જે કિંમત પર એલન મસ્કે ટ્વિટર ખરીદ્યું, જાણો તેટલી કિંમતમાં શું શું થઇ શકે
વિશ્વના સૌથી વધુ ધનાઢય વ્યક્તિ એલન મસ્કે ટ્વિટરને 44 અરબ ડોલરમાં ખરીદી લીધું છે. આ એટલી મોટી રકમ છે કે તેનાથી ભારતમાં બે વર્ષ સુધી 80 કરોડ ગરીબોને મફતમાં રાશન વહેંચી શકાય છે અને એમ્સ જેવા 150થી વધુ હોસ્પિટલ પણ બનાવી શકાય છે. 44 અરબ ડોલર એટલે કે ભારતીય કરન્સી મુજબ 3 લાખ 36 હજાર કરોડ રુપિયા. આટલી મોટી રકમમાં શ્રીલંકાકર્જ મુકત થઇ શકે છે. ભારતમાં ગરીબોને મફત રાશન મળી શકે છે અને શિક્ષણ પર ત્રણ ગણà
Advertisement
વિશ્વના સૌથી વધુ ધનાઢય વ્યક્તિ એલન મસ્કે ટ્વિટરને 44 અરબ ડોલરમાં ખરીદી લીધું છે. આ એટલી મોટી રકમ છે કે તેનાથી ભારતમાં બે વર્ષ સુધી 80 કરોડ ગરીબોને મફતમાં રાશન વહેંચી શકાય છે અને એમ્સ જેવા 150થી વધુ હોસ્પિટલ પણ બનાવી શકાય છે.
44 અરબ ડોલર એટલે કે ભારતીય કરન્સી મુજબ 3 લાખ 36 હજાર કરોડ રુપિયા. આટલી મોટી રકમમાં શ્રીલંકા
કર્જ મુકત થઇ શકે છે. ભારતમાં ગરીબોને મફત રાશન મળી શકે છે અને શિક્ષણ પર ત્રણ ગણો વધુ ખર્ચ થઇ શકે તેમ છે.
હવે આટલા 44 અરબ ડોલરમાં ધનાઢ્ય વ્યક્તિ એલન મસ્કે ટ્વિટર ખરીદી લીધું છે. બે વર્ષ પહેલાં મસ્કની નેટવર્થ આનાથી લગભગ અડધી હતી. 2020માં તેમની નેટવર્થ 24 અરબ ડોલરની આસપાસ હતી અને હવે તેમની નેટવર્થ 245 અરબ ડોલર પર પહોંચી ચુકી છે.
આટલી મોટી રકમમાં 1.32 કરોડ નોકરીઓ ઉભી થઇ શકે તેમ છેજયારે 150 એમ્સ જેવી હોસ્પિટલોનું નિર્માણ થઇ શકે તેમ છે. 80 કરોડ ગરીબોને 2 વર્ષ સુધી ફ્રીમાં રાશન મળી શકે તેમ છે જયારે 350 મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડીયમ જેવા બની શકે છે. આ ઉપરાંત 2500 રુપિયા દરેક ભારતીયને મળી શકે તેમ છે. 112 મૂર્તી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવી બની શકે છે.