Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો કોણ છે શિવસેનાની ઊંઘ ઉડાવનાર આ સાંસદ?

શિલ સેના કર્યકર્તાઓએ આજે સવારે બેરિક્ટ તોડીને મહારાષ્ટ્રના વિધાયક રવિ રાણા અને તેમની પત્ની અને સાંસદ નવનીત રાણાના ઘરમાં જવાની કોશિશ કરી હતી. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી બહાર હનુમાન ચાલીસા પાઠ કરવાની જાહેરાત કરી હતી. નવનીત રાણા આ પહેલાં પણ ઘણીવાર સમાચારો મા છવાયેલી રહેલાં છે.  વિપક્ષી પાર્ટીઓએ તેમના કાસ્ટ સર્ટિફિકેટને નકલી કરાર આપ્યો છે. ત્યારથà«
જાણો કોણ છે શિવસેનાની ઊંઘ ઉડાવનાર આ સાંસદ
શિલ સેના કર્યકર્તાઓએ આજે સવારે બેરિક્ટ તોડીને મહારાષ્ટ્રના વિધાયક રવિ રાણા અને તેમની પત્ની અને સાંસદ નવનીત રાણાના ઘરમાં જવાની કોશિશ કરી હતી. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી બહાર હનુમાન ચાલીસા પાઠ કરવાની જાહેરાત કરી હતી. 
નવનીત રાણા આ પહેલાં પણ ઘણીવાર સમાચારો મા છવાયેલી રહેલાં છે.  વિપક્ષી પાર્ટીઓએ તેમના કાસ્ટ સર્ટિફિકેટને નકલી કરાર આપ્યો છે. ત્યારથી કોર્ટે આ મુદ્દે કેસ દાખલ કરીને તપાસનો આદેશ આપ્યો છે. મુંબઇમાં 3 જાન્યુઆરી 1986ના દિવસે જન્મેલી નવનીત કોર ઘણી તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેમના માતા પિતા પંજાબી છે. તેમના પિતા આર્મી ઓફિસર હતાં. નવનીતે 12માં ધોરણ સુધી અભ્યાસ કરીને અને તેના બાદ મોડલીંગ ક્ષેત્રે કરિયર બનાવ્યું. નવનીત પહેલી વાર તેના પતિને બાબા રામદેવના આશ્રમમાં મળી હતી. એક સમૂહ લગ્નમાં તેમણે 2 ફેબ્રુઆરી 2011માં  લગ્ન કર્યા હતાં. તેમના લગ્નમાં મહારાષ્ટ્રમાં પૃથ્વીરાજ ચૌહાણ, યોગ ગુરુ બાબા રામદેવ, સહારા પ્રમુખ સુબ્રતો રોયની સાથે વિવેક ઓબરોયે હાજરી આપી હતી.
રાજનીતીમાં આવતા પહેલાં લગ્ન પછી નવનીતે પોતાની ઝળહળતી ફિલ્મ કારર્કિદી છોડી રાજકારણમાં ઝંપલાવ્યું. નવનીતને જે લોકો પગ તોડી નાખવાની ધમકી આપે છે તેનાથી પોતે ડરતી નહી હોવાનું જણાવીને પડકાર ફેંકયો હતો. મુંબઇમાં જન્મેલા નવનીત  રાણા 12 માં ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી મોડલિંગમાં ઝંપલાવ્યું હતું.  ત્યાર પછી તેલુગુ ,કન્નડ, મલયાલમ અને પંજાબી, ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. નવનીત રાણા મરાઠી, પંજાબી, તેલુગુ, હિંદી અને અંગ્રેજી એમ પાંચ ભાષા જાણે છે. વર્ષ 2011માં અમરાવતીના બડનેરા વિધાનસભાના અપક્ષ સાંસદ રવિ રાણા સાથે લગ્ન કર્યા હતા. 
લગ્ન પછી નવનીતે પોતાની ઝળહળતી ફિલ્મ કારર્કિદી પર પૂર્ણવિરામ મુકી દીધું હતું. આ પૂર્વ અભિનેત્રી હાલમાં અમરાવતીના અપક્ષ સાંસદ છે પતિના પગલે રાજકારણમાં ઝંપલાવીને 2014માં એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચુંટણી લડયા જેમાં હાર થઇ હતી. જો કે વિધાનસભામાં હાર થવા છતાં નવનીત રાણા હિંમત હાર્યા ન હતા તેમણે 2019ના લોકસભા ઇલેકશનમાં  અપક્ષ ઉમેદવાર તરીકે  જીત મેળવી હતી. કોંગ્રેસ અને એનસીપીની મદદથી નવનીતે શિવસેનાના દિગ્ગજ નેતા આનંદરાવ અડસુલને અમરાવતી બેઠક પર 36000 મતોથી હરાવ્યા હતા. નવનીત કોર સંસદમાં અને સંસદ બહાર શિવસેના વિરુધ નિવેદનો માટે જાણીતા છે. તે અપક્ષ ઉમેદવાર છે પરંતુ લોકસભામાં ભાજપને વધારે સમર્થન કરે છે. તેમને કેન્દ્ર સરકાર તરફથી ઝેડ કેટેગરીની સુરક્ષા પણ આપવામાં આવી છે. 
Advertisement
Tags :
Advertisement

.