Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કૃષિ, શિક્ષણ, રોજગારી, આરોગ્યને લઈને અનેક જાહેરાત, જુઓ તમને શું શું ફાયદો થયો ?

ગુજરાત સરકાર દ્વારા બજેટ 2022 રજુ કરવામાં આવ્યું છે. ભુપેન્દ્ર પટેલ સરકારનું પહેલું અને 14મી વિધાનસભાનું છેલ્લું બજેટ આજે નાણાંમંત્રી કનુ દેસાઈએ રૂ. 2,43,965 કરોડનું રજૂ કર્યુ છે. આ બજેટમાં તમામ વર્ગોને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. આ બજેટમાં સરકારે ખેડૂત, આરોગ્ય, શિક્ષણ, બેરોજગારી સહિતના તમામ મુદ્દાને લઈને અનેક જાહેરાત કરવામાં આવી છે. તો આવો નજર કરીએ ગુજરાત બજેટ પર.... કૃષિ વિભાગ ગુજરà
કૃષિ  શિક્ષણ  રોજગારી  આરોગ્યને લઈને અનેક જાહેરાત  જુઓ
તમને શું શું ફાયદો થયો

ગુજરાત સરકાર દ્વારા બજેટ 2022 રજુ કરવામાં આવ્યું છે. ભુપેન્દ્ર પટેલ સરકારનું પહેલું અને 14મી વિધાનસભાનું છેલ્લું બજેટ આજે
નાણાંમંત્રી કનુ દેસાઈએ રૂ. 
2,43,965 કરોડનું રજૂ કર્યુ છે. આ બજેટમાં તમામ વર્ગોને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. આ બજેટમાં સરકારે ખેડૂત, આરોગ્ય, શિક્ષણ, બેરોજગારી સહિતના તમામ મુદ્દાને
લઈને અનેક જાહેરાત કરવામાં આવી છે. તો આવો નજર કરીએ ગુજરાત બજેટ પર....

Advertisement

કૃષિ વિભાગ

Advertisement

ગુજરાતમાં ખેડૂતોની
આવક વધારવા માટે સરકાર સક્રીય હોવાનું જણાવતા નાણાં પ્રધાને કહ્યુ કે
, પ્રાકૃતિક ખેતીને
પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે
,ગુજરાતના કૃષિ
કલ્યાણ અને સહકાર ક્ષેત્ર માટે
7737 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પાકકૃષિ વ્યવસ્થાની વિવિધ
યોજનાઓની જોગવાઈ માટે
2310 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


Advertisement

 

-    
ટ્રેકટર તેમજ વિવિધ ફાર્મ મશીનરીની ખરીદીમાં સહાય માટે રૂ.260 કરોડની
જોગવાઈ

-    
રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત વિવિધ પ્રોજેક્ટ માટે રૂ.231
કરોડની જોગવાઈ

-    
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે રૂ.213 કરોડની
જોગવાઈ

-    
પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેતરમાં ગોડાઉન બનાવવા રૂ.142 કરોડની
જોગવાઈ

-    
પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે રૂ.100 કરોડની જોગવાઈ

-    
કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત એગ્રો - ફુડ પ્રોસેસિંગ એકમોને માટે
રૂ.100 કરોડની જાહેરાત

-    
ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ માટે એક ડ્રમ તથા પ્લાસ્ટિકના બે ટોકર
વિના મૂલ્યે આપવા રૂ.54 કરોડની જોગવાઈ

-    
ડ્રોનના ઉપયોગથી ખાતર-જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા રૂ.35 કરોડની
જોગવાઈ

-    
ડાંગ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે રૂ.32 કરોડની
જોગવાઈ

-    
વન્યપ્રાણીઓ દ્વારા પાકને થતું નુકસાન અટકાવવા અને સોલાર પાવર
ફેન્સીંગ માટે રૂ.20 કરોડની જોગવાઈ.
 

-    
ખેડૂતોને સમયસર અને પૂરતા જથ્થામાં રાસાયણિક ખાતર પૂરું પાડવા ખાતર
સંગ્રહ માટે રૂ.17 કરોડની જોગવાઈ

-    કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે માલવાહક વાહનની ખરીદી ઉપર સહાય આપવા
જોગવાઇ રૂ.15 કરોડની જાહેરાત.

-  રાજ્યના સ્થાનિક ઉત્પાદકો દ્વારા વિકસાવવામાં આવેલ કૃષિ સાધનના
ઉપયોગ માટે રૂ.10 કરોડની જોગવાઈ

-   કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને
સઘન બનાવવા રૂ.757 કરોડની જોગવાઈ.

