Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ ટોપની બોલિવુડ અભિનેત્રીઓ બની પ્રેરણા, જાણો માતાનું નામ કે સરનેમ સ્વીકારવાનું કેમ પસંદ કર્યું

આજે મધર્સ ડે. મા એક શબ્દ નથી પણ લાગણી છે. જો દુનિયામાં કોઇ સ્વાર્થ વિનાનો સબંધ હોય તો તે એક માતા અને બાળકનો હોય છે. દરેક બાળકના સર્વાંગી વિકાસમાં માતની ભૂમિકા આગવી હોય છે. પરંતુ વર્ષથી સમાજમાં બાળક પાછળ પિતાનું નામ અને સરનેમ રાખવાની પ્રથા ચાલી આવે છે. ત્યાર બોલિવુડમાં પણ એવાં ઘણાં સેલિબ્ર્ટી છે. તેમણે પોતાના સામાજીક ક્ષેત્રે નવો ચીલો ચિતર્યો છે. તેમણે પોતાની ઓળખમાં પિતાના નામની સાà
04:04 AM May 08, 2022 IST | Vipul Pandya
આજે મધર્સ ડે. મા એક શબ્દ નથી પણ લાગણી છે. જો દુનિયામાં કોઇ સ્વાર્થ વિનાનો સબંધ હોય તો તે એક માતા અને બાળકનો હોય છે. દરેક બાળકના સર્વાંગી વિકાસમાં માતની ભૂમિકા આગવી હોય છે. પરંતુ વર્ષથી સમાજમાં બાળક પાછળ પિતાનું નામ અને સરનેમ રાખવાની પ્રથા ચાલી આવે છે. ત્યાર બોલિવુડમાં પણ એવાં ઘણાં સેલિબ્ર્ટી છે. તેમણે પોતાના સામાજીક ક્ષેત્રે નવો ચીલો ચિતર્યો છે. તેમણે પોતાની ઓળખમાં પિતાના નામની સાથે માતાના નામ કે સરનેન અપનાવીને પોતાની માતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. 
 

પ્રિયંકા ચોપડા
તાજેતરમાં એક્ટર પ્રિયંકા ચોપરાએ પોતાની દીકરીમાં માતા અને પિતા બંન્નેના નામ અને સરનેમ આપ્યાં છે. સાથે જ પ્રિયંકાની દીકરીનું નામ તેની માતા અને સાસુના નામ પરથી પ્રેરિત છે.
લિસા હેડન
તેના છેલ્લા નામની વાર્તા રસપ્રદ છે. જ્યારે તે નાની હતી ત્યારે તેના પરિવારને ઓસ્ટ્રેલિયા જવાનું હતું. નાના બાળકોને તેમના પાસપોર્ટ રાખવાની મંજૂરી ન હતી, તેથી તેણે તેની માતાનો પાસપોર્ટ શેર કર્યો. ત્યારથી, તે તેની માતાની અટકનો ઉપયોગ કરે છે. તેના પિતાનું છેલ્લું નામ વેંકટ છે અને તે દક્ષિણ ભારતીય છે જ્યારે તેની માતા ઓસ્ટ્રેલિયન છે.
કોંકણા સેન શર્મા
આ સેલેબ્સેનું મિડલ નેનમાં તેમની માતાની સરનેમ છે અને લાસ્ટ નેમમાં પિતાની અટક છે. તે કહે છે કે તેણી તેના માતા-પિતા બંન્નેને પ્રેમ કરે છે અને તેમની બંને અટક સ્વીકારવાનો ગર્વ અનુભવે છે. ઘણીવાર, તેનું મીડલ નામ તેના પિતાના અને તેના પતિના છેલ્લા નામ સાથે લોકોને મૂંઝવણ પણ થાય છે. લોકો તેનેે પતિની સરનેમ માની બેસે છે. 
મલ્લિકા શેરાવત 
મલ્લિકા શેરાવત એક ગ્લેમરસ મોડલ છે. તેણે ન માત્ર સરનેમમાં માતાની અટકનો જ ઉપયોગ કર્યો નથી પણ તેણે પોતાના મૂળ નામ તરીકે પોતાની માતાનું ફર્સ્ટ નેમ સ્વીકાર્યું છે. તેનું સાચું નામ 'રીમા લાંબા' હતું, પરંતુ તેણીના મમ્મી પ્રત્યેના પ્રેમે તેને મલ્લિકા શેરાવત સાથે વળગી રહેવા માટે  પ્રેરણા અપી, કારણ કે તે માને છે કે તેની માતા તેના માટે લકી ચાર્મ ચાર્મ છે.

