઓને ઘેરી લીધા અને માર માર્યો. અલીગઢના બીજેપી સાંસદ સતીશ ગૌતમની પથ્થરની તકતી પણ તોડી નાખી. 

ગુરુગ્રામમાં કલમ 144 લાગુ
અગ્નિપથ યોજનાના વિરોધને ધ્યાનમાં રાખીને, ગુરુગ્રામ જિલ્લામાં સાવચેતીના પગલા તરીકે કલમ 144 લાગુ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ હાઈ એલર્ટ પર છે.

સિકંદરાબાદમાં પ્રદર્શનમાં એકનું મોત
તેલંગાણામાં હિંસક વિરોધ પ્રદર્શનમાં એકનું મોત થયું છે. અહીં પ્રદર્શનકારીઓએ સિકંદરાબાદ રેલવે સ્ટેશનને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન હિંસક પ્રદર્શનમાં એકનું મોત થયું હતું. 
 
ભાજપના પ્રદેશ પ્રમુખના ઘર પર હુમલો
વિદ્યાર્થીઓના હિંસક વિરોધ વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલના બેતિયામાં આવેલા ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ હુમલામાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો.

દિલ્હી: ITO મેટ્રો સ્ટેશનના તમામ દરવાજા બંધ
દિલ્હીમાં બગડતા વાતાવરણને જોતા સાવચેતીના પગલા તરીકે દિલ્હી ગેટ, જામા મસ્જિદ અને ITO મેટ્રો સ્ટેશનના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને આ માહિતી આપી છે. વિદ્યાર્થી-યુવા સંઘર્ષ સમિતિ અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહી છે. વિરોધીઓએ માંગ કરી હતી કે આ યોજના પાછી ખેંચી લેવામાં આવે.
સેના માટે બે દિવસમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે - આર્મી ચીફ
અગ્નિપથ યોજનાના હિંસક વિરોધ વચ્ચે સેના પ્રમુખે કહ્યું કે સેનામાં ભરતી માટે બે દિવસમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. તેની તમામ માહિતી joinindianarmy.nic.in પર ઉપલબ્ધ રહેશે. યુવાનોએ આ તકનો લાભ લેવો જોઈએ. 
અગ્નિપથ યોજનાથી મોટી સંખ્યામાં યુવાનોને ફાયદો થશેઃ અમિત શાહ
દેશભરમાં થઇ રહેલાં વિરોધ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહે કહ્યું કે અગ્નિપથ યોજના પર વધી રહેલા હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ યોજનાથી મોટી સંખ્યામાં યુવાનોને ફાયદો થશે, તેઓ દેશની સેવા કરશે અને તેમના ઉજ્જવળ ભવિષ્યની દિશામાં આગળ વધશે. તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા બે વર્ષથી કોરોના રોગચાળાને કારણે સેનામાં ભરતી પ્રક્રિયાને અસર થઈ હતી, તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'અગ્નિપથ યોજના'માં એવા યુવાનોની ચિંતા કરીને તેમને બે વર્ષની છૂટ આપી હતી. પ્રથમ વર્ષ માટે વય મર્યાદા 21 વર્ષથી. 23 વર્ષનો કરવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. 
મોદીએ સેના પ્રમુખોની પાછળ સંતાવાનું બંધ કરવું જોઈએઃ ઓવૈસી
દેશભરમાં ચાલી રહેલા હિંસક વિરોધ વચ્ચે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન સામે આવ્યું છે. પીએમ મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે સૈન્ય પ્રમુખોની પાછળ છુપવાનું બંધ કરો. તમે લીધેલા અવિચારી નિર્ણય અને આવનારા પરિણામોનો સામનો કરવાની હિંમત બતાવો. દેશના યુવાનોનો તેમના ભવિષ્યને લઈને ગુસ્સો ફક્ત તમારા પર જ છે.
સરકારે સશસ્ત્ર દળોમાં ભરતી માટે નવી 'અગ્નિપથ' યોજનાની જાહેરાત કરી છે. વર્તમાન નીતિમાં એવું કહેવામાં આવ્યું છે કે નવા સૈનિકોની ભરતી 20 વર્ષની સરખામણીએ 4 વર્ષ માટે કરવામાં આવશે. ઉપરાંત, તેની સેનામાં આવતા 'અગ્નિવીર' માટે પેન્શનની કોઈ વ્યવસ્થા નથી. હવે તેના કારણે દેશભરમાં ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે.અગ્નિપથ યોજનાને લઈને હિંસા 11 રાજ્યોમાં ફેલાઈ ગઈ છે. આ દરમિયાન દેશના ગૃહમંત્રી અને રક્ષા મંત્રીએ વિદ્યાર્થીઓને શાંતિ જાળવવાની અપીલ કરી છે, જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ યોજનાને લઈને મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. 
Tags :
AgneepathProtestAgnipathGujaratFirstowasiiProtestAgainstAgneepath
Next Article