 

વિવિધ
યોજનાઓ માટે કરાયેલી જાહેરાતો
 

-    
નર્મદા યોજના માટે 26090 કરોડની જોગવાઈ

-    
કૃષિ યુનિવર્સિટી માટે 700 કરોડ

-    
ગૌમાતા યોજના માટે 500 કરોડ

-    
બાગાયત માટે 360 કરોડ

-    
સાગર ખેડૂત 230 કરોડ

-    
બાગાયત ખાતાની યોજના માટે 369 કરોડ

-    
પશુપાલન અને સારસંભાળ માટે 300 કરોડ

-    
મધક્રાંતિને વેગ આપવા 10 કરોડ

-    
કમલમ ડ્રેગન ફૂડ માટે 10 કરોડ

 

 

ગૃહવિભાગ

 

નાગરિકોની
સુરક્ષા
, ભયમુકત વાતાવરણનું સર્જન, કાયદો
અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવી એ રાજ્ય સરકારની ફરજ છે. આ માટે રાજ્યની પોલીસને અત્યાધુનિક
શસ્ત્ર સરંજામ અને સાધન સામગ્રીથી સુસજ્જ કરવામાં આવેલ છે. ક્રાઇમ
ઇન્વેસ્ટીગેશનમાં વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા એફ.એસ.એલ.ને નવા શિખર ઉપર પહોંચાડેલ છે.
રાજ્ય પોલીસતંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા માટે છેલ્લા પાંચ વર્ષમાં જુદા જુદા
સંવર્ગોમાં અંદાજે
29 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં
આવેલ છે. આ ઉપરાંત વિવિધ સંવર્ગની અંદાજે
12 હજાર જગ્યાઓ પર
ભરતીની પ્રક્રિયા પ્રગતિમાં છે.

-   પોલીસ પેટ્રોલિંગ અને સેવાઓની જાળવણી
માટે
, 2256 વાહનો ખરીદવા જોગવાઈ 183 કરોડ

-   ગૃહ વિભાગ હેઠળ વિવિધ સંવર્ગની 1094 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. જેના માટે જોગવાઇ રૂ.41 કરોડ.

-   પોલીસ ખાતા માટે 48 હજારથી વધુ મકાનોનું નિર્માણ કરેલ છે. રહેણાંક અને બિન રહેણાંક મકાનોના
નિર્માણ માટે જોગવાઇ રૂપિયા
861 કરોડ.

-   જિલ્લા જેલ, સબ જેલ અને સ્ટાફ ક્વાટર્સના નિર્માણ માટે જોગવાઇ રૂ. 158 કરોડ.

-   વિશ્વાસ પ્રોજેકટ તથા અન્ય આઈ.ટી.
પ્રોજેકટ માટે જોગવાઈ રૂ.
70 કરોડ.

-   ડ્રીમ સિટી સુરત અને ગીફ્ટ સિટી ખાતે
નવા પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવશે.

- બોર્ડર એરીયાની સિક્યોરીટી વ્યવસ્થાને
સુદૃઢ કરવા માટે કચ્છ જિલ્લામાં ધોરડો
, હાજીપીર અને ગાગોદરા
આઉટપોસ્ટને પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરવામાં આવશે.

-    ઈ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત હાર્ડવેર અને
સોફટવેરની ખરીદી કરવા માટે જોગવાઈ રૂ.
28 કરોડ.

-   હાલની ટુ ફીંગરના સ્થાને ફાઇવ ફીંગર
આધારિત ઓટોમેટેડ ફીંગર આઈડેન્ટીફીકેશન સિસ્ટમ ખરીદ કરવા માટે જોગવાઈ રૂ.
34 કરોડ.

-    પોલીસ આધુનિકીકરણ યોજના હેઠળ જોગવાઈ રૂ.
15
કરોડ.

-   બોમ્બ ડીસ્પોઝલ એન્‍ડ ડીટેકશન સ્ક્વોડની
કામગીરી માટે સાધન-સામગ્રીની ખરીદી કરવા માટે જોગવાઈ રૂ.
5 કરોડ.

-    જેલો તેમજ આનુષંગિક કચેરીઓ ખાતે CCTV લગાડવા જોગવાઇ રૂ. 3 કરોડ

-   રેપીડ ડ્રગ ટેસ્ટ માટે મોબાઇલ ડ્રગ
ટેસ્ટીંગ એનલાઇઝરની ખરીદી તેમજ સીરોલોજીકલ પદ્ધતિના બદલે લુપ મેડીએટેડ આઇસોથર્મલ એમ્પ્લીફિકેશન
સિસ્ટમના સાધનોની ખરીદી માટે જોગવાઇ રૂ.
2 કરોડ.


કાયદા
વિભાગ માટે કુલ રૂ.
1740 કરોડની જોગવાઇ

-   સુલભ, ઝડપી અને બિન
ખર્ચાળ ન્યાય વ્યવસ્થા લોકતંત્રના પાયામાં છે. ન્યાયાલયોની સંખ્યા વધારવા તેમજ
ન્યાય વ્યવસ્થામાં નવી તકનિક સાથે ઝડપ લાવવા સરકાર કટિબદ્ધ છે. પ્રોસિક્યુશનની
કામગીરીને અસરકારક અને કાર્યક્ષમ બનાવવા અદ્યતન ટેકનોલોજી અને આધુનિક માળખાગત
સુવિધાઓ સરકારે ઊભી કરેલ છે.

-   નવી કોર્ટ બિલ્‍ડીંગના બાંધકામ માટે
જોગવાઇ રૂ.
45 કરોડ.

-   રહેઠાણના મકાનોના બાંધકામ માટે જોગવાઇ
રૂ.
83
કરોડ.

-   હયાત કોર્ટ બિલ્ડિંગ તથા રહેણાંકોના
મકાનોના મરામત માટે જોગવાઇ રૂ.
12 કરોડ.

