કોલસાના વધતા ભાવની જાણો, ટેક્સટાઇલ માર્કેટ પર શું અસર પડી !
આંતરરાષ્ટ્રીય સ્તરેથી આવતા કોલસાના ભાવમાં ફરી ધરખમ વધારો થતાં તેની વિપરીત અસર ટેક્સટાઇલ પર વર્તાઈ છે. દક્ષિણ ગુ.પ્રોસેસર્સ એસો.એ જોબવર્કના ભાવમાં વધારો કરવાનું નક્કી કર્યું છે.૧ લી એપ્રિલથી પ્રતિ મીટરે રૂા .૧ નો ભાવ વધારો કરવાનું સર્વાનુમતે નક્કી કરાયુ છે . કાપડ બનાવવા વપરાતો કોલસો મોંઘો થયો સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિયેશનની ( SGTPA ) સામાન્ય સભા યોજાઈ હતી . જેમાં સર્વàª
આંતરરાષ્ટ્રીય સ્તરેથી આવતા કોલસાના ભાવમાં ફરી ધરખમ વધારો થતાં તેની વિપરીત અસર ટેક્સટાઇલ પર વર્તાઈ છે. દક્ષિણ ગુ.પ્રોસેસર્સ એસો.એ જોબવર્કના ભાવમાં વધારો કરવાનું નક્કી કર્યું છે.૧ લી એપ્રિલથી પ્રતિ મીટરે રૂા .૧ નો ભાવ વધારો કરવાનું સર્વાનુમતે નક્કી કરાયુ છે .
કાપડ બનાવવા વપરાતો કોલસો મોંઘો થયો
સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિયેશનની ( SGTPA ) સામાન્ય સભા યોજાઈ હતી . જેમાં સર્વાનુમતે તા ૧લી એપ્રિલથી પ્રોસેસિંગ ચાર્જ એટલેકે જોબવર્કમાં પ્રતિ મીટરે રૂા . ૧ નો ભાવ વધારો નક્કી કરવામાં આવ્યો છે . ભાવ વધારાના કારણ અંગે પ્રોસેસર્સ એસો.એ જણાવ્યું કે કાપડ બનાવવા માટે મિલોમાં વપરાતા કોલસોનો ભાવ ફરી એક વખત આસમાને પહોંચી રહ્યો છે.કોલસાનો ભાવ સતત વધી રહ્યો છે.તે ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી લેબરનો પગાર, મશીનરી બનાવવા માટે વપરાતા સ્ટીલ , કેમિકલના ભાવ સહિત અન્ય રો મટિરિયલના ભાવમાં પણ વધારો થયો છે . તેની સામે જોબચાર્જના ભાવમાં કોઈ ખાસ ભાવ વધારો થયો નથી . તેથી ઉદ્યોગો મોટાપાયે નુકસાન સહન કરીને પણ યુનિટો ચલાવતા હતા . પરંતુ હવે ફેક્ટરી બંધ ન કરવી પડે તે માટે દ.ગુ.ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસો . દ્વારા જોબ ચાર્જમાં ભાવ વધારો નક્કી કરાયો છે . જોબચાર્જના ભાવ વધારવામાં આવેલ ભાવો બાબતે કેટલાક યુનિટો બાંધછોડ કરીને હરિફાઈમાં ટકી રહેવા અંદરખાને ભાવ ઓછો કરી કામ ન કરે તે માટે પણ ઉદ્યોગકારોને સમજાવીને વધારેલા ભાવે જ વેપાર કરવાનું સર્વાનુમતે નક્કી કરાયું છે.
તમામ વેપારીઓને જાણ કરાઇ
સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનની બે દિવસ પહેલા મળેલી સામાન્ય સભામાં ભાવ વધા૨ો શું કામ કરવો આવશ્યક છે , જેની પાછળ ક્યાં ક્યાં પરિબળો જવાબદાર છે , તે તમામ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા 1 એપ્રિલથી એટલા માટે નક્કી કર્યું છે કે માર્કેટના વેપારીનો માલ પ્રોસેસિંગમાં પડ્યો હોય તો જુના ભાવે 30 માર્ચ સુધીમાં જુના ભાવે ડિલિવરી મેળવી શકે. 30 માર્ચ બાદ એક માલની ડિલિવરી જુના ભાવે કરવામાં આવશે નહીં માટે તમામ માર્કેટના વેપારીને પણ આ અંગે જાણ કરી દેવાઈ છે.જોકે પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા જણાવાયું છે કે જે 1 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે તેનાથી માર્કેટના રિટેલ કે હોલસેલ વેપારીને તેની કોઈ ખાસ અસર વર્તાશે નહીં.
સાડી અને ડ્રેસ મટિરીયલ મોંઘા થશે
પ્રોસેસર્સ એસોસિએશનના ભાવ વધારાના નિર્ણયથી ભલે કહેવાતું હોય કે વેપારીઓને તેની કોઇ અસર થશે નહીં પરંતુ ૫ થી ૬ મીટરની સાડી અને ડ્રેસ મટીરીયલ પાંચથી છ રૂપિયાનો વધારો થઈ શકે છે.જેનાથી માર્કેટના વેપારીઓને રોજિંદા વ્યવહાર માટે આ ભાવ વધારો નુકશાન શકે છે.
Advertisement