મેરઠની શુગર મીલમાં ટર્બાઈન બ્લાસ્ટ થવાથી વિકરાળ આગ, 1 એન્જીનિયરનું મોત
મેરઠમાં આવેલી મોતીપુર શુગર મીલમાં શનિવારે બપોરે અચાનક આગ લાગી હતી. ટર્બાઈન ફાટવાને લીધે આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ આગના લીધે ટર્બાઈન સહિત મીલમાં આવેલા અનેક ઉપકરણો ખાક્ થયા હતા. ફાયર વિભાગની 7 ગાડીઓએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં એક એન્જીનિયરનું મોત થયું હોવાના પણ સમાચાર છે. આગ શા કારણે લાગી તેના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.મોહદ્દીનપુર શુગàª
01:56 PM Nov 26, 2022 IST
|
Vipul Pandya
મેરઠમાં આવેલી મોતીપુર શુગર મીલમાં શનિવારે બપોરે અચાનક આગ લાગી હતી. ટર્બાઈન ફાટવાને લીધે આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ આગના લીધે ટર્બાઈન સહિત મીલમાં આવેલા અનેક ઉપકરણો ખાક્ થયા હતા. ફાયર વિભાગની 7 ગાડીઓએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં એક એન્જીનિયરનું મોત થયું હોવાના પણ સમાચાર છે. આગ શા કારણે લાગી તેના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
મોહદ્દીનપુર શુગર મીલમાં અચાનક શનિવારે બપોરે ધુમાડાના ગોટે ગોટા નિકળતા જોઈ સ્થાનિકો અને મીલના કર્મચારીઓએ મીલ તરફ ભાગ્યા અને ત્યારે મીલમાં આગ લાગી હોવાનું સ્થાનિકોને જાણવા મળ્યું હતું. મેરઠ કલેક્ટર દીપક મીણાએ જાણકારી આપતા જણાવ્યું કે, આ કેસની તપાસ કરવા માટે કરનાલથી ટીમ આવી રહી છે. આ ટીમની તપાસ કર્યાં બાદ ટીમ નક્કી કરશે કે મીલ શરૂ થઈ શકશે કે નહી અને જો મીલ શરૂ થાય નહી તો ખેડુતોની શેરડી અન્ય મીલોમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
આગ પર કાબુ મેળવવા માટે 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે. હવે ફાયર વિભાગ આગ લાગવાનું કારણ અને નુકસાનની તપાસ કરવામાં લાગી છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ નરેન્દ્ર કુશવાહા નામના એન્જિનિયરનું સારવાર દરમિયાન મોત થયું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article