-   વકીલોના કલ્યાણ માટેના વેલફેર ફંડમાં
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને સહાય આપવા માટે જોગવાઇ રૂ.
6 કરોડ.

-   પ્રોસિક્યુશનની કામગીરી માટે સરકારી
વકીલોને લેપટોપ
, પ્રિન્ટર, લૉ સોફટવેર આપવા માટે જોગવાઇ રૂ.5
કરોડ.

-   ન્યાયતંત્ર માટેની માળખાકીય સુવિધાઓ
માટે રૂ.
216 કરોડના કામો હાલ પ્રગતિમાં છે.


જાણો શું શું આપવામાં આવ્યું બજેટમાં 
  • બાગાયત ખાતાઓની યોજના માટે 369 કરોડની જોગવાઇ
  • મધક્રાંતિને વેગ આપવા 10 કરોડની જોગવાઇ 
  • ડ્રેગનફ્રુટના વાવેતરમાં વધારા માટે 20 કરોડની જોગવાઇ
  • સાગર ખેડૂઓને ધિરાણ આપવા માટે 75 કરોડની જોગવાઈ
  • કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા 757 કરોડની જોગવાઇ
  • ખેતરની ફરતે ફેન્સિંગ, સોલાર માટે 20 કરોડની જોગવાઇ
  • પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે 100 કરોડની જોગવાઇ
  • પ્રાકૃતિક ખેતીમાં ગાયના નિભાવ ખર્ચ માટે 213 કરોડની જોગવાઇ
  • ગાય આધારિત કૃષિ માટે 213 કરોડની ફાળવણી
  • મધ ક્રાંતિને વેગ આપવા 10 કરોડની જોગવાઈ
  • મત્સસ્ય ઉદ્યોગ 880 કરોડની જોગવાઈ
  • ખેડૂત કલ્યાણ માટે 7,737 કરોડની જોગવાઇ
  • પાંજરાપોળમાં નિભાવ અને જાળવણી માટે 500 કરોડની જોગવાઇ 
  • નિરાધાર પશુઓની સમસ્યામાંથી મુક્તિ મેળવવા 100 કરોડની જોગવાઇ
  • મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રોના નિર્માણ માટે 201 કરોડની જોગવાઇ
  • ખેડૂતોને ખરીફ,રવિ,ઉનાળું પાકમાં વ્યાજ રાહત માટે 1250 કરોડની જોગવાઇ
  • સુરેન્દ્રનગર જિલ્લામાં આયુર્વેદિક કોલેજ માટે 12 કરોડની જોગવાઈ
  • માસિક ધર્મ જાગૃતિ સેનેટરી પેડની ઉપલબ્ધિ માટે 45 કરોડની જોગવાઈ
  • વિધવા બહેનોને સહાય આપવા માટે 917 કરોડની જોગાવાઈ
  • આરોગ્ય વિભાગ માટે 12,240 કરોડની જોગવાઈ
  • જળ પ્રભાગ માટે 5339 કરોડની જોગવાઇ
  • શિક્ષણ માટે 34,883 કરોડની જોગવાઈ
  • મિશન ઓફ સ્કુલ એક્સલન્સ અંતર્ગત 1188 કરોડની  જોગવાઈ
  • રાજ્યમાં સિંચાઇ સુવિધાના આયોજન માટે 4,359 કરોડની યોજનાને મંજૂરી
  • સૌરાષ્ટ્રમાં પાણી સમસ્યાના ઉકેલ માટે 710 કરોડની જોગવાઇ
  • કચ્છમાં પાણીના સંગ્રહ માટે 65 કરોડની જોગવાઇ 
  • સાબરમતી નદી પર હિરપુરા અને વલાસણા બેરેજ માટે 35 કરોડની જોગવાઇ
  • પ્રાથમિક શાળાના આર્થિક પછાત વિદ્યાર્થીઓના ગણવેશ માટે 374 કરોડની જોગવાઇ
  • નર્મદા યોજના માટે 6,090 કરોડની જોગવાઇ
  • પાણી પુરવઠમાં પ્રભાગ માટે 5,451 કરોડની જોગવાઇ
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 1837 કરોડની જોગવાઇ
યુવાધન પોતાની સાથે રાજ્યના વિકાસમાં સહભાગી બને તેવા અભિગમથી અમારી સરકારે કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપી આગામી વર્ષમાં 5 લાખ યુવાનોને કૌશલ્યબદ્ધ કરવાનો નિર્ણય કર્યો છે જે લક્ષ્યાંક ગત વર્ષ કરતા બમણો છે. કૌશલ્યયુકત શિક્ષણના વિકાસ માટે કૌશલ્યા-ધી સ્કીલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવેલ છે અને સરકારે કૌશલ્ય વિકાસ માટે નવા કમિશનરેટની સ્થાપના કરવાનો પણ નિર્ણય કરેલ છે.    
યુવાનોનું ઉદ્યોગો તેમજ બીજા ક્ષેત્રોની જરૂરિયાત મુજબનું કૌશલ્યવર્ધન થાય તે માટે 51 નવા ભવિષ્યલક્ષી કોર્સ દ્વારા 50 હજાર તાલીમાર્થીઓને તાલીમ આપવાનો નિર્ણય કરેલ છે. હાલના 50 અને નવા 51 કોર્સ મળી 101 કોર્સ મારફત તાલીમ આપવા માટે જોગવાઇ  521 કરોડ.
