Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાયરસ મિસ્ત્રીના અકસ્માતમાં મોત મામલે ડો.અનાહિતા પંડોલે સામે દાખલ થઇ FIR

આ વર્ષે સપ્ટેમ્બરમાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક કાર અકસ્માતમાં ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીના થયેલા મોત મામલામાં પોલીસે શનિવારે મુંબઈના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ.અનાહિતા પંડોલે વિરુદ્ધ FIR દાખલ કરી છે . પાલઘર પોલીસે કારની ડેટા ચિપના વિશ્લેષણ, મર્સિડીઝ બેન્ઝના અંતિમ અહેવાલ અને ડો.અનાહિતના પતિ ડેરિયસ પંડોલેના નિવેદનના આધારે આ કેસ નોંધ્યો છે.ડૉ.પંડોલે સામે ભારતીય દંડ સંહિતા àª
સાયરસ મિસ્ત્રીના અકસ્માતમાં મોત મામલે ડો અનાહિતા પંડોલે સામે દાખલ થઇ fir
આ વર્ષે સપ્ટેમ્બરમાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક કાર અકસ્માતમાં ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીના થયેલા મોત મામલામાં પોલીસે શનિવારે મુંબઈના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ.અનાહિતા પંડોલે વિરુદ્ધ FIR દાખલ કરી છે . પાલઘર પોલીસે કારની ડેટા ચિપના વિશ્લેષણ, મર્સિડીઝ બેન્ઝના અંતિમ અહેવાલ અને ડો.અનાહિતના પતિ ડેરિયસ પંડોલેના નિવેદનના આધારે આ કેસ નોંધ્યો છે.ડૉ.પંડોલે સામે ભારતીય દંડ સંહિતા અને મોટર વાહન અધિનિયમ હેઠળ બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગને કારણે મૃત્યુને લઇને કેસ દાખલ કરવામાં આવ્યો છે. ડોકટર અનાહિતા પંડોલે, તેમના પતિ ડેરિયસ પંડોલે અને સાયરસ મિસ્ત્રી ગુજરાતથી મુંબઈ જઈ રહ્યા હતા,દરમ્યાન કારને પાલઘરમાં સૂર્યા નદીના પુલ પર અકસ્માત નડ્યો.આ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું મોત થયું હતું 
અકસ્માતમાં ઇજાગ્રસ્ત ડોક્ટર અનાહિતા પંડોલે હાલ સારવાર હેઠળ 
ડૉ. અનાહિતા પંડોલે મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે ડેરિયસને આ અઠવાડિયાની શરૂઆતમાં રજા આપવામાં આવી હતી. ડેરિયસે મંગળવારે તેમના દક્ષિણ મુંબઈના ઘરે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. તેમણે પોલીસને જણાવ્યું હતું કે તેની પત્ની ડૉ. અનાહિતા ત્રીજા લેનમાં મર્સિડીઝ-બેન્ઝ કાર ચલાવી રહી હતી અને પાલઘરમાં સૂર્યા નદીના પુલ પર રસ્તો સાંકડો થતાં તે કારને ત્રીજી લેનથી બીજી લેનમાં ખસેડી શકી ન હતી.
ટ્રકને કારણે લેન બદલી શકાઈ નહોતી 
ડો.અનાહિતાના પતિ ડેરિયસે વધુમાં કહ્યું હતું કે જ્યારે તેમની પત્ની અનાહિતાએ કારને ત્રીજી લેનથી બીજી લેનમાં ખસેડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે જમણી બાજુ (બીજી લેનમાં) એક ટ્રક જોયો જેના કારણે તે કારને બીજી લેનમાં ખસેડી શકી ન હતી. તેમણે કહ્યું કે સૂર્યા નદીના પુલ પર આ રસ્તો સાંકડો થઈ જાય છે. જે બાદ આ અકસ્માત થયો હતો. પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે  ડેરિયસ પંડોલેનું નિવેદન નોંધ્યું છે પરંતુ તેમની પત્ની અનાહિતા પંડોલેનું નિવેદન નોંધવામાં આવ્યું નથી કારણ કે તે હજી હોસ્પિટલમાં છે અને તેની સારવાર ચાલી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.