Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગાંધીધામમાં શિક્ષિકા યુવતીને મરવા મજબૂર કરનાર સામે અંતે ગુન્હો નોંધાયો

કચ્છના ગાંધીધામમાં  26 વર્ષિય શિક્ષિકા યુવતી ભાવિશા અનિલભાઈ કલ્યાણીના આત્મહત્યા કેસમાં  અંતે પોલીસે જેની સામે  આરોપ થઈ રહયા હતા. તે શ્રીમંત પરીવારના યુવાન બંટી ઉર્ફે ભરત જ્ઞાનચંદ  કંજાણી સામે ભારતીય દંડ સંહિતા 306 મુજબ મોત માટે મજબુર કરવાનો ગુન્હો નોંધ્યો છે. આ કેસમાં પાંચ દિવસ સુધી પોલીસની નીતી રીતી સામે સવાલો થયા બાદ અંતે હતભાગી યુવતીને ન્યાય અપાવવા માટે પરીવાજરનોએ કેન્ડલ માર
ગાંધીધામમાં શિક્ષિકા યુવતીને મરવા મજબૂર કરનાર સામે અંતે ગુન્હો નોંધાયો
કચ્છના ગાંધીધામમાં  26 વર્ષિય શિક્ષિકા યુવતી ભાવિશા અનિલભાઈ કલ્યાણીના આત્મહત્યા કેસમાં  અંતે પોલીસે જેની સામે  આરોપ થઈ રહયા હતા. તે શ્રીમંત પરીવારના યુવાન બંટી ઉર્ફે ભરત જ્ઞાનચંદ  કંજાણી સામે ભારતીય દંડ સંહિતા 306 મુજબ મોત માટે મજબુર કરવાનો ગુન્હો નોંધ્યો છે. આ કેસમાં પાંચ દિવસ સુધી પોલીસની નીતી રીતી સામે સવાલો થયા બાદ અંતે હતભાગી યુવતીને ન્યાય અપાવવા માટે પરીવાજરનોએ કેન્ડલ માર્ચનું આયોજન કરતા દબાણમાં આવેલી પોલીસે ગુન્હો નોંધવો પડયો હતો.
ગુનો નોંધવાની પરિવારની હતી માંગણી
બીજીતરફ પોલીસે મૃતક યુવતીના ચારિત્ર્ય સામે પણ શબ્દોનો ઉપયોગ કરતા પરીવાજનોએ પોલીસ સામે ગંભીર આરોપો મુકયા છે. આ સમગ્ર મામલાની વિગતો મુજબ ગત તા 22મી ડિસેમ્બરના ગાંધીધામ ખાતે ભાવિષા અનિલ કલ્યાણી (ઉ. વ. 26)એ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીઘી. આ કેસમાં હતભાગી યુવતીના સમાજના જ યુવાન અને શ્રીમંત  બંટી ઉર્ફે ભરત જ્ઞાનચંદ ચંદાણી સામે પરીવારજનોએ  મોત માટે  મજબુર કર્યાનો આરોપ મુકીને ગુન્હો નોંધવાની માંગ કરી હતી.
કેન્ડલ માર્ચ યોજી માંગ કરી
પાંચ દિવસ સુધી પોલીસ મથકે ધકકા ખાઈને થાકી ગયેલા પરીવારજનોએ અંતે ગત રોજના દિવસે શહેરના ઝંડા ચોકમાં કેન્ડલ માર્ચ યોજી હતી અને પોતાની પુત્રીને ન્યાય અપાવવાની માંગ કરી હતી.  આ વચ્ચે પોલીસે મોડી રાત્રે આરોપી યુવાન સામે ગુન્હો નોંધ્યો હતો. આ કેસના ફરિયાદી અને યુવતીના માતા ગંગાંબેન કલ્યાણીએ ગુજરાત ફસ્ટને જણાવ્યુ હતું કે પોલીસે આરોપી યુવાનને બચાવવાના પ્રયાસો કર્યા છે. હતભાગી  યુવતીના પરીવારજનો આરોપી હોય તે રીતે મૃતક પુત્રીના ચારિત્ર્ય સામે પણ સવાલો ખડા કર્યા છે.
પોલીસની સ્પષ્ટતા
જોકે અંતે ન્યાયની આશા માટે કેન્ડલ માર્ચ યોજવાની ફરજ પડી હતી. બીજીતરફ આ મુદે અંજારના ડીવાયએસપી મુકેશ ચૌધરીને સંપર્ક સાંધતા તેમણે શરૂઆતમાં  કેમેરા સામે બોલવાનો ઈન્કાર કરી દીધો હતો. જોતે ઉચ્ચાધિકારીઓના મધ્યસ્થી બાદ વિગતો આપતા તેમણે જણાવ્યુ હતું કે આ કેસમાં પુરાવાના આધાર પર આરોપી યુવાન સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પરીવારજનોએ જે કોઈ આક્ષેપ કર્યા છે. જે જુઠા અને પોલીસ નિયમ મુજબ કામગીરી કરી છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.