ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નરેશ પટેલના રાજકારણમાં જોડાવા મુદ્દે જાણો દિલીપ સંઘાણીએ શું કહ્યું

ખોડલધામ નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરે તે પૂર્વે જ રાજકારણ ગરમાયું છે, ત્યારે  લેઉવા પટેલ સમાજના અગ્રણી અને સહકારી આગેવાન તેમજ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે.  મીડિયા સાથેની વાતચીતમાં દિલીપ સંઘાણીએ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશની અટકળો અંગે ટિપ્પણી કરતા જણાવ્યું છે કે, નરેશ પટેલ વારંવાર કહે છે કે સમાજ કહેશે તો હું રાજકારણમાં પ્રવેશ કરીશ. પરંતુ હું નરà«
11:36 AM Mar 17, 2022 IST | Vipul Pandya
ખોડલધામ નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરે તે પૂર્વે જ રાજકારણ ગરમાયું છે, ત્યારે  લેઉવા પટેલ સમાજના અગ્રણી અને સહકારી આગેવાન તેમજ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે.  મીડિયા સાથેની વાતચીતમાં દિલીપ સંઘાણીએ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશની અટકળો અંગે ટિપ્પણી કરતા જણાવ્યું છે કે, નરેશ પટેલ વારંવાર કહે છે કે સમાજ કહેશે તો હું રાજકારણમાં પ્રવેશ કરીશ. પરંતુ હું નરેશ પટેલને પૂછવા માગું છું કે સમાજ એટલે કોણ? લેઉવા પટેલ સમાજની સૌથી જૂની સંસ્થાનો પ્રમુખ હું છું,  મારી સાથે હજુ સુધી ક્યારેય પણ નરેશભાઈ પટેલ રાજકારણમાં પ્રવેશશે કે કેમ તે અંગે વાતચીત નથી કરી. જો નરેશભાઈ પટેલ મારી સાથે રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ તે અંગે ચર્ચા કરશે તો હું તેમને જરૂર જણાવીશ. 

હાર્દિક પટેલની સ્થિતી વિશે પણ સવાલ 
લેઉવા પટેલ સમાજ માં ખોડલધામના પ્રમુખ તરીકે નરેશભાઈ નું ખુબજ અદકેરું સ્થાન છે. હું પણ તેમને માન આપું છું. સમાજના નામે જે પ્રમાણે હાર્દિક પટેલે રાજકારણ કર્યું તે કિસ્સો સૌ કોઈ જાણે છે. સમાજના નામે આગળ આવેલા હાર્દિક પટેલ ની હાલ રાજકારણમાં શું સ્થિતિ છે તે પણ સૌ કોઈ જાણે છે. આમ, આડકતરી રીતે દિલીપ સંઘાણીએ નરેશ પટેલના રાજકીય ભવિષ્ય અંગે સૂચક નિવેદન હાર્દિક પટેલ સાથેની સરખામણી કરતું આપ્યું છે. નરેશ પટેલ સતત નિવેદન આપતા આવી રહ્યા છે કે સમાજ કહેશે તો હું રાજકારણમાં જોડાઇશ. ત્યારે પૂછવા માગું છું કે નરેશ પટેલના મતે સમાજ કોણ? કારણકે લેઉવા પાટીદાર સમાજની સૌથી જુની સંસ્થા ના પ્રમુખ તરીકે હું હાલ કાર્યરત છું. ત્યારે અત્યાર સુધીમાં રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ તે બાબતે એક પણ વાર નરેશભાઇ પટેલે મારી સાથે વાતચીત નથી કરી. ત્યારે આગામી દિવસોમાં જો નરેશ પટેલ મારી સાથે રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ તે અંગે ચર્ચા કરશે તો હું તેમને જરૂર મારી લાગણી જણાવીશ. 
રાજકોટમાં લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટની બેઠક મળશે
ઉલ્લેખનીય છે કે નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ તે અંગેની જાહેરાત માટે 20 માર્ચથી લઇને 30 માર્ચ સુધીની સમય મર્યાદા જણાવી છે. ત્યારે આ સમય મર્યાદા પૂર્વે આગામી 19મી માર્ચના રોજ રાજકોટ ખાતે લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટ ની બેઠક મળવા જઇ રહી છે. આ બેઠક રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડીયા ના અધ્યક્ષ સ્થાને મળવા જઇ રહી છે. આ બેઠકમાં નરેશ પટેલ સહિતના લેઉવા પાટીદાર સમાજના અનેક અગ્રણીઓ પણ હાજર રહેવાના છે. ત્યારે આ બેઠકમાં નરેશ પટેલ પોતે રાજકારણમાં પ્રવેશ અંગે સમાજના અગ્રણીઓ સાથે વાતચીત કરશે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Tags :
DilipSanghaniGujaratFirstNareshPatel
Next Article