વડોદરા-હાલોલ રોડ પર ક્રિષ્ના આશ્રય ફાર્મા કંપનીમાં ભાષણ આગ, ફાયર બ્રિગેડે જાહેર કર્યો મેજર કોલ
વડોદરા હાલોલ (Vadodara-Halol Road)રોડ પર હાઈ ટેન્શન લાઈન તુટતા આગનો બનાવ બન્યો છે. આગ એટલી ગંભીર છે કે, મેજર કોલ જાહેર કરાયો છે. ક્રિષ્ના આશરોય કંપની (Krishna Ashroy Company)માં આગની ઘટના ઘટી છે. ટાયર્સ, બેટરી, મોટર સાયકલના સ્પેર પાર્ટ સહિત ગેસના બાટલા આગની ઝપેટમા આવી ગયા છે. ગેસના બાટલા ફાટતા પાંચ કિમી દુર દુર સુઘી ધડાકો સંભડાયો છે. તો બીજી તરફ વડોદરા હાલોલ અને હાલોલ વડોદરા રોડ સુરક્ષાના ભાગે બંધ કરાયો છે. બે કિ
વડોદરા હાલોલ (Vadodara-Halol Road)રોડ પર હાઈ ટેન્શન લાઈન તુટતા આગનો બનાવ બન્યો છે. આગ એટલી ગંભીર છે કે, મેજર કોલ જાહેર કરાયો છે. ક્રિષ્ના આશરોય કંપની (Krishna Ashroy Company)માં આગની ઘટના ઘટી છે. ટાયર્સ, બેટરી, મોટર સાયકલના સ્પેર પાર્ટ સહિત ગેસના બાટલા આગની ઝપેટમા આવી ગયા છે. ગેસના બાટલા ફાટતા પાંચ કિમી દુર દુર સુઘી ધડાકો સંભડાયો છે. તો બીજી તરફ વડોદરા હાલોલ અને હાલોલ વડોદરા રોડ સુરક્ષાના ભાગે બંધ કરાયો છે. બે કિમીના એરીયામા જીવંત વિજ વાયર તુટી પડતા અવરજવર બંધ કરાઈ છે. હાલમાં જરોદ પોલીસનો કાફલો મુખ્ય રોડ પર ખડકી દેવાયો છે.
તો બીજી તરફ પોલીસે હાઈટેન્સન લાઈન બંધ કરવા છાણી અને હાલોલને વિનંતી કરતા અમારા વિસ્તારમા લાગતુ ના હોવાનો જવાબ મળ્યો છે. હાલ ઘટના સ્થળથી એક કિમી દુર લોકોને રોકવામા આવી રહ્યા છે. વીજ કંપનોનો વાયર તૂટી પડવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. વડોદરા ફાયરબ્રિગેડની10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.
5 કિલોમીટર દૂર ધડાકાનો અવાજ સંભળાયો
આગના કારણે વડોદરા-હાલોલ રોડ પર ભારે ટ્રાફિક જામ થયો છે. આગ લાગતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી ચૂકી છે. હાઇટેન્શન લાઇન તૂટતાં આગ લાગી છે. આગના કારણે ગેસના બોટલો પણ ફાટ્યા છે. 5 કિલોમીટર દૂર ધડાકાનો અવાજ સંભળાયો હતો. વાહનચાલકોને 1 કિલોમીટર દૂર જ રોકવામાં આવ્યા છે.
Advertisement
Advertisement