Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વણાકબારા જેટી પર બોટો લંગારવામાં આવેલી બોટમાં આગ, ભારે જહેમત બાદ કાબુ મેળવાયો

બોટ નં.IND DD02 MM 1842માં આગઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યાબોટમાં આગથી લાખોના નુંકસાનનો અંદાજકેન્દ્ર શાસિત પ્રદેશ દિવના વણાકબારામાં માછીમારીનો વ્યવસાય કરતા અનેક માછીમારો વસવાટ કરે છે અને અહીં વણાકબારા જેટી પર બોટો લંગારવામાં આવે છે. આજે અહીં વણાકબારા જેટી પર લંગારેલી બોટમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી હતી. તેમજ આગની ઘટનાની જાણ દીવ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર સ્ટાફે ઘટના સ્àª
વણાકબારા જેટી પર બોટો લંગારવામાં આવેલી બોટમાં આગ  ભારે જહેમત બાદ કાબુ મેળવાયો
  • બોટ નં.IND DD02 MM 1842માં આગ
  • ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
  • બોટમાં આગથી લાખોના નુંકસાનનો અંદાજ
કેન્દ્ર શાસિત પ્રદેશ દિવના વણાકબારામાં માછીમારીનો વ્યવસાય કરતા અનેક માછીમારો વસવાટ કરે છે અને અહીં વણાકબારા જેટી પર બોટો લંગારવામાં આવે છે. આજે અહીં વણાકબારા જેટી પર લંગારેલી બોટમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી હતી. તેમજ આગની ઘટનાની જાણ દીવ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર સ્ટાફે ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લીધી હતી જ્યારે સ્થાનિક લોકોએ પણ આગ બુઝાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ના વણાકબારા ખાતે માછીમારીનો ધંધો વધુ વિકસીત છે. તેઓ તેમની બોટોને વણાકબારા જેટી પર લંગારે છે. આજરોજ જેટી પર લંગારેલી મંગલમ નામની બોટ જેના નંબર IND DD02 MM 1842 છે બોટના માલીક રમેશ ભગવાન સિકોતેરીયા છે તેમની બોટમા અચાનક જ આગ ભભુકી ઉઠી જેને જોતા બોટમાં રહેલા તથા જેટી પર રહેલા લોકોમાં અફરા તફરી મચી ગઇ હતી અને તરતજ દીવ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જાણ થતાંની સાથે જ ઘટના સ્થળે ત્રણ ફાયરના ટેન્કરો તથા ફાયરના જવાનો પહોંચી આગને કાબુમાં લીધી હતી.
મહત્વ નું છે કે આગને બુઝાવવા સ્થાનીક લોકોનો પણ ભરપૂર સહયોગ રહ્યોં હતો. આગનું સાંભળતા જ દીવ પ્રશાસનીય અધિકારીઓ એસપી મની ભૂષણ સિંહ, ડેપ્યુટી કલેકટર વિવેક કુમાર, એસડીપીઓ મનસ્વી જૈન, મામલતદાર ધર્મેશ દમણિયા, જીલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ, વણાકબારા સરપંચ મિનાક્ષી બેન જીવન, બુચરવાડા સરપંચ દિપક દેવજી તથા જીલ્લા પંચાયત સદસ્યો પંચાયત સદસ્યો તથા માછીમાર એસોસિયેશન ના પ્રમુખ તથા હોદેદારો વગેરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આગ લાગવાની આ ઘટનામાં આગને બુઝાવવા ત્રણ દીવ ફાયર બ્રિગેડના ટેન્કર પીડબ્લયુડીનો ટેન્કર, પ્રાઈવેટ ટેન્કરો તથા ગીર સોમનાથના ધારાસભ્ય કે.સી.ને જાણ થતાં તેમણે પણ આગને બુઝાવવા બે ટેન્કરો ઉના તાલુકાના મોકલ્યા હતા. આ રીતે ભારી જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનો તથા સ્થાનિકો દ્વારા આગને કાબુમાં કરાઈ હતી. આ બોટની કેબિન તથા બહાર આગળની સાઈડ તથા બોટની નીચે અનેક ચીજ વસ્તુઓ તથા બોટ બળી જતાં બોટ માલિક રમેશભાઈને લાખોનું નુકશાન થયું છે. આગ લાગવાનું કારણ હજુ અંકબંધ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.