Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અફઘાની શરણાર્થી ઝરીફ બાબાએ ખાન ત્રિપૂટીના નામનો કેવી રીતે ઉપયોગ કર્યો, જાણો

નાસિકના યેવલામાં મંગળવારે મોડી રાત્રે અફઘાન મૂળના શરણાર્થી ખ્વાજા સૈયદ ચિશ્તી ઉર્ફે ઝરીફ બાબાની હત્યાના સંબંધમાં પોલીસે  ગુરુવારે એક વ્યક્તિની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓની શોધખોળ કરવા ત્રણ ટીમો કામે લાગી છે. દરમિયાન તપાસમાં એ વાત સામે આવી છે કે 35 વર્ષીય ઝરીફ બાબા બોલિવૂડના ત્રણ ખાનના નામનો ઉપયોગ કરીને કરોડોની કમાણી કરતા હતા. તેમના વિડિયોમાં તેમણે શાહરૂખ, સલમાન અને આમિર ખાનની àª
અફઘાની શરણાર્થી ઝરીફ બાબાએ ખાન ત્રિપૂટીના નામનો કેવી રીતે ઉપયોગ કર્યો  જાણો
નાસિકના યેવલામાં મંગળવારે મોડી રાત્રે અફઘાન મૂળના શરણાર્થી ખ્વાજા સૈયદ ચિશ્તી ઉર્ફે ઝરીફ બાબાની હત્યાના સંબંધમાં પોલીસે  ગુરુવારે એક વ્યક્તિની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓની શોધખોળ કરવા ત્રણ ટીમો કામે લાગી છે. 
દરમિયાન તપાસમાં એ વાત સામે આવી છે કે 35 વર્ષીય ઝરીફ બાબા બોલિવૂડના ત્રણ ખાનના નામનો ઉપયોગ કરીને કરોડોની કમાણી કરતા હતા. તેમના વિડિયોમાં તેમણે શાહરૂખ, સલમાન અને આમિર ખાનની તસવીર અને તેમના સંપાદિત વીડિયોનો ઉપયોગ કરીને એ જણાવવાનો પ્રયાસ કર્યો હતો કે 'ખાન' સ્ટાર્સ તેમને અને તેમના શબ્દોને અનુસરીને આટલા મોટા થઈ ગયા છે.
આ વીડિયોની મદદથી બાબાના ફોલોઅર્સ અને કમાણી ઝડપથી વધી છે. તેથી તે ઈન્ટેલિજન્સ બ્યુરોના રડાર પર પણ  આવ્યા હતા.  વાવી પોલીસે વર્ષ 2021માં ઝરીફ બાબા, તેની પત્ની અને ડ્રાઈવર ગફારની તપાસ કર્યા બાદ 22 એપ્રિલ 2021ના રોજ ઈન્ટેલિજન્સ બ્યુરોને રિપોર્ટ સોંપ્યો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સૂફી ઝરીફ બાબાની હત્યામાં તેના ડ્રાઈવર સિવાય તેનો એટેન્ડન્ટ પણ સામેલ હતો. તેણે અન્ય બે સાથે મળીને આ ગુનો કર્યો હતો અને બાબાની SUV કાર તથા બે મોબાઈલ ફોન લઈને ભાગી ગયો હતો.
શાહરૂખ, સલમાન અને આમિર ખાનના નામ અને તસવીરોના ઉપયોગને કારણે બાબાના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા થોડા જ સમયમાં લાખોમાં પહોંચી ગઈ હતી. તેની એક યુટ્યુબ ચેનલ પર 2 લાખ 27 હજારથી વધુ, ફેસબુક પર 5 લાખ અને ઈન્સ્ટાગ્રામ પર 17.5 હજારથી વધુ ફોલોઅર્સ હતા. તેના ચાહકોની સંખ્યા સતત વધી રહી હતી. એકલા યુટ્યુબ પર તેના 60 મિલિયનથી વધુ વ્યુઝ હતા. બાબાના નામે બે વધુ યુટ્યુબ ચેનલ પણ છે. આ ચેનલો જરીફ બાબાની કમાણીનું સૌથી મોટું માધ્યમ પણ હતી.
