રાજદ્રોહ અંગેની સુનાવણીમાં જાણો શું કહ્યું ચીફ જસ્ટિસે
રાજદ્રોહ અંગેના કાયદા અંગે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં સરકારની તરફથી સોલિસીટર જનરલે કહ્યું કે સરકારમાં સર્વોચ્ચ સ્તરે આ મામલે વિચાર કરાઇ રહ્યો છે. અત્યારે કાનૂનની વૈધતા પર સુનાવણી કરવામાં ના આવે. જો કે કપિલ સિબ્બલે કહ્યું કે તે મુદ્દે સુનાવણી રોકી ના શકાય. કોઇ નવો કાયદો સંસદમાં પડતર નથી અને સરકાર જુના કાયદા પર વિચાર કરી રહી છે. જેના પર મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન.
રાજદ્રોહ અંગેના કાયદા અંગે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં સરકારની તરફથી સોલિસીટર જનરલે કહ્યું કે સરકારમાં સર્વોચ્ચ સ્તરે આ મામલે વિચાર કરાઇ રહ્યો છે. અત્યારે કાનૂનની વૈધતા પર સુનાવણી કરવામાં ના આવે. જો કે કપિલ સિબ્બલે કહ્યું કે તે મુદ્દે સુનાવણી રોકી ના શકાય. કોઇ નવો કાયદો સંસદમાં પડતર નથી અને સરકાર જુના કાયદા પર વિચાર કરી રહી છે.
જેના પર મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન.વી.રમનાએ કહ્યું કે અમે આ મામલે નોટિસ આપી હતી અને હવે સરકાર વિચાર કરી રહી છે તો તેમાં કેટલો સમય લાગશે. તેના જવાબમાં સોલિલીટર જનરલે કહ્યું કે કાયદો 100 વર્ષથી વધુ સમયથી છે. અમે એ જ કહ્યું કે જો કોર્ટ વિચાર કરી રહી છે તો સંવિધાન પીઠ સાંભળી લે. પણ અમારો આગ્રહ છે કે હમણાં સુનાવણી કરવામાં ના આવે. હું હમણાં એટલું જ કહી શકું કે ગંભીરતાથી કામ ચાલી રહ્યું છે તે અમારા સોગંદનામાની ભાષા પરથી પણ સમજી શકાય તેમ છે.
તો બીજી તરફ વરિષ્ટ વકીલ ગોપાલ શંકરનારાયણે કહ્યું કે સરકાર અને સંસદને એક નહી માનવામાં આવે. હાઇકોર્ટમાં મેરિટલ રેપ કેસમાં પણ આવું સ્ટેન્ડ લીધુ હતું
ચીફ જસ્ટિસે કહ્યું કે સોગંદનામાં લખ્યું છે કે મામલો ખુદ વડાપ્રધાનની જાણમાં છે. વડાપ્રધાન લોકોના અધિકારોને પ્રાથમિકતા આપવાના પક્ષમાં છે. સરકાર આ મામલે વ્યકત કરાઇ રહેલા તમામ વિચારોથી જાણકાર છે. અમે તે માનવા તૈયાર છીએ કે સરકાર આ મામલાને ગંભીરતાથી લઇ રહી છે.
તેમણે એમ પણ કહ્યું કે તે પણ જોવું પડશે કે કારણ વગર કરાયેલા કેસોથી કઇ રીતે બચી શકાય. તેમાં એટોર્ની જનરલે કહ્યું કે હનુમાન ચાલીસા વાંચવા પર કોઇ પર રાજદ્રોહનો કેસ થઇ ગયો હતો.તેના પર સોલિસીટર જનરલે કહ્યું કે તે રાજ્યોની જવાબદારી છે.
ચીફ જસ્ટિસે કહ્યું કે તમે કેવી રીતે આવા લોકોને સુરક્ષા આપશો. જેની પર કેસ ચાલી રહ્યો છે, જેના પર ભવિષ્યમાં કેસ થઇ શકે છે. સોલિસીટર જનરલે કહ્યું કે તમામ કેસ પોતાના રાજ્યોની હાઇકોર્ટમાં છે અને અમારી પાસે દરેક કેસની જાણકારી નથી.
ચીફ જસ્ટીને કહ્યું કે ચૂકાદા ઘણી વાર આપવામાં આવ્યા છે. નીચલા સ્તરે પોલીસ કેસ દાખલ કરે છે. સારુ એ છે કે કેન્દ્ર દ્વારા એક સ્પષ્ટ નિર્દેશ તમામ રાજ્યોને મોકલવામાં આવે. તેમણે કહ્યું કે અમે વિચાર કરવા માટે સમય આપવા તૈયાર છીએ. પણ અમે તમને કાલ સુધીનો સમય આપીએ છીએ. સોલિસીટર જનરલ જણાવે કે પડતર કેસ અને ભવિષ્યમાં નોંધાનારા કેસ પર તેની શું અસર પડશે.
Advertisement