Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CPPની બેઠકમાં જાણો સોનિયા ગાંધીએ નેતાઓને શું કહ્યું

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ સંસદમાં કોંગ્રેસ સંસદીય દળને સંબોધીત કરતાં કહ્યું હતુ કે પક્ષ માટે એકતા સર્વોપરી છે અને હું તેના માટે કોઇ પણ નિર્ણય કરવા તૈયાર છું. સંસદ ભવનમાં આયોજીત કોંગ્રેસ સંસદીય દળને સંબોધીત કરતાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠક જલ્દી બોલાવામાં આવશે. સાથે જ તેમણે ચિંતીન શિબીર યોજવાનું પણ જણાવ્યું હતું. તેમણે પક્
cppની બેઠકમાં જાણો સોનિયા ગાંધીએ નેતાઓને શું કહ્યું
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ સંસદમાં કોંગ્રેસ સંસદીય દળને સંબોધીત કરતાં કહ્યું હતુ કે પક્ષ માટે એકતા સર્વોપરી છે અને હું તેના માટે કોઇ પણ નિર્ણય કરવા તૈયાર છું. 
સંસદ ભવનમાં આયોજીત કોંગ્રેસ સંસદીય દળને સંબોધીત કરતાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠક જલ્દી બોલાવામાં આવશે. સાથે જ તેમણે ચિંતીન શિબીર યોજવાનું પણ જણાવ્યું હતું. તેમણે પક્ષને મજબૂત કરવા પર ભાર આપીને કહ્યું કે સમય આવી ગયો છે કે કોંગ્રેસના નેતાઓ આંતરીક મતભેદ ભુલાવીને પક્ષને મજબૂત કરે કારણ કે દેશ માટે કોંગ્રેસ જરુરી છે. 
તેમણે કહ્યું કે ભાજપની વિભાજનકારી નીતિ ચાલી રહી છે અને તેથી જમીન પર સંઘર્ષ કરવો જરુરી બની ગયો છે. તેમણે કોંગ્રેસ નેતાઓને મોંઘવારી સામે પુરજોશથી અવાજ ઉઠાવવાની અપિલ કરી હતી. જીવન જરુરીયાતની ચીજોના ભાવ વધવા બદલ પણ તેમણે સરકારની ટીકા કરી હતી. 
તેમણે બેઠકમાં કહ્યું હતું કે પક્ષમાં એકતા સર્વોપરી છે અને તેઓ આ માટે દરેક પગલાં ભરવા તૈયાર છે. જે સલાહ મળી છે તેના પર કામ ચાલી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીનું પુનરુત્થાન માત્ર પક્ષ માટે જ નહી પણ લોકશાહી અને સમાજ માટે પણ જરુરી છે. તેમણે શિબીર યોજવા પર ભાર મુકતા કહ્યું કે શિબીર એટલા માટે જરુરી છે કે તેમાં લોકો પોતાની વાત રજૂ કરી શકે છે અને પક્ષ  ચલાવવા માટે રોડપેમ તૈયાર થઇ શકે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના ચાર વરિષ્ટ અને અનુભવી સહયોગીએ હમણાં જ રાજયસભામાંથી નિવૃત્ત થયા છે અને તેમણે તેમના કાર્યકાળમાં ઘણું જ યોગદાન આપ્યું છે. 
Advertisement
Tags :
Advertisement

.