Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અપશબ્દોથી ભરપૂર સુપર હિટ વેબ સિરીઝ કર્યા બાદ નવાઝુદ્દીન સિદ્કીએ આ શું કહ્યું?

નવાઝુદ્દીન સિદ્દીકીએ ઘણી વેબ સિરીઝમાં કામ કર્યું છે.  તેઓ ઘણી બધી શાનદાર વેબ સિરીઝમાં એવોર્ડ જીતી ચૂક્યા છે, આજે  તેમણે વેબસિરીઝ  પર એવી કોમેન્ટ કરી કે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. વાસ્તવમાં, નવાઝુદ્દીન કહે છે કે ભારતમાં વેબ સિરીઝની સંખ્યા વધી છે, પરંતુ હવે તેની ગુણવત્તા ઘણી ખરાબ થઈ ગઈ છે. આટલું જ નહીં, નવાઝુદ્દીને તો ત્યાં સુધી કહ્યું કે હવે જે વેબ સિરીઝ આવી રહી છે તેની ક્વૉલિટી ટà«
01:34 PM Apr 28, 2022 IST | Vipul Pandya
નવાઝુદ્દીન સિદ્દીકીએ ઘણી વેબ સિરીઝમાં કામ કર્યું છે.  તેઓ ઘણી બધી શાનદાર વેબ સિરીઝમાં એવોર્ડ જીતી ચૂક્યા છે, આજે  તેમણે વેબસિરીઝ  પર એવી કોમેન્ટ કરી કે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. વાસ્તવમાં, નવાઝુદ્દીન કહે છે કે ભારતમાં વેબ સિરીઝની સંખ્યા વધી છે, પરંતુ હવે તેની ગુણવત્તા ઘણી ખરાબ થઈ ગઈ છે. આટલું જ નહીં, નવાઝુદ્દીને તો ત્યાં સુધી કહ્યું કે હવે જે વેબ સિરીઝ આવી રહી છે તેની ક્વૉલિટી ટીવી સિરિયલો કરતાં પણ ખરાબ હોય છે. હવે જોઈએ કે નવાઝુદ્દીન સિદ્દીકીના આ નિવેદન પર નવી શું બબાલ થશે.
નવાઝુદ્દીને કહ્યું કે જ્યારે તે સેક્રેડ ગેમ્સમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેણે ભવિષ્યવાણી કરી હતી કે આવનારા સમયમાં ઘણી નવી વેબ સિરીઝ બનાવવામાં આવશે જે ક્રાઈમ અને ડ્રગ્સ પર આધારિત હશે. વધુમાં નવાઝુદ્દીને કહ્યું, 'એક ફોર્મ્યુલા છે જેનું પાલન કરવું જોઈએ. જ્યારે મેં સેક્રેડ ગેમ્સ કરી હતી ત્યારે મેં કહ્યું હતું કે આ પછી જે પણ  સિરીઝ રિલીઝ થશે તે ડ્રગ્સ અને ક્રાઈમ પર આધારિત હશે અને તેનો ટ્રેન્ડ પણ ચાલશે. આ વાત સાચી સાબિત થઈ હતી. પરંતુ હવે વેબ સિરીઝ બહુ બનતી નથી, પરંતુ તેમ છતાં  તેમની ગુણવત્તા સારી  નથી.  જો કે વેબ મૂવી વધુ સારી છે. પરંતુ સિરીઝ એટલી સારી રીતે ચાલી રહી નથી. મને યાદ છે કે હું ભોપાલમાં શૂટિંગ કરી રહ્યો હતો અને ત્યાં વધુ 26 સિરીઝનું શૂટિંગ થઈ રહ્યું હતું. હવે કોઈપણ  કલાકાર કામ વગરનો નથી રહ્યો. દરેક વ્યક્તિ વ્યસ્ત છે અને તે સારી વાત છે.
નવાઝુદ્દીને આગળ કહ્યું, 'પરંતુ જે બની રહ્યું છે તેની ગુણવત્તા ટીવી સિરિયલો કરતાં પણ ઉતરતી થઇ ગઈ છે.'  આ પહેલા એક ઈન્ટરવ્યૂ દરમિયાન નવાઝુદ્દીને કહ્યું હતું કે તે હવે વેબ શો કરવા માંગતો નથી. આ ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, 'અહીં ઘણા કલાકારો કામ કરી રહ્યા છે, પરંતુ હું કરી શકતો નથી. મારો અંતરાત્મા આ સ્વીકારતો નથી. હા પણ હું વેબ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખીશ કારણ કે તે કલાકારોને વૈશ્વિક પ્લેટફોર્મ આપે છે.
નવાઝુદ્દીન હવે ફિલ્મ હીરોપંતી 2માં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ, નવાઝુદ્દીન અને તારા સુતારિયા મુખ્ય ભૂમિકામાં છે. નવાઝુદ્દીન આ ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ 29 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ સિવાય નવાઝુદ્દીન પાસે ઘણી ફિલ્મો છે જેમાં ટીકુ વેડ્સ શેરુ, બોલે ચૂડિયાં, જોગીરા સારા રા છે. ટીકુ વેડ્સ શેરુ ફિલ્મ કંગના રનૌત દ્વારા બનાવવામાં આવી છે. આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યું છે. આમાં નવાઝુદ્દીન સાથે અવનીત કૌર જોવા મળશે.
Tags :
GujaratFirstHeropanti2NawazuddinSiddiquiWebSeries
Next Article