ઈમરાન ખાન
તે તેના માતા-પિતા બંન્ને પ્રેમ કરે છે પરંતુ તેની માતાના નામ પર ગર્વ અનુભવે છે. નુઝહત ખાન તેની માતા હતી અને અનિલ પાલ તેના પિતાનું નામ હતું. તેઓએ છૂટાછેડા લીધા પછી, તેણે તેની અટક તરીકે 'ખાન' રાખવાનું નક્કી કર્યું, અને તેને કાયદેસર રીતે વારસામાં મળ્યું. 

અદિતિ રાવ હૈદરી
તેની સરનેમ અને નામની વાર્તાપણ રસપ્રદ છે કારણ કે તેનો જન્મ રાજકુમારી તરીકે થયો હતો, અને તેની કુટુંબ પણ મોભાદાર છે. તેમના નાનાજી જે. રામેશ્વર રાવ વાનપર્થી રાજા હતા અને તેમના દાદાજી નિઝામના વડા પ્રધાન હતા. તેથીઅદિતિએ તેમના બંને  સરનેમ રાખી છે. 

રિયા સેન અને રાયમા સેન
આ બે સુંદર અભિનેત્રીઓ તેમની માતાના છેલ્લા નામની સરનેમનો ગર્વ અનુભવે છે.  ભલે તેમની બોલિવૂડ કારકિર્દી સફળ સાબિત થઈ ન હોય, પરંતુ તેમણે ઘારણાઓ તોડવા અને પિતાની અટકનો ઉપયોગ કરવાની વર્ષો જૂની પરંપરાને અનુસરવા માટે લોકપ્રિય છે.

સંજય લીલા ભણસાલી
તમને જાણીને નવાઈ લાગશે કે બાજીરાવ મસ્તાની અને રામ લીલા ફિલ્મોના નિર્માતા તેમની માતાના નામનો ઉપયોગ તેમના મિડલ નેમ તરીકે કરે છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે તે તેમની મમ્મીને પ્રેમ કરે છે અને તેના નામ પર તેને ગર્વ અનુભવે છે.

ઐશ્વર્યા રાય બચ્ચન
ઐશ્વર્યાએ તેના પતિ અને માતા બંનેની અટક વારસામાં મેળવ્યા પછી એક ઉત્તમ ઉદાહરણ સેટ કર્યું છે. તેણે અન્ય મહિલાઓને પ્રેરણા પૂરી પાડે છે જેઓ લગ્ન માટે તેમના પિતૃપ્રધાન છેલ્લું નામ છોડવાનો ડર હોય છે.

કરીના કપૂર ખાન
કરીના તેના વૈવાહિક અને પિતૃ બંન્ને પરિવારના નામોનો આદર કરે છે. તે કપૂર ખાનદાનની દીકરી છે અને હવે નવાબ પરિવારની વહુ છે,  બન્ને પરિવાર સૌથી મજબૂત અને શાહી પરિવારો છે. 


સાયરા બાનુ
વિતલા જમાનાના પીઢ અભિનેત્રીમાં જેમની ગણતરી થાય છે તેવાં સાયરા બાનું  દ્વારા તેમના પરિવારનું નામ આગળ વધારવા માટે ખરેખર એક મહાન પહેલ કરાઇ હતી. સાયરા બાનુએ જ્યારે જંગલી ફિલ્મથી બોબિવુડ ડેબ્યુ કર્યું ત્યારે તેમણે એક સાહસિક કામ કર્યું હતું. તેમની માતાનું નામ નસીમ બાનુ હતું અને પિતાનું નામ મિયાં એહસાન-ઉલ-હક હતું. તેમણે દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા પછી પણ પોતાની અટક બદલી ન હતી અને હંમેશા તેમણે માતાની સરનેમ અપનાવી. જે તે સમય દરમિયાન સ્ટીરિયોટાઇપ્સ તોડી મતા પ્રત્યેની તેમની કૃતજ્ઞતા હતી. 
અત્યારે આપણી આસપાસ પણ ઘણાં  લોકો એવાં છે જેમણે પોતાની માતાના નામ કે સરનેમને પોતાની ઓળખ બનાવી છે. જાણીતા લેખક અને સિનિયર જર્નાલિસ્ટ રવિ ઇલા ભટ્ટ્ હોય કે મેહુલ મંગુબેન હોય તમામ લોકોએ પણ સરનેમ તરીકે પોતાની માતના નામ કે અટક રાખવાનું પસંદ કર્યું છે.    
Tags :
ADITIRAOHEDARIASHIVRTYARAIBACHHANGujaratFirstKANKANASENkareenakapoorMALIKASERAVATsanjayleelabhansaliSAYRBANU
Next Article