Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો અમદાવાદમાં સૌથી વધુ ગરમી કયા વિસ્તારમાં પડે છે?

કાળઝાળ ગરમી તોડી રહી છે તમામ રેકોર્ડ આકાશમાંથી વરસી રહી છે અગન વર્ષા લોકો ગરમીથી પોકારી ગયા ત્રાહીમામ શહેર હોય કે ગામ બની ગયા ભઠ્ઠી  ગુજરાતમાં  મે મહિનાની શરુઆતથી જ ગરમીનો પારો આસમાને પહોંચી ગયેલો છે.. અને જેમ જેમ મે મહિનો આગળ વધી રહ્યો છે તેમ તેમ ગરમી પણ વધી રહી છે.. હાલ રાજ્યના મુખ્ય શહેરો સહિત ઘણા વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હાલની સ્થિતીએ એવું લાગી રહ્યું કે જાણે ગુજરાત
જાણો અમદાવાદમાં સૌથી વધુ ગરમી કયા વિસ્તારમાં પડે છે
  • કાળઝાળ ગરમી તોડી રહી છે તમામ રેકોર્ડ 
  • આકાશમાંથી વરસી રહી છે અગન વર્ષા 
  • લોકો ગરમીથી પોકારી ગયા ત્રાહીમામ 
  • શહેર હોય કે ગામ બની ગયા ભઠ્ઠી 
 
ગુજરાતમાં  મે મહિનાની શરુઆતથી જ ગરમીનો પારો આસમાને પહોંચી ગયેલો છે.. અને જેમ જેમ મે મહિનો આગળ વધી રહ્યો છે તેમ તેમ ગરમી પણ વધી રહી છે.. હાલ રાજ્યના મુખ્ય શહેરો સહિત ઘણા વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હાલની સ્થિતીએ એવું લાગી રહ્યું કે જાણે ગુજરાત અગનભઠ્ઠી બની ગયું છે. ગરમીથી બચવા માટે લોકો કામ વગર બહાર જવાનું  ટાળી રહ્યા છે અને ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે.
  • સાત શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત 
  • સાત શહેરોમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન
  • કાળઝાળ ગરમીમાં શેકાઇ રહ્યા છે લોકો 
ગરમી રાજ્યમાં છેલ્લા એક મહિનાથી ગરમીનો પ્રકોપ યથાવત છે. મળતી જાણકારી અનુસાર,રાજ્યમાં બુધવારે સાત શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો.  સુરેંદ્રનગરમાં તો ગરમીનો પારો 46 ડિગ્રી પર પહોંચી ગયો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 45.8 ડિગ્રી સાથે ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી. 

ગરમીથી ક્યારે મળશે રાહત ?
અમદાવાદમાં સૌથી વધુ ગરમી બોપલ-આંબલીમાં 
અમદાવાદના વિવિધ વિસ્તારોની વાત કરીએ તો બોપલ-આંબલીમાં 45.5 ડિગ્રી તાપમાનનો પારો રહ્યો હતો. સેટેલાઈટમાં 45.4 ડિગ્રી, એયરપોર્ટ વિસ્તારમાં 45.3 ડિગ્રી, નવરંગપુરામાં 45.2 ડિગ્રી,  એસજી હાઈવે પર 44.9 ડિગ્રી, ગિફ્ટ સિટીમાં 44.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
  • શેકાઇ રહ્યા છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત
  • સૌરાષ્ટ્રમાં પણ વરસી રહી છે આકાશમાંથી આગ 
  • અંગ દઝાડતી ગરમીથી પરેશાન લોકો 
ખાનગી હવામાન એજન્સીઓનું માનીએ તો અમદાવાદમાં બપોરના સમયે મોટાભાગના વિસ્તારોમાં પારો 47 ડિગ્રીને પાર થઈ ગયો હતો. રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો ડિસામાં ગરમીનો પારો 45 ડિગ્રી પર પહોંચ્યો હતો. અમરેલીમાં ગરમીનો પારો 44.8 ડિગ્રી પર પહોંચ્યો છે. . તો ભાવનગરમાં ગરમી પારો 44.5 ડિગ્રીને આંબી ગયો છે. . રાજકોટ  44.2 ડિગ્રી ગરમીમાં શેકાયું. તો ભૂજમાં ગરમીનો પારો 43.8 ડિગ્રી નોંધાયો. . વલ્લભવિદ્યાનગરમાં ગરમીનો પારો 43.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે વડોદરામાં ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચ્યો હતો. કંડલા પોર્ટ પર તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું. તો કેશોદમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચ્યો છે.. 
Advertisement
Tags :
Advertisement

.