ફાયર સેફ્ટીના મુદ્દે એડવોકેટ જનરલે શું કહ્યું ગુજરાત હાઇકોર્ટમાં, જાણો
રાજ્યમાં ફાયર સેફટી એક્ટની અમલવારીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હાઇકોર્ટમાં એડવોકેટ જનરલે નિવેદન આપ્યું છે કે ફાયર સેફટી એન.ઓ.સી અને બી.યુ. વિનાની ઇમારતો સામે કાર્યવાહી કરાઈ રહી છે. ફાયર સેફ્ટી એકટની અમલવારી બાબતે એડવોકેટ જનરલે હાઇકોર્ટમાં નિવેદન આપ્યું હતું કે જે ઇમારતોને ધારાધોરણો પ્રમાણે નિયમિત કરી બિલ્ડીંગ યુઝ પરમિશન આપી શકાશે એમને નોટિસ આપી અને બી.યુ. મેળવી લેવા પ્રશાસà
05:06 PM May 04, 2022 IST
|
Vipul Pandya
રાજ્યમાં ફાયર સેફટી એક્ટની અમલવારીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હાઇકોર્ટમાં એડવોકેટ જનરલે નિવેદન આપ્યું છે કે ફાયર સેફટી એન.ઓ.સી અને બી.યુ. વિનાની ઇમારતો સામે કાર્યવાહી કરાઈ રહી છે.
ફાયર સેફ્ટી એકટની અમલવારી બાબતે એડવોકેટ જનરલે હાઇકોર્ટમાં નિવેદન આપ્યું હતું કે જે ઇમારતોને ધારાધોરણો પ્રમાણે નિયમિત કરી બિલ્ડીંગ યુઝ પરમિશન આપી શકાશે એમને નોટિસ આપી અને બી.યુ. મેળવી લેવા પ્રશાસન જાણ કરશે. તેમણે કહ્યું કે જેમને બી.યુ. પરમિશન મળી શકે એમ નહીં હોય એવી ઇમારતો સીલ કરાશે કે તોડી પડાશે.
દરમિયાન, સુનાવણી વખતે હાઇકોર્ટે એસ.વી.પી. હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની પણ નોંધ લીધી હતી. આ મામલે એડવોકેટ જનરલે કોર્ટને કહ્યું કે ફાયર સેફટી ઈકવિપમેન્ટ કાર્યરત હતા, 10 જ મિનિટમાં સ્થિતિ પર કાબુ મેળવાયો હતો
બીજી તરફ અરજદારે પણ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું કે પ્રશાસને પગલાં લેવાના શરૂ કર્યા છે, જે લોકોના હિતમાં અને ભલા માટે છે. સમગ્ર મામલાની હવે જૂન મહિનામાં આગામી સુનાવણી થશે.
ઉલ્લેખનવિય છે કે રાજયમાં છેલ્લા ઘણાં સમયથી ફાયર સેફ્ટીના મુદ્દે હાઇકોર્ટ દ્વારા સરકારને કડક કાર્યવાહીના આદેશ આપી રહી છે. હાઇકોર્ટના વલણ બાદ સરકાર પણ ફાયર સેફ્ટીના મુદ્દે ગંભીર બની રહી છે.
Next Article