Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સંતરામપુરમાં હોન્ડાના શૉ રૂમ માં આગ , ફાયરફાઇટર ટેક્નિકલ ખામીને કારણે ચાલુ ન થયું, લાખ્ખોનું નુકસાન

મહીસાગરના સંતરામપુરમાં ગાંધી મોટર્સના હોન્ડા શોરૂમમાં અચાનક રાત્રીના સમયે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગતા જ આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા..જો કે આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું પરંતુ શોટ સર્કિટ ના લીધે આગ લાગી હોવાનું અનુમાન છે સ્થાનિકોમાં નગર પાલિકા સામે રોષઆગ લાગતાની સાથે જ સંતરામપુર નગરપાલિકા માં ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી પરંતુ ફાયર ફાઇટર કોઈ ટેકà
સંતરામપુરમાં હોન્ડાના શૉ રૂમ માં આગ   ફાયરફાઇટર ટેક્નિકલ ખામીને કારણે ચાલુ ન થયું  લાખ્ખોનું નુકસાન
Advertisement
મહીસાગરના સંતરામપુરમાં ગાંધી મોટર્સના હોન્ડા શોરૂમમાં અચાનક રાત્રીના સમયે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગતા જ આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા..જો કે આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું પરંતુ શોટ સર્કિટ ના લીધે આગ લાગી હોવાનું અનુમાન છે 
સ્થાનિકોમાં નગર પાલિકા સામે રોષ
આગ લાગતાની સાથે જ સંતરામપુર નગરપાલિકા માં ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી પરંતુ ફાયર ફાઇટર કોઈ ટેક્નિકલ ખામીના કારણે ચાલુ થયું ન હતું ત્યારે લુણાવાડા અને ઝાલોદના ફાયર ફાઇટરને જાણ કરાઈ હતી . સંતરામપુર નગર પાલિકામાં દશેરાના દિવસે જ ઘોડો દોડ્યો ન હતો ત્યારે સ્થાનિક રહીશો દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયાસ કરાયા હતા. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે સામાન્ય પાણીથી બુઝાય એવી  નહોતી ત્યારે સંતરામપુર નગર પાલિકાની ઘોર બેદરકારીથી નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમજ નગર પાલિકા પર આક્રોશ ઠાલવી નગર પાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા ત્યારે ફાયર ફાયટર હોવા છતાં જરૂરીયાતના સમયે કામ ન લાગતા શો રૂમ માલિકને લાખો રૂપિયા ઉપરાંતનું નુકસાન થયું છે. 
શો-રૂમ માલિક ને લાખ્ખો નું નુકસાન
સંતરામપુર નગર પાલિકાનું ફાયર ફાયટર સમયસર ન પહોંચતા તેમજ લુણાવાડા અને ઝાલોદના ફાયર ફાઇટર પહોંચે તે પહેલાં શો રૂમમાં રહેલી તમામ સાધન સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી ત્યારે શૉ રૂમ માં રહેલા  અલગ અલગ  એક્ટિવા તેમજ મોટર સાયકલ સહિત કુલ  100 થી ઉપરાંત વાહનો બળીને ખાખ થઈ ગયા હતા,  અને શો રૂમ સહિત માલિકને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું.
આગમાં કોઈ જાનહાની નહીં 
જો કે આગ લાગતા ની સાથે જ સ્થાનિકોએ આગ બુઝાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ આગ વિકરાળ હોવાના કારણે નિષ્ફળ ગયા અને અંતે  ઝાલોદ તેમજ લુણાવાડાના ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા  પ્રયત્નો શરૂ કર્યા હતા જેમાં ફાયર વિભાગને આખરે સફળતા મળી હતી અને બનાવમાં કોઈ પણ જાનહાની ન થતા સ્થાનિકો અને ફાયર વિભાગે હાશકારો લીધો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×