Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફિનલેન્ડ અને સ્વીડનનો નાટોમાં જોડવાનો માર્ગ મોકળો, રશિયાની વધી ચિંતા

યુક્રેન રશિયા વચ્ચે 2 મહિના થી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેન પર રશિયાના હુમલાનું એક મોટું કારણ એ હતું કે તે નાટોનો હિસ્સો ન બને. પરંતુ આ મુદ્દે વ્લાદિમીર પુતિનને આવતા સપ્તાહે મોટો ઝટકો લાગી શકે છે. ફિનલેન્ડ સરકારે સત્તાવાર રીતે નાટોનો ભાગ બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે.  સ્વીડને પણ તેના પછી આવા જ સંકેતો આપ્યા છે. સ્વીડનની સત્તારૂઢ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી નાટોમાં જવા માટે à
ફિનલેન્ડ અને સ્વીડનનો નાટોમાં જોડવાનો માર્ગ મોકળો  રશિયાની વધી ચિંતા
યુક્રેન રશિયા વચ્ચે 2 મહિના થી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેન પર રશિયાના હુમલાનું એક મોટું કારણ એ હતું કે તે નાટોનો હિસ્સો ન બને. પરંતુ આ મુદ્દે વ્લાદિમીર પુતિનને આવતા સપ્તાહે મોટો ઝટકો લાગી શકે છે. ફિનલેન્ડ સરકારે સત્તાવાર રીતે નાટોનો ભાગ બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે.  સ્વીડને પણ તેના પછી આવા જ સંકેતો આપ્યા છે. સ્વીડનની સત્તારૂઢ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી નાટોમાં જવા માટે સંમત થઈ ગઈ છે. બંને દેશોની સરહદ રશિયા સાથે જોડાયેલી છે. તેથી તેમના નાટોમાં જોડાવાથી રશિયાની ચિંતા વધી શકે છે. રશિયા પડોશીઓના નાટોમાં જોડાવાનો વિરોધ કરી રહ્યું છે.
રશિયાનું માનવું છે કે પાડોશી દેશો નાટોમાં જોડાવાથી અમેરિકા ગમે ત્યારે તેની સરહદોની નજીક આવી શકે છે અને હથિયારો તૈનાત કરી શકે છે. તેના આધારે તેણે યુક્રેન પર હુમલો કર્યો અને નાટોમાં જવાની શક્યતાઓને પોતાના માટે ખતરો ગણાવી. એટલું જ નહીં યુદ્ધ સમાપ્ત કરવાની શરત એ પણ હતી કે યુક્રેન જાહેર કરે કે તે નાટોનો ભાગ નહીં બને. મીડિયા સાથે વાત કરતા ફિનલેન્ડના રાષ્ટ્રપતિ સાઉલી નિનિસ્ટોએ કહ્યું, 'આ એક ઐતિહાસિક દિવસ છે. એક નવા યુગની શરૂઆત થઈ રહી છે.
ફિનલેન્ડ મીડિયા અનુસાર નાટોમાં જોડાવાના પ્રસ્તાવને આ અઠવાડિયે સંસદમાં મંજૂરી મળી શકે છે. ઠરાવ પસાર થયા પછી, બ્રસેલ્સમાં નાટો કાર્યાલયમાં ઔપચારિક અરજી કરવામાં આવશે. ત્યારપછી ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. ફિનલેન્ડની જાહેરાતના કલાકોમાં જ સ્વીડનની સત્તારૂઢ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીએ પણ નાટોમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પાર્ટીનું કહેવું છે કે તે નાટોમાં જોડાવાના પક્ષમાં છે. સ્વીડને એક દાયકા પહેલા તેનો વિરોધ કર્યો હતો પરંતુ યુક્રેન પર રશિયાના હુમલા બાદ સ્થાનિક સ્તરે એવી માંગ ઉઠી હતી કે તેને નાટોમાં સામેલ થવું જોઈએ.
સ્વીડનના વડાપ્રધાન મેગડાલેના એન્ડરસને કહ્યું હતું કે નાટોમાં સામેલ થવાથી જ સ્વીડનના વ્યૂહાત્મક હિતોનું રક્ષણ થઈ શકે છે. સ્વીડન અને તેના લોકોની સલામતી માટે નાટોમાં જોડાવું શ્રેષ્ઠ રહેશે. અમે માનીએ છીએ કે સ્વીડનની ઔપચારિક સુરક્ષા બાંયધરી માટે તે નાટોનો ભાગ બને તે જરૂરી છે. કોઈપણ દેશ નાટોનો ભાગ બનવા માટે, સંગઠનમાં સામેલ તમામ 30 દેશો તેની સાથે સંમત થાય તે જરૂરી છે. તુર્કીએ તાજેતરમાં કહ્યું હતું કે તે સ્વીડન અને ફિનલેન્ડને નાટોમાં સામેલ કરવાનો વિરોધ કરશે. જો કે આના પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને નાટો સેક્રેટરીએ કહ્યું છે કે તુર્કીને આ મુદ્દે મનાવવામાં આવ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.