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે માળખાકીય સુવિધા તેમજ બાંધકામ માટે જોગવાઇ 190 કરોડ.
ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન અંતર્ગત 50 હજાર યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવા માટે જોગવાઇ 150 કરોડ. 
મુખ્યમંત્રી એપ્રેન્‍ટીસ યોજના અંતર્ગત 1 લાખ જેટલા યુવાનોને તાલીમબદ્ધ કરવા માટે જોગવાઇ 52 કરોડ. 
કૌશલ્યા-ધી સ્કીલ યુનિવર્સિટીના બાંધકામ તથા આનુષંગિક સવલતો માટે જોગવાઇ 43 કરોડ. 
ગુજરાત એપેક્ષ ટ્રેનિંગ ઇન્‍સ્ટીટયૂટની સ્થાપના કરી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરને ટ્રેનિંગ ઓફ ટ્રેઇનરના માધ્યમથી તાલીમબદ્ધ કરવા જોગવાઇ 36 કરોડ. 
ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના અપગ્રેડેશન માટે જોગવાઇ 25 કરોડ.
ડ્રોન સ્કીલ ઇન્‍સ્ટીટયૂટની સ્થાપના માટે જોગવાઈ 20 કરોડ.
તાલીમાર્થીઓને અનુભવ આધારિત શિક્ષણ માટે 50 આઇ.ટી.આઇ. ખાતે ઓગમેન્ટેડ રિયાલીટી અને વર્ચ્યૂઅલ રિયાલીટી લેબોરેટરી માટે જોગવાઇ 15 કરોડ.
શ્રમિક અ‍ન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજનનો દર 10 થી ઘટાડીને 5 કરવાનો અને ગુજરાતના તમામ જિલ્લાઓનો આ યોજનામાં સમાવેશ કરવાનો નિર્ણય સરકારે કરેલ છે. આ યોજના માટે જોગવાઇ 34 કરોડ.
પ્રધાનમંત્રી શ્રમિક માનધન યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોને પે‍ન્શન આપવા જોગવાઇ 50 કરોડ.
ધ‍ન્વંતરી આરોગ્ય રથ દ્વારા શ્રમિકોની આરોગ્ય સારવાર માટે નવા 100 રથ માટે જોગવાઇ 40 કરોડ.
પ્રધાનમંત્રી જીવનજ્યોતિ બીમા યોજના હેઠળ બાંધકામ શ્રમિકોને ` ૨ લાખનું વીમા કવચ આપવા માટે જોગવાઇ 23 કરોડ.
મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનનું નવીનીકરણ કરવા જોગવાઇ 15 કરોડ.  
નોંધાયેલાં બાંધકામ શ્રમિકોના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવાં માંગતાં તેજસ્વી અને જરૂરિયાતમંદ બાળકોની કારકિર્દીના ઘડતર માટે અંદાજે 30 હજાર બાળકો માટે ''શિક્ષણ સહાય'' યોજના અંતર્ગત જોગવાઇ 12 કરોડ.
તાલુકાકક્ષાએ કૌશલ્ય વર્ધનની તાલીમ માટે સક્ષમ યોજના માટે જોગવાઇ 10કરોડ.     
શ્રમનિકેતન યોજના હેઠળ 5 જગ્યાએ શ્રમયોગી હોસ્ટેલના નિર્માણ માટે જોગવાઇ 9 કરોડ.
નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિકોને પ્રસૂતિ સહાય યોજના માટે જોગવાઈ 7 કરોડ.
નોંધાયેલા બાંધકામ શ્રમયોગીને હેલ્થ-ચેક અપ માટે સહાય આપવા જોગવાઇ 3 કરોડ.  
શ્રમયોગી કલ્યાણ બોર્ડ મારફત વધુ આઠ નવી મોબાઈલ મેડિકલ વાન દ્વારા શ્રમયોગીઓને વિનામૂલ્યે તબીબી સારવાર આપવા જોગવાઇ 3 કરોડ.
ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલ અસંગઠિત શ્રમિકો માટે 2 કરોડના સામાજિક સુરક્ષા ફંડની જોગવાઇ.
માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 12,024 કરોડની જોગવાઈ
રાજ્યની આર્થિક અને સામાજિક પ્રગતિ માટે પરિવહનની સુયોજિત અને સુદૃઢ વ્યવસ્થા અનિવાર્ય છે. છેલ્લાં બે દશકમાં રાજ્ય ધોરીમાર્ગો તેમજ ગ્રામ્ય રસ્તાઓમાં વિસ્તૃતિકરણ અને સુદૃઢીકરણ માટે થયેલા કામોને પરિણામે રાજ્યમાં આજે આંતરરાષ્ટ્રીય સ્તરના રસ્તાઓનું નેટવર્ક પથરાયેલ છે. આ ગતિને વધુ વેગ આપી અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાઓના વિકાસ માટે સરકાર આયોજન કરી રહેલ છે.  હાલમાં રાજ્યમાં 23 હજાર કરોડના જુદા જુદા રસ્તાઓનાં કામો પ્રગતિ હેઠળ છે. સરકાર દ્વારા આગામી વર્ષમાં અંદાજે 10 હજાર કરોડના રસ્તાઓના કામો હાથ ધરવાનો નિર્ણય કરેલ છે.     