ઝરીફ બાબા તેમની બોલવાની શૈલી, દેખાવ અને લોકો સાથે વ્યવહાર કરવાની રીતને કારણે સામાન્ય લોકોમાં ઝડપથી પ્રખ્યાત થઈ રહ્યા હતા. તેના વીડિયોમાં તે સૂફી પોશાકમાં ડાન્સ કરતી જોઈ શકાય છે. આ સિવાય તેઓ ઝાડુના ઉપયોગથી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને સાજા કરવાનો દાવો કરતા હતા. 
બાબાને તેની યુટ્યુબ ચેનલ તેમજ કેટલીક ધાર્મિક સંસ્થાઓ પાસેથી મોટી રકમ મળતી હતી. તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા ચાર વર્ષમાં બાબાની સ્થાવર અને જંગમ સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો હતો, જેના કારણે તેના ઘણા દુશ્મનો બની ગયા હતા. આમાંથી મોટાભાગની મિલકતો બાબાના નજીકના મિત્રોના નામે ખરીદવામાં આવી હતી.
પોલીસે કહ્યું કે સૂફી બાબા શરણાર્થી હોવાથી તેઓ અહીં પ્રોપર્ટી ખરીદી શકતા ન હતા. તેમની પાસે બેંક ખાતા ન હોવાથી તેમણે પોતાના એક નજીકના મિત્રના નામે બેંક ખાતું ખોલાવ્યું હતું. કોઈ બીજાના નામે SUV ખરીદી હતી. બાબાની મિલકતોની હાલ તપાસ ચાલી રહી છે.  
બાબાની આવકનો સ્ત્રોત તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયો હતા. ઝરીફ બાબા અલગ-અલગ દિવસે નાસિક, કર્ણાટક અને અજમેરની મુલાકાત લેતા હતા. બાબાને મળવા હજારો લોકો ત્યાં આવતા હતા. 
સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં બાબા પાસે 4 કરોડની પ્રોપર્ટી હતી. થોડા દિવસો પહેલા બાબાએ યેવલામાં 15 એકર જમીન ખરીદી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બાબા અહીં પોતાનો કાયમી વાસ બનાવવા માંગતા હતા. બાબાએ થોડા દિવસો પહેલા કિંમતી પથ્થરો વેચવાનો ધંધો પણ શરૂ કર્યો હતો.
ઝરીફ ચિશ્તી વાવી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મીરગાંવ શિવારામાં એક બંગલામાં બે વર્ષ કરતા વધુ સમયથી રહેતા હતા. બાબાએ આર્જેન્ટિના મૂળની 28 વર્ષની તિરિના દાઉદી સાથે લગ્ન કર્યા હોવાનું કહેવાય છે.
જો કે પોલીસે હજુ સુધી તેમની પાસેથી લગ્નનું કોઈ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું નથી. મહિલાને હિન્દી, અંગ્રેજી કે મરાઠી આવડતું નથી, તેથી તેની વધુ પૂછપરછ કરવામાં આવી નથી. મહિલા પાસે 2023 સુધી ભારતમાં રહેવા માટે વિઝા છે. 
ખ્વાજા સૈયદ ચિશ્તી યેવલામાં સૂફી બાબા તરીકે જાણીતા હતા. યેવાલા શહેરના MIDC વિસ્તારમાં જંગલની અંદર ખુલ્લા મેદાનમાં બાબાની હત્યા કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી કેટલીક અગરબત્તીઓ, સિંદૂર સહિતની સામગ્રી પણ મળી આવી છે. આથી પોલીસ તંત્ર-મંત્રના એંગલથી પણ આ મામલે તપાસ કરી રહી છે. 
ચિશ્તી ચાર વર્ષ પહેલા ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ રેફ્યુજી સ્ટેટસ પર ભારત આવ્યા હતા. તપાસમાં ખુલાસો થયો છે કે અફઘાનિસ્તાનથી આવ્યા બાદ બાબા છેલ્લા દોઢ વર્ષથી દિલ્હી, પછી કર્ણાટક અને હવે નાસિકના યેવલામાં કેટલાક દિવસોથી રહેતા હતા. બાબા પોતાને મોઇનુદ્દીન ચિશ્તીના વંશજ ગણાવતા હતા. ભારતમાં તેમણે તાલિબાન દ્વારા ફાંસીના ડરથી 'આશ્રય' લીધો હતો. 
Advertisement
Tags :
Advertisement

.