Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ જાણો શું કહ્યું ગુલામનબી આઝાદે !

કોંગ્રેસના જી-23 ગૃપના સિનીયર નેતા ગુલામનબી આઝાદ શુક્રવારે સાંજે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળવા પહોંચતા રાજકારણમાં ચહલ પહલ મચી ગઇ હતી. ઉલ્લેખનિય છે કે  ગત બુધવારે જી-23 ગૃપના નેતાઓની ખાસ બેઠક મળી હતી જેમાં સામુહિક અને સમાવેશી નેતૃત્વની માંગ કરવામાં આવી હતી. આ માંગ બાદ ગૃપના નેતા ગુલામનબી આઝાદ કોંગ્રેસ પ્રમુખને મળવા જતાં અનેક તર્ક વિતર્ક થયા હતા. શુક્રવારે મોડી સાંજે ગુલામબ
સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ જાણો શું કહ્યું ગુલામનબી આઝાદે
કોંગ્રેસના જી-23 ગૃપના સિનીયર નેતા ગુલામનબી આઝાદ શુક્રવારે સાંજે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળવા પહોંચતા રાજકારણમાં ચહલ પહલ મચી ગઇ હતી. ઉલ્લેખનિય છે કે  ગત બુધવારે જી-23 ગૃપના નેતાઓની ખાસ બેઠક મળી હતી જેમાં સામુહિક અને સમાવેશી નેતૃત્વની માંગ કરવામાં આવી હતી. આ માંગ બાદ ગૃપના નેતા ગુલામનબી આઝાદ કોંગ્રેસ પ્રમુખને મળવા જતાં અનેક તર્ક વિતર્ક થયા હતા. 
શુક્રવારે મોડી સાંજે ગુલામબની આઝાદ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા હતા અને ત્યારબાદ બહાર નિકળીને તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ સાથે આ સારી બેઠક હતી. આ તમારા માટે સમાચાર હોઇ શકે છે પણ આ બેઠક અધ્યક્ષ સાથે એક નિયમીત અને સામાન્ય બેઠક હતી. જેમાં એ વાતની ચર્ચા કરવામાં આવી કે કોંગ્રેસ પક્ષે હવે એકજૂટ થઇને આગામી ચૂંટણીઓની તૈયારી કેવી રીતે કરવી જોઇએ. નેતૃત્વ પર કોઇ પ્રશ્ન ન હતો. સીડબલ્યુસીમાં કોઇએ પણ સોનિયાં ગાંધીને પદ  છોડવા માટે કહ્યું ન હતું. 
Advertisement

ઉલ્લેખનિય છે કે કોંગ્રેસ પ્રમુખને મળવાના એક દિવસ પહેલાં જ બુધવારે જી-23 ગૃપના સભ્ય ભુપેન્દ્રસિંહ હુડ્ડાએ પક્ષના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. સુત્રોએ કહ્યું હતું કે એક કલાકથી વધુ સમય માટે ચાલેલી આ બેઠકમાં તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓમાં પરિણામો અને પક્ષને મજબુત કરવા પર ચર્ચા થઇ હતી. રાહુલ ગાંધીએ હુડ્ડાને હરિયાણાના રાજકારણની સ્થિતી વિશે વાતચીત કરવા બોલાવ્યા હતા. 
Tags :
Advertisement

.