Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મેદાનમાં એમ્પાયરને ગાળો બોલવી ફિન્ચને પડી ભારે, વર્લ્ડ કપ પહેલા ICCએ આપી આ સજા

ક્રિકેટની રમતમાં જો કોઇ ટીમ પોતાની વાણીથી વિવાદોમાં રહેતી હોય તો તે ઓસ્ટ્રેલિયા છે. વિવાદો (Controversy)થી કાંગારુ ટીમનો જાણે ખાસ સંબંધ છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ક્રિકેટના મેદાન પર સામેની ટીમના ખેલાડીઓ વિરુદ્ધ સ્લેજિંગ માટે સૌથી વધુ બદનામ છે. પરંતુ આ વખતે તેમના નિશાના પર વિરોધી ટીમનો ખેલાડી નહીં પરંતુ એમ્પાયર આવ્યા છે. જીહા, 9 ઓક્ટોબરના રોજ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા (ENG vs AUS)ની 3 મેચની શ્રà
11:42 AM Oct 11, 2022 IST | Vipul Pandya
ક્રિકેટની રમતમાં જો કોઇ ટીમ પોતાની વાણીથી વિવાદોમાં રહેતી હોય તો તે ઓસ્ટ્રેલિયા છે. વિવાદો (Controversy)થી કાંગારુ ટીમનો જાણે ખાસ સંબંધ છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ક્રિકેટના મેદાન પર સામેની ટીમના ખેલાડીઓ વિરુદ્ધ સ્લેજિંગ માટે સૌથી વધુ બદનામ છે. પરંતુ આ વખતે તેમના નિશાના પર વિરોધી ટીમનો ખેલાડી નહીં પરંતુ એમ્પાયર આવ્યા છે. જીહા, 9 ઓક્ટોબરના રોજ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા (ENG vs AUS)ની 3 મેચની શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં રમાઇ હતી. આ દરમિયાન જે થયું તે જાણીને થોડીવાર માટે તમે પણ વિચારશો કે આ પ્રકારનું કરવાની જરૂર શું હતી?
એરોન ફિન્ચના ખરાબ વર્તન પર ICCએ મોટી પ્રતિક્રિયા આપી
T20 વર્લ્ડ કપની શરૂઆતના થોડા દિવસો પહેલા, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચ (Aaron Finch) સ્ટમ્પ માઈક્રોફોનના કારણે વિવાદમાં ફસાઈ ગયા છે. જણાવી દઈએ કે 9 ઓક્ટોબરના રોજ, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની 3 મેચની શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં રમાઈ હતી. આ મેચ ઓસ્ટ્રેલિયા ભલે 8 રનથી જીતી ગયું હોય, પરંતુ એરોન ફિન્ચનો અમ્પાયર સાથેનો દુર્વ્યવહાર કરતો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વળી, આ સમગ્ર મામલામાં ફિન્ચને દોષી ઠેરવવાને લઈને ICCએ મોટી પ્રતિક્રિયા આપી છે. ઈંગ્લેન્ડની ટીમ T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. જ્યાં બંન્ને ટીમો વચ્ચે 3 વન-ડે અને તેટલી જ T20 મેચોની સિરીઝ રમાવાની છે. T20 શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં રમાઈ હતી. આ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમનો કેપ્ટન એરોન ફિન્ચ અમ્પાયર સાથે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. 

ફિન્ચ દુર્વ્યવહાર કરતા કેમેરામાં ઝડપાયો
કંઈક એવું બન્યું કે 9મી ઓવરમાં કેમેરોન ગ્રીનના ત્રીજા બોલ પર બટલર અપરકટ ચૂકી ગયો અને બોલ વિકેટકીપર મેથ્યુ વેડના ગ્લોવ્સમાં ગયો. જે બાદ કાંગારુઓને લાગ્યું કે બોલ બેટ સાથે અથડાયો છે. જે બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ અપીલ કરવાનું શરૂ કર્યું, પરંતુ અમ્પાયરે તેમની અપીલ ફગાવી દીધી. એરોન ફિન્ચ સાથી ખેલાડીઓ પાસેથી DRS લેવાની ચર્ચા કરી રહ્યા હતા ત્યાં સુધીમાં સમય નીકળી ગયો હતો. આ પછી, ફિન્ચ એમ્પાયર સાથે ચર્ચા કરવા ગયો અને આ દરમિયાન દુર્વ્યવહાર કરતા કેમેરામાં ઝડપાઈ ગયો. જેના કારણે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ તેને "સ્પષ્ટ" અપમાનજનક શબ્દો માટે ઠપકો આપ્યો છે.
એમ્પાયરને કહ્યુ હતા અપશબ્દો
આ ઘટના રવિવારે ઑસ્ટ્રેલિયામાં ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડની ઇનિંગ્સની નવમી ઓવર દરમિયાન બની હતી, જ્યારે 35 વર્ષીય ખેલાડી વિકેટની પાછળ કેચ લેવાની અપીલ કર્યા બાદ તેના ગુસ્સા પર કાબુ ગુમાવી બેઠો હતો. ફિલ્ડ એમ્પાયર સેમ નોગાજસ્કી અને ડોનોવન કોચ માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો. ઈંગ્લેન્ડે આ મેચ આઠ રનથી જીતી લીધી હતી. ફિન્ચને લાગ્યું કે બોલ જોસ બટલરના બેટને સ્પર્શી ગયો હતો અને વિકેટકીપર મેથ્યુ વેડ સુધી પહોંચ્યો હતો. જ્યારે એમ્પાયરોએ તેની અપીલની અવગણના કરી, ત્યારે ફિન્ચે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો જે સ્ટમ્પના માઇક્રોફોનમાં સ્પષ્ટપણે સંભળાઇ ગયું. ફિન્ચને ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટેની ICC કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.3 ના ભંગ બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન બેફામ દુર્વ્યવહારથી સંબંધિત છે.
આ પણ વાંચો - BCCIના અધ્યક્ષ પદેથી ગાંગુલીનું નીકળવું લગભગ નિશ્ચિત, જાણો કોણ લેશે જગ્યા
Tags :
AaronFinchAustralia'sCaptainCricketENGvsAUSGujaratFirstICCCodeofConductPunishmentSportsUmpire
Next Article