પ્રગતિ હેઠળનાં કામો   
201 કિલોમીટરના અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઇવેને 3350 કરોડના ખર્ચે 
છ-માર્ગીય  કરવાની કામગીરી.
મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તારો, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા 830 કિલોમીટરના 49 રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની 2801 કરોડની કામગીરી.
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 1750 કિલોમીટર અને  મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 4500 કિલોમીટર લંબાઇના ગ્રામ્ય રસ્તાઓ અને 200 જેટલા પુલો માટે જોગવાઇ 2208 કરોડ.
79 રસ્તાના અનુભાગોની 1253 કિલોમીટર લંબાઈને 7 કે 10 મીટર પહોળા કરવાની 1537 કરોડની કામગીરી.
સરખેજ-ગાંધીનગર હાઇવેને 913 કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી પૂર્ણતાના આરે. 
વિશ્વબેન્ક સહાયિત યોજના અંતર્ગત મહેસાણા-પાલનપુર રાજ્ય ધોરીમાર્ગની ફ્લાયઓવર સહિત  છ-માર્ગીયકરણની 570 કરોડની કામગીરી. 
ગાંધીનગર-કોબા-હાંસોલ રોડ (એરપોર્ટ રોડ) પર રાજસ્થાન સર્કલ પર 136 કરોડના ખર્ચે એકસ્ટ્રા ડોઝ કેબલ સ્ટેડ બ્રિજ તેમજ રક્ષાશક્તિ સર્કલ પર 50 કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રીજના કામો.
રેલ્વે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બાંધવા અંગે:
ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર ઉપર આવતા તેમજ અન્ય રેલ્વે ક્રોસીંગો ઉપર 4100 કરોડના ખર્ચે 78 રેલ્વે ઓવરબ્રીજની કામગીરી. 
રાજ્યમાં 1 લાખ કરતા વધારે ટી.વી.યુ. ધરાવતા રેલ્વે ક્રોસીંગો ઉપર 
5 હજાર કરોડના ખર્ચે 100 ઓવરબ્રીજની કામગીરી. 
પી.એમ. ગતિશકિત અંતર્ગત મહત્વના પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના ઇક્વીટી ફાળા માટે જોગવાઇ 1870 કરોડ.  
બગોદરા-તારાપુર-વાસદ રસ્તાની 101 કિલોમીટરની લંબાઇને 1654 કરોડના ખર્ચે છ-માર્ગીકરણની કામગીરી પૂર્ણતાના આરે. નવા કામો 
દરિયાકાંઠે આવેલ હયાત રસ્તાઓનું અપગ્રેડેશન તેમજ પુલના બાંધકામ સહિત કોસ્ટલ હાઇ-વે વિકસાવવા 2440 કરોડનું આયોજન જે પૈકી પ્રથમ તબક્કાની કામગીરી માટે જોગવાઇ 244 કરોડ.
આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો બનાવવા જોગવાઇ 105 કરોડ. 
સુરત ખાતે બહુમાળી વહીવટી ભવનમાં રાજ્ય સરકારની કચેરીઓને કાર્યાન્વિત કરવા ઓફિસ સ્પેસ પેટે જોગવાઇ 100 કરોડ.
આદિજાતિ વિસ્તારના ગિરિમથક સાપુતારાથી શબરીધામ, ઝરવાણી ધોધ થઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગરને જોડતા 10 મીટર પહોળા અને 218 કિલોમીટર લંબાઇના રસ્તાને વિકસાવવા માટે `૧૬૭૦ કરોડનું આયોજન જે પૈકી આ વર્ષે પ્રથમ તબક્કાની કામગીરી માટે જોગવાઇ 90 કરોડ. 
ભરૂચ બાયપાસ પર શ્રવણ ચોકડી પર 400 કરોડના ખર્ચે 2 કિલોમીટર લંબાઇનો છ-માર્ગીય એલીવેટેડ કોરીડોર. 
વઘઇ-સાપુતારા રસ્તાની ૪૦ કિલોમીટર લંબાઇને અંદાજિત 1200 કરોડના ખર્ચે ચાર-માર્ગીય કરવાનું આયોજન.
ઉભરાટ ખાતે સુરત અને નવસારી જિલ્લાને જોડતા 300 કરોડની કિંમતના નવીન પુલની કામગીરીનું આયોજન.
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 1504 કરોડની જોગવાઇ
બંદરો 
