Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પિતાની પુણ્યતિથીએ હાર્દિક પટેલે શું કહ્યું, જાણો

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પિતાની ગુરુવારે પુણ્યતિથી નિમિત્તે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં સાધુ સંતો ઉપરાંત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તબક્કે હાર્દિક પટેલે કહ્યું કે મને પક્ષ કામ આપશે તો હું 140ની સ્પીડે ચાલતી ટ્રેન જેવું કામ કરીશ. તેમણે કહ્યું કે મારાથી મોટો હિન્દ
પિતાની પુણ્યતિથીએ હાર્દિક પટેલે શું કહ્યું  જાણો
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પિતાની ગુરુવારે પુણ્યતિથી નિમિત્તે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં સાધુ સંતો ઉપરાંત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તબક્કે હાર્દિક પટેલે કહ્યું કે મને પક્ષ કામ આપશે તો હું 140ની સ્પીડે ચાલતી ટ્રેન જેવું કામ કરીશ. તેમણે કહ્યું કે મારાથી મોટો હિન્દુત્વવાદી નેતા કોઇ નથી. 
હાર્દિક પટેલે જણાવ્યું કે નૌતમ સ્વામીએ તેમની લાગણી પ્રગટ કરી છે, મે ભગવાન રામની અહીં સ્થાપના કરી છે, મારે કોઇ વાત સાબિત કરવાની જરુર નથી. હું લવ કુશનો વંશજ છું અને રઘુવંશી છું. અમે હિન્દુ સંસ્કૃતી સાથે જોડાયેલા છીએ. પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે આ કોઇ રાજકિય મંચ ન હતો અને રાજકિય એજન્ડા ન હતો. ધાર્મિક કાર્યક્રમ કરો તો દરેકને આમંત્રણ આપવું જોઇએ. તેમણે કહ્યું કે પાર્ટીનો હું કાર્યકારી પ્રમુખ છું અને સૌ લોકો આવે તે આનંદની વાત છે. 
તેમણે વધુમાં કહ્યું કે હું બેસીને મતભેદ મીટાવી દઇશ. મે કહ્યું હતું કે મને કામ આપો અને પક્ષ જો મને કામ આપશે તો હું 140ની સ્પીડની ટ્રેનની જેમ કામ કરીશ. પરિવારમાં કોઇ ભુલ કરતું હોય તો બોલવું પડે અને મે સાચુ જ કહ્યું છે. આ ગાંધી સરદારની પાર્ટી છે અને નિરાકરણ થશે. જે નારાજગી છે તે ગેરસમજના કારણે છે અને તે દુર થઇ જશે. 
જીગ્નેશ મેવાણી મુદ્દે હાર્દિક પટેલે કહ્યું કે મારી ઉપર પણ 32 કેસ થયા છે અને હું પણ જેલમાં રહ્યો છું. એક ટ્વીટ પર ધરપકડ કરાઇ છે જે લોકશાહીમાં સ્વીકાર્ય નથી અને જલ્દીથી જીગ્નેશ મેવાણીને છોડી મુકવામાં આવે. તેમણે નરેશ પટેલ મુદ્દે કહ્યું કે નરેશે પટેલે રાજકારણમાં આવવું જોઇએ અને નરેશ પટેલ જેવા ઘણા છે તેમણે પણ રાજકારણમાં આવવું જોઇએ. 
Advertisement
Tags :
Advertisement

.