Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જાણો કોણ છે મિસ ઈન્ડિયા 2022ની વિજેતા સિની શેટ્ટી

સિની શેટ્ટીની સુંદરતા પર સૌ કોઇ ક્લીન બોલ્ડ થયા છે. દેશને નવી બ્યુટી ક્વીન મળી છે. ફેમિના મિસ ઈન્ડિયા 2022ની જાહેરાત કરવામાં આવી છે. કર્ણાટકની સિની શેટ્ટીને મિસ ઈન્ડિયા 2022નો તાજ મળ્યો છે.બ્યુટી વિથ બ્રેઈન સિની શેટ્ટીએ 31 ફાઇનલિસ્ટને હરાવીને આ ટાઇટલ જીત્યું છે. સિની શેટ્ટીને સોશિયલ મીડિયા પર અભિનંદન મળી રહ્યા છે. સિની શેટ્ટીએ પોતાની સુંદરતા અને ક્વિક જવાબોથી જજોને પ્રભાવિત કર્યા હતા
08:39 AM Jul 04, 2022 IST | Vipul Pandya
સિની શેટ્ટીની સુંદરતા પર સૌ કોઇ ક્લીન બોલ્ડ થયા છે. દેશને નવી બ્યુટી ક્વીન મળી છે. ફેમિના મિસ ઈન્ડિયા 2022ની જાહેરાત કરવામાં આવી છે. કર્ણાટકની સિની શેટ્ટીને મિસ ઈન્ડિયા 2022નો તાજ મળ્યો છે.
બ્યુટી વિથ બ્રેઈન સિની શેટ્ટીએ 31 ફાઇનલિસ્ટને હરાવીને આ ટાઇટલ જીત્યું છે. સિની શેટ્ટીને સોશિયલ મીડિયા પર અભિનંદન મળી રહ્યા છે. સિની શેટ્ટીએ પોતાની સુંદરતા અને ક્વિક જવાબોથી જજોને પ્રભાવિત કર્યા હતાં. ટોન્ડ ફિગર, ગ્લેમરસ સ્ટાઇલ અને શાર્પ ફિચર્સ સિની શેટ્ટીને પરફેક્ટ બનાવે છે.
જ્યારથી સિની શેટ્ટીને મિસ ઈન્ડિયા 2022નો ખિતાબ મળ્યો છે. દરેક વ્યક્તિ તેમના વિશે ગૂગલ કરવામાં વ્યસ્ત છે. લોકો જાણવા માગે છે કે આ દક્ષિણ ભારતીય સુંદરી કોણ છે. 21 વર્ષની સિની સેટ્ટીનો જન્મ મુંબઈમાં થયો હતો. તે મૂળ કર્ણાટકની છે. સિની એકાઉન્ટિંગ અને ફાઇનાન્સમાં સ્નાતકની ડિગ્રી ધરાવે છે. 
સિની શેટ્ટીને ડાન્સનો ખૂબ જ શોખ છે. તે 4 વર્ષની ઉંમરથી ડાન્સ કરી રહી છે. 14 વર્ષની ઉંમર સુધીમાં, સિનીએ આરંગેત્રમ થઇ ગયું હતું. તે ભરતનાટ્યમની કલાકાર છે. 
સિની શેટ્ટીની ઇન્સ્ટા પ્રોફાઇલ પર તેના ડાન્સ વીડિયો જોઈ શકો છો. તેની ડાન્સિંગ રીલ્સ પણ ઘણાં વાયરલ થાય છે. સિનીનો ક્લાસિકલ ડાન્સ કોઈનું પણ દિલ જીતી શકે છે. 
સિનીની પ્રોફાઇલ જોઈને અને તેના વિશે જાણીને એક વાત સ્પષ્ટ થાય છે કે સિની બહુ પ્રતિભાશાળી છે. સિનીએ પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. તેણે ઘણા મોટા બેનરની એડ પણ કરી છે. 
સિની લૂક્સમાં પણ કોઈથી ઓછી નથી. તેનો કિલર બોલિવૂડની સુંદરીઓને હરાવી દે છે. સિની ફેશનેબલ અને સ્ટાઇલિશ છે. તમે ઇન્સ્ટા પર તેના ખૂબસૂરત લૂકસથી ઇમપ્રેસ થઇ જશો.
ઇન્સ્ટા પર તેના  66.3K ફોલોઅર્સ છે. હવે જ્યારે તે મિસ ઈન્ડિયા 2022 બની ગઈ છે, તો ચોક્કસ તેના ફોલોઅર્સની સંખ્યા ઝડપથી વધી જશે.સિની શેટ્ટીએ  મિસ ઇન્ડિયા સ્પર્ધામાં રૂબલ શેખાવત અને શિનાતા ચૌહાણને હરાવીને મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો છે. રાજસ્થાનની રૂબલ શેખાવત ફર્સ્ટ રનર અપ છે. જ્યારે યુપીની શિંતા ચૌહાણ સેકન્ડ રનર અપ બની છે.
આ પણ વાંચો- શમશેરાના ગીતમાં રણબીર કપૂરના ડાન્સ સ્ટેપ જોઈને ફેન્સે કહ્યું 'જોરદાર'
 
Tags :
GujaratFirstMissIndia2022MissIndia2022winnerSiniShettysinishettyyDancing
Next Article