બંદર આધારિત વિકાસના સિદ્ધાંતને અપનાવી રાજ્યે બંદર નીતિ થકી નાના મોટા 48 બંદરો તેમજ સંખ્યાબંધ જેટીઓનો વિકાસ કરી દરિયાકાંઠાના વિસ્તારોમાં વિકાસના નવા આયામો સર કરેલ છે.  વર્ષ 2020-21માં દેશના કુલ પરિવહનનો 67 ટકા હિસ્સા જેટલો 388 મિલિયન મેટ્રીક ટન કાર્ગો પરિવહન કરી નાના બંદરો પર થતા માલ પરિવહનમાં રાજ્યે સર્વોચ્ચ સ્થાન ટકાવી રાખેલ છે.
ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા પી.પી.પી. ધોરણે હજીરા પોર્ટથી ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર સુધી રેલ્વે કનેક્ટિવિટીનો પ્રોજેકટ આશરે 1600 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલ છે.
ભાવનગર જુના બંદર અને નવા બંદરની કનેક્ટિવિટી માટે ભાવનગર શહેરનો 21.60 કિલોમીટર લાંબો રીંગ રોડ 297 કરોડના ખર્ચે વિકસાવવાનું આયોજન છે.
જામનગર ખાતે પોર્ટના ટ્રાફિકને સહેલાઈથી હાઈવે સુધી પહોંચાડી શકાય તે માટેના રીંગ રોડ 70 કરોડના ખર્ચે વિકસાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
માનનીય વડાપ્રધાનશ્રીની પી.એમ. ગતિશક્તિ યોજનાને સાકાર કરવા ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ગુજરાત પોર્ટ એન્ડ લોજીસ્ટીક કંપની લિમિટેડની રચના કરવામાં આવેલ છે.
અલંગ ખાતે હયાત કેપેસીટીને બમણી કરવાના ભાગરૂપે માથાવડા ખાતે નવા 45 પ્લોટ બનાવવાનું આયોજન છે.
ભારત સરકારની સાગરમાલા યોજના અંતર્ગત નવલખી બંદર ખાતે જેટી કન્સ્ટ્રકશન અને માળખાકીય સુવિધાઓના વિસ્તૃતિકરણ તેમજ નવલખી બંદરના એપ્રોચ રોડને ચાર-માર્ગીય નેશનલ હાઈવે તરીકે વિકસાવવાનું કામ શરૂ કરવામાં આવેલ છે.
ભાવનગર ખાતે પી.પી.પી. ધોરણે 2000 કરોડના સી.એન.જી. ટર્મિનલની કામગીરી શરૂ ક૨વામાં આવશે. જેના થકી મોટા પ્રમાણમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારીની તકો ઉપલબ્ધ થશે.
વાહન વ્યવહાર
આર.ટી.ઓ. કચેરીનાં આધુનિકીકરણના ભાગરૂપે કચેરીઓનું નવીનીકરણ તેમજ સમગ્ર પ્રક્રિયાનું કમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવેલ છે. આ પ્રક્રિયાને વધુ વેગ આપી અરજદારોને કચેરીની રૂબરૂ મુલાકાત ન લેવી પડે તે માટે વાહનવ્યવહાર સંબંધિત 28 સેવાઓ “ફેસલેસ” કરવામાં આવી છે. આ દસ્તાવેજો એમ-પરિવહન અને ડિજિલોકર સોફટવેર મારફત ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. વાહનોના ફીટનેસ ટેસ્ટીંગ સુનિશ્ચિત કરવા માટે પી.પી.પી. ધોરણે આધુનિક અને ઓટોમેટિક વાહન ફિટનેસ સેન્‍ટરો સ્થાપવામાં આવશે. સ્ક્રેપ પોલિસી અંતર્ગત જુના વાહનોના નિકાલ કરવા માટેની સગવડો પણ પી.પી.પી. ધોરણે ઊભી કરવામાં આવશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા ઝીરો પ્રદૂષણ ધરાવતી 50 ઇલેક્ટ્રીક બસો સાથે બી.એસ.-6 ધોરણની 1200 નવી બસો પ્રજાની સેવામાં મુકવા માટે જોગવાઇ 379 કરોડ. 
ગુજરાત ઇલેક્ટ્રીક વ્હીકલ પોલિસી અંતર્ગત આવતા ચાર વર્ષમાં 
1,10,000 ટુ વ્હીલર વાહનો માટે વાહન દીઠ મહત્તમ 20 હજાર, 70 હજાર થ્રી વ્હીલર માટે વાહન દીઠ મહત્તમ 50 હજાર અને  20 હજાર ફોર વ્હીલર માટે વાહન દીઠ મહત્તમ 1,50,000ની સબસીડી આપવાનો સરકારે નિર્ણય કરેલ છે. જેના માટે આ વર્ષે જોગવાઇ 106 કરોડ.
ડ્રાઇવીંગ લાઇસન્સ માટે સુરત અને વડોદરા ખાતે વધારાના નવા ટેસ્ટ ટ્રેક બનાવવા તેમજ આર.ટી.ઓ. કચેરીઓના આધુનિકીકરણ માટે જોગવાઇ 43 કરોડ.
