Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસના ચિંતન શિબિર અંગે પ્રશાંત કિશોરે શું કહ્યું, જાણો

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ફરી એક વાર કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના ચિંતન શિબિરથી  કંઇ પણ હાંસલ નથી થયું. જો કે કોંગ્રેસ નેતૃત્વને યથાસ્થિતીને લાંબુ ખેંચવાનો સમય મળ્યો છે. ઓછામાં ઓછું ગુજરાત અને હિમાચલમાં ચૂંટણીમાં હાર સુધી. પ્રશાંત કિશોરે ટ્વિટ કરીને કહ્યું કે તેમને લગાતાર કોંગ્રેસના ચિંતન શિબીર મુદ્દે સવાલો કરાઇ રહ્યા છે. મારા વિચારથી કોંગ્
કોંગ્રેસના ચિંતન શિબિર અંગે પ્રશાંત કિશોરે શું કહ્યું  જાણો
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ફરી એક વાર કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના ચિંતન શિબિરથી  કંઇ પણ હાંસલ નથી થયું. જો કે કોંગ્રેસ નેતૃત્વને યથાસ્થિતીને લાંબુ ખેંચવાનો સમય મળ્યો છે. ઓછામાં ઓછું ગુજરાત અને હિમાચલમાં ચૂંટણીમાં હાર સુધી. 
પ્રશાંત કિશોરે ટ્વિટ કરીને કહ્યું કે તેમને લગાતાર કોંગ્રેસના ચિંતન શિબીર મુદ્દે સવાલો કરાઇ રહ્યા છે. મારા વિચારથી કોંગ્રેસને ચિંતન શિબિરથી કંઇ પણ હાંસલ થયું નથી. જો કે કોંગ્રેસ નેતૃત્વને ઓછામાં ઓછા ગુજરાત અને હિમાચલની ચૂંટણી સુધી હાલના મુદ્દાને ટાળવાનો સમય મળી ગયો છે. 
પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે તેવો કયાસ લાંબા સમયથી લગાવાઇ રહ્યો હતો. કોંગ્રેસને ફરીથી કઇ રીતે ટ્રેક પર લાવવામાં આવે તેવું તેમણે પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમાં કોંગ્રેસમાં તમામ પ્રકારના બદલાવ અંગે પણ સલાહ કરાઇ હતી. તેમાં સોનિયા ગાંધી સહિતના તમામ નેતાઓ પણ મોજુદ હતા. જો કે પ્રશાંત કિશોર અને કોંગ્રેસમાં વાત બની ન હતી અને ત્યારબાદ બંને અલગ પડી ગયા હતા. 
કોંગ્રેસ થી વાત બગડ્યા બાદ પ્રશાંત કિશોરે એલાન કર્યું કે તેઓ 3 હજાર કિમી લાંબી પદયાત્રા કાઢશે. તે સમયે તેઓ બિહારમાં લોકોના પ્રશ્નો સાંભળશે અને 17 હજાર લોકોને મળશે. 
તેઓ નવા પક્ષનું એલાન કરી શકે છે તેવી ચર્ચા પણ ચાલી હતી. જો કે ત્યારબાદ તેમણે સાફ કર્યું કે તેઓ પાર્ટી બનાવવાના નથી. તેમનું ફોકસ બિહારના સામાજીક અને રાજનીતિક જીવનથી જોડાયેલા લોકોથી મળવાનું છે. તમામને તે સાથ લાવવાનું કામ કરશે. 
Advertisement
Tags :
Advertisement

.