ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

50 -60 કે 70ના દાયકાની ફિલ્મી દુનિયાની ફિલ્મો યાદ આવી જાય છે

આજકાલના સફળ ફિલ્મી નાયકો અને નાયિકાઓ એક વર્ષમાં બે-ત્રણ કે ક્યારેક ક્યારેક તો ચાર સફળ ફિલ્મો આપી શકે છે અને નામ સાથે દામ પણ મેળવી લે છે. એ સૌ કલાકારો અને કસબીઓને અભિનંદન આપવા જોઈએ. ગતિશીલ બનેલા સમય સાથે કદમ મિલાવવા માટે આ બધું અનિવાર્ય બની જતું હશે પણ રજૂ થતી ફિલ્મોમાંની થોડી ફિલ્મોના નાયક નાયિકાઓના બીબાઢાળ અભિનય અને દિગ્દર્શકોના ઉંડાણ  વગરના દિગ્દર્શન અને રૂપિયા રળી લેવાની ઉતાà
01:34 PM Jun 10, 2022 IST | Vipul Pandya

આજકાલના સફળ ફિલ્મી નાયકો અને નાયિકાઓ એક વર્ષમાં બે-ત્રણ કે ક્યારેક ક્યારેક તો ચાર સફળ ફિલ્મો આપી શકે છે અને નામ સાથે દામ પણ મેળવી લે છે. એ સૌ કલાકારો અને કસબીઓને અભિનંદન આપવા જોઈએ. ગતિશીલ બનેલા સમય સાથે કદમ મિલાવવા માટે આ બધું અનિવાર્ય બની જતું હશે પણ રજૂ થતી ફિલ્મોમાંની થોડી ફિલ્મોના નાયક નાયિકાઓના બીબાઢાળ અભિનય અને દિગ્દર્શકોના ઉંડાણ  વગરના દિગ્દર્શન અને રૂપિયા રળી લેવાની ઉતાવળ વાળા નિર્માતાઓની ફિલ્મો સામે ઈચ્છા અનિચ્છાએ 50 60 કે 70ના દાયકાની આપણી ફિલ્મી દુનિયાની ફિલ્મો પ્રત્યેની પ્રતિબદ્ધતાના કેટલાક ઉદાહરણો યાદ કરવાનું મન થઈ જાય છે. 


ફિલ્મ નિર્માતા વી. શાંતારામ પોતાની ફિલ્મનું નિર્માણ કરવા માટે ત્રણ-ચાર વર્ષ મહેનત કરતા હતા. પુરા સંશોધન યોગ્ય લોકેશન,  યોગ્ય અભિનેતા અને યોગ્ય સંગીતકારની પસંદગી પછી તેઓ દાયકાઓ સુધી યાદ રહે તેવી “ દો આંખે બારા હાથ” , “જનક જનક પાયલ બાજે”  કે “નવરંગ” જેવી ફિલ્મો આપી શક્યા. 

કહેવાય છે કે દિલીપકુમાર બે-ત્રણ વર્ષમાં માત્ર એક જ ફિલ્મ કરતાં. ફિલ્મ કોહિનૂરના સિતાર વગાડવાના એક દ્રશ્યને શૂટ કરતા પહેલા તેમણે શૂટિંગમાંથી બે મહિનાનો બ્રેક લઈને ઉસ્તાદ પાસે સિતાર વગાડતા શીખી લીધું અને પછી જ શોટ આપ્યો. 

રાજ કપૂર પોતાની ફિલ્મના લોકેશન માટે બે ત્રણ વર્ષ દેશમાં અને પરદેશમાં ભ્રમણ કરતાં અને પછી જ લોકેશન નક્કી થાય ત્યારે જ પોતાની ફિલ્મ શરૂ કરતાં. “સંગમ” અને “મેરા નામ જોકર” વગેરે તેના જ્વલંત ઉદાહરણ છે. 

કહેવાય છે કે ફિલ્મનું કરૂણ દ્રશ્યો ભજવતી વખતે પોતાના પાત્રમાં ઓતપ્રોત થઇ  જવાને કારણે રડવાનો સીન આપવાનો હોય ત્યારે મીનાકુમારી સાચે જ રડી પડતા હતા.અપવાદોને બાદ કરતા આજની ફિલ્મોના નિર્માતા, નિર્દેશકો, અભિનેતાઓ કે અભિનેત્રીઓ માં આવી પ્રતિબદ્ધતા ભાગ્યે જ જોવા મળે છે. 
Tags :
cometomindfilmsfilmworldGujaratFirst
Next Article