મોબાઇલ એપ્લીકેશન દ્વારા બસનો સમય, વર્તમાન લોકેશન તથા ઉપલબ્ધ સીટોની વિગતો તેમજ તમામ બસ સ્ટેશનો પર પબ્લિક ઇન્ફર્મેશન સિસ્ટમ ઉપલબ્ધ કરાવવા જોગવાઇ 2 કરોડ.
14મી ગુજરાત વિધાનસભાનું અંતિમ બજેટ સત્ર શરુ થઇ ચૂક્યું છે ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાણાં મંત્રી કનુ દેસાઈ તથા વિપક્ષનેતા સુખરામ રાઠવાનું પહેલું બજેટ છે. 2 માર્ચના રોજ શરુ થયેલ બજેટ સત્ર કુલ 22 દિવસ ચાલશે અને આ સત્રમાં બજેટ મુદ્દે 4 દિવસ ચર્ચા થશે આ ઉપરાંત આજે 3 માર્ચના રોજ વર્ષ 2021-22ના માટેના ખર્ચના પૂરક પત્રકની રજૂઆત થશે અને ત્યારબાદ વર્ષે 2022-23 માટેનું બજેટ નાણાં મંત્રી કનુ દેસાઈ રજૂ કરશે. વર્ષ 2022ના અંતમાં ગુજરાત વિધાનસભાની 182 સીટ પર સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે મતદારોને રીઝવવાનો પ્રયાસ બજેટથી કરવામાં આવશે. ગુજરાતમાં બેરોજગારી, કથળતી પરિસ્થિતિ, મોંઘવારી, પેપર લીક, કોરોનાથી થયેલ મૃત્યુ સહિતના અનેક મુદ્દે વિપક્ષ ભુપેન્દ્ર પટેલની સરકારને ઘેરશે જયારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને  પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિતના મંત્રી મંડળનો તાલમેળ કેવો રહેશે તે આજે જોવા મળશે આજે નીતિન પટેલ નહિ પણ કનુ દેસાઈ બજેટ રજુ કરશે ત્યારે નીતિન પટેલનો કેટલો સહયોગ છે તે સ્પષ્ટ થશે.    
વર્ષ 2021-22ના બજેટની વાત 
ગુજરાત સરકારે વર્ષ 2021-22નું બજેટ પેપર લેસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું . 'ગુજરાત બજેટ'ના નામથી ઍન્ડ્રૉઇડ મોબાઇલ ઍપ્લિકેશન લૉન્ચ કરી હતી. જે અંગ્રેજી તથા ગુજરાતી એમ બે ભાષામાં તૈયાર કરવામાં આવી હતી.આ ઉપરાંત તત્કાલીન નાણાં મંત્રી નીતિન પટેલના બજેટ ભાષણનું પણ લાઈવ પ્રસારણ એપ્લિકેશનમાં કરવામાં આવ્યું હતું.  સિવાય ઉપરાંત બજેટની હાઇલાઇટ્સ, બજેટ વિશે જાણવા જેવું, બજેટ વિશેના સમાચાર અને રસપ્રદ વિગતો પણ એપ્લિકેશનમાં મૂકવામાં આવી હતી. 
અંદાજપત્રને આપણે અંગ્રેજીમાં બજેટ તરીકે ઓળખીયે છીએ, બજેટ શબ્દ મધ્યયુગના બાઉજેટ શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેમનો અર્થ 'ચામડાનો થેલો' થાય છે. આમ બજેટનો અર્થ હિસાબો અને દસ્તાવેજો રાખવાની નાની થેલી, બેગ કે બ્રીફકેસ થાય છે. બંધારણમાં બજેટ શબ્દનો ક્યાંય પણ ઉલ્લેખ જ નથી પરંતુ વાર્ષિક નાણાંકીય પત્રક તરીકે તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 
ભારતનું પ્રથમ બજેટ 
ભારતમાં સામાન્ય અંદાજપત્ર સૌપ્રથમ, ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાંથી બ્રિટિશ તાજમાં વહીવટ સ્થાનાંતરિત થયાના બે વર્ષ બાદ 7 એપ્રિલ 1860ના રોજ જેમ્સ વિલ્સને રજૂ કર્યું હતું. વર્ષ 2001 પહેલા અંદાજપત્ર સાંજે 5 કલાકે રજુ કરવાની પરંપરા હતી જે 1924માં બેલીસ બેલેકેટ્ટે શરુ કરી હતી. આઝાદ ભારતનું પ્રથમ બજેટ 26મી નવેમ્બર 1947ના રોજ નાણાં મંત્રી આર કે ષણમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું જયારે પ્રજાસત્તાક ભારતનું બજેટ 2 ફેબ્રુઆરી 1950ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. 
દેશમાં સૌથી વધુ વખત બજેટ રજુ કર્યું 
ભારત સરકારનું બજેટ બંધારણની કલમ 112 થી 117 મુજબ રજૂ કરવાંમાં આવે છે અને ભારતમાં આગાઉ સામાન્ય અંદાજપત્ર અને રેલવે અંદાજપત્ર બંને અલગ અલગ રજુ કરવામાં આવતા હતા પરંતુ 2016થી સામાન્ય બજેટમાં રેલ્વે બજેટનો સમાવેશ કરી દેવામાં આવ્યો હતો. દેશમાં સૌથી વધુ વખત બજેટ મોરારજી દેસાઈએ રજૂ કર્યું હતું તેમણે 10 વખત બજેટ રજૂ કર્યું હતું.
ગુજરાતના બજેટ વિષે 
ગુજરાતનું પ્રથમ બજેટ 1960-61નું બજેટ 22 સપ્ટેમ્બર 1960ના રોજ રજૂ કરાવવામાં આવ્યું હતું અને તેની રકમ 114,92,86,000 રૂપિયા હતી. 1960 થી 2021 સુધીમાં કુલ 77 વખત અંદાજપત્ર (બજેટ) વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા છે અને આ વર્ષે 78મી વખત બજેટ રજૂ થશે. રાજ્યમાં કુલ 77 અંદાજપત્ર (બજેટ) રજૂ થયા જેમાંથી 20 બજેટ લેખાનુદાન સ્વરૂપે રજૂ થયા હતા. 
3 બજેટ લોકસભામાં રજુ થયા
કોઈ પણ રાજ્યમાં જયારે રાષ્ટ્રપતિ સાશન લાગુ હોઈ ત્યારે તે વર્ષનું બજેટ તે રાજ્યમાં રજૂ થવાના બદલે તેને લોકસભામાં રજુ કરવામાં આવતું હોઈ છે જયારે ગુજરાતમાં રાષ્ટ્રપતિ સાશન હતું તે દરમ્યાન કુલ 3 વખત બજેટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં સૌથી વધુ બજેટ વજુભાઇ વાળાએ રજુ કર્યા 
ગુજરાતમાં 77 બજેટ રજૂ થયાં છે જેમાંથી સૌથી વધુ વખત નાણામંત્રી તરીકે વજુભાઇ વાળાએ રજૂ કર્યા છે વજુભાઇ વાળાએ 18 વખત બજેટ રજૂ કર્યાં છે જ્યારે નીતિન પટેલે 9 બજેટ રજૂ કર્યાં છે. રૂપાણી સરકારમાં તત્કાલીન નાણામંત્રી નીતિન પટેલે 2,27,029 કરોડ રૂપિયાનું ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ વર્ષ 2021માં રજૂ કર્યું હતું. બજેટમાં વાર્ષિક નાણાકિય પત્રક, આવકનું અંદાજપત્ર તેમજ 27 વિભાગોના વિગતવાર મળી કુલ 29 પ્રકાશનો રજુ કરવામાં આવે છે. બજેટ સિવાય અન્ય પ્રકાશનો અને કામગીરી બજેટ સહીત કુલ 64 બજેટ પ્રકાશનો વિધાનસભા ગૃહમાં રજુ કરવામાં આવે છે અને બજેટ રજુ કરવામાં માટે નાણાંમંત્રી બજેટ પ્રવચન કરતા હોઈ છે. 
બજેટ રજુ થયા બાદ સામાન્ય ચર્ચા 4 દિવસ અને વિભાગવાર માંગણીની ચર્ચા 12 બેઠકમાં કરવામાં આવે છે. બજેટની મંગણીવાર ચર્ચા પુરી થયા બાદ તેમનું વિધેયક ગૃહમાં રજુ કરવામાં આવે છે અને તેને પસાર કરવામાં આવે છે અને  વિધેયકને રાજ્યપાલની અનુમતિ મેળવ્યા બાદ તેના એક્ટ થયા બાદ જ ગ્રાન્ટનો ઉપયોગ કરી શકાય છે. 
જાણો શું કહે છે બજેટ અંગે વિધાનસભાના સભ્યો 
કનુ દેસાઈ, નાણાં  મંત્રી 
તમામ સમાજના ફાયદ માટેનુ બજેટ હશે, મોધવારી લઈને પણ બજેટમા જોગવાઈ કરવામા આવી છે, રોજગારીને પણ પ્રાથમીકતા મળશે. 
નીમાબેન આચાર્ય, અધ્યક્ષ  
મોદીએ જે વિકાસનો એજન્ડા રાખ્યો છે તે મુજબનું હશે બજેટ, ગુજરાત મોડેલની વાત થાય તે મુજબનું હશે બજેટ. 
સુખરામ રાઠવા, વિપક્ષ નેતા 
ભાજપનું આ બજેટ છેલ્લું હશે, 2023નું બજેટ કોંગ્રેસ રજુ કરશે., ચૂંટણી વર્ષ હોવાથી બજેટમાં વાયદાઓની વર્ષા થશે. 
વીરજી ઠુમ્મર, ધારાસભ્ય કોંગ્રેસ 
કનુભાઈ અનુભવી ઉદ્યોગપતિ છે જો એમનું ચાલશે તો સારું બજેટ હશે પરંતુ જો પાર્ટી થોપી દેશે વાહવાહી વાળું બજેટ હશે, કોરોનની ત્રીજી લહેર ગઈ, આશા રાખીયે કે તેને અનુલક્ષીને બજેટ હશે. જો પાર્ટી થોપી દેશે તો જેમ કેન્દ્રના બજેટને પુષ્પા નામ આપી દેવામાં આવ્યું તેમ આ બજેટને પણ કોઈ નામ આપી દેવામાં આવશે પરંતુ જો સાનુભાઈનું ચાલશે તોબજેટ સારું હશે. 
ઋત્વિજ મકવાણા, ધારાસભ્ય  કોંગ્રેસ  
એ બજેટ માટે આશા વ્યક્ત કરતા જણાવ્યું કે, બજેટ નાના સમાજમાં હિત માટેનું હોય તેવી અપેક્ષા. 
જીગ્નેશ મેવાણી, ધારાસભ્ય 
આ બજેટ ગુજરાતની પ્રાર્થમીકતાઓ માટેનુ હોવુ જોઇએ, નાના ઉધોગો અને પ્રાર્થમીક સારવારો વધારે તેવુ જોઈએ .
   
Tags :
